Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતીને લઈને ગુજરાત સરકારશ્રી દ્વારા મોટી અપડેટ આપવામાં આવી છે જેમાં ગૃહ વિભાગની ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયામાં રનીંગ(દોડ)ને લઇને લેવાયો મહત્વ પુર્ણ નિર્ણય તો મિત્રો અમે જણાવી દઈએ કે, રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ ભરતી પ્રક્રિયામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં હવેથી નહીં ગણાય રનિંગના માર્કસ, તો હવે શું થશે અને કેવીરીતે ગણાશે આ માર્ક્સ અને રનીંગનું શું થશે કેવી રીતે લેશે આ ભરતીમાં તો ચાલો જાણીએ વિગતે માહીતી અને આ તમામ ફેરફારો વિશે નીચેથી વિગતવાર.
ગુજરાત પોલીસ ભરતીમાં કરાયા મોટા ફેરફારો, હવેથી નહીં ગણાય રનિંગના માર્ક્સસ – જાણો તો શુંં છે આ નિયમો…. Gujarat Police Recruitment 2024
પોલીસ ભરતીને લઈને રાજ્યના ગૃહ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. છેલ્લા એક મહિનાથી આ બાબતે સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી રહી હતી. તો મિત્રો હવે અમે જણાવી દઈએ કે, ગૃહ વિભાગ દ્વારા પોલીસ ભરતીના નવા નિયમોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી નવી પોલીસ ભરતી નવા નિયમ મુજબ કરવામાં આવશે તો ચાલો આપણે એના વિશે જાણીએ
ગુજરાત પોલીસ ભરતી નવા નિયમો વિશે જાણો ?
હવે મિત્રો આ ભરતીમાં શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે જેના કોઇપણ પ્રકારના માર્કસ ગણવામાં આવશે નહીં.
- Gujarat Police Bharti 2024 Update નવા નિયમો પ્રમાણે હવે 100 ગુણની MCQ TESTને બદલે હવે 200 ગુણનું રહેશે પ્રશ્ન પેપર (OBJECTIVE MCQ TEST).
- ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા નવા નિયમ મુજબ હવે પ્રેક્ટિલ પછી ફિઝિકલ( લેખીત પરીક્ષા).
- પોલીસ ભરતી નવા નિયમ પ્રમાણે વિષયોમાં પણ ફેર બદલી કરાઈ
- હવેથી ફોરેન્સિક સાયન્સ અને રક્ષા શક્તિ યુનિના કોર્ષ પ્રમાણે પરીક્ષા લેવાશે આ પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાઓ
- દોડના ગુણ ગણવામાં આવશે નહીં
- પ્રેક્ટિકલ પરીક્ષા પાસ થનાર વિદ્યાર્થિઓ જ માત્ર આપી શકશે (લેખીત પરીક્ષા) ઓબ્જેક્ટિવ પરીક્ષા આપી શકશે
હવે ગુજરાત પોલીસ ભરતી પાસ કરવી થઇ સરળ, બદલાયા નિયમો, પરીક્ષા થઈ સરળ
ગુજરાત પોલીસ ભરતી નવા નિયમો વિશે વધુ જણાવતાં મિત્રો હવે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહીં.
Gujarat Police Bharti 2024 Update
Gujarat Police Bharti માં પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે પણ હવે રદ્ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહી અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TEST માં ભાગ લઈ શકશે.
આ Police Recruitment માં આ અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. જે હવે નવી પોલીસ ભરતીના નિયમો મુજબ તેના બદલે હવે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. Gujarat Police Bharti 2024 માં પેપર ભાગ-A અને ભાગ-B એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે.