Gujarat GO Green Yojana: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે ઘણી સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. શ્રમીકો માટે ઔદ્યોગીક શ્રમયોગી ભારત સરકારના “Green India” મિશનના ભાગીદાર બને અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે તેવા બેટરી થી ચાલતા દ્વી-ચક્રી વાહન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે તેને સબસિડી આપવા અંગેની યોજના લાગ કરવામા આવી છે.
GO GREEN; ઔદ્યોગીક શ્રમિક દ્વારા બેટરી ઓપરેટેડ દ્વિ-ચક્રી વાહન ખરીદવ માટે ૩૦% રકમ અથવા રૂ.૩૦,૦૦૦/- પૈકી જે ઓછું હશે તે રકમ સહાય પેટે ચૂકવવામાં આવશે તથા દ્વી-ચક્રી વાહનના RTO Registration Tax અને Road Tax પર પણ One time subsidy.
Gujarat GO Green Yojana
યોજના | ગો ગ્રીન યોજના(GO Green Yojana) |
યોજનાનો ઉદ્દેશ્ય | શ્રમીકો ને સ્કુટર ખરીદવા સહાય |
લાભાર્થી જુથ | રાજયના નોંધાયેલા શ્રમીકો |
સહાય ની રકમ | સ્કુટર ખરીદીના 50 % અથવા 30,000 રૂ. |
અમલીકરણ | ગુજરાત લેબર વેલ્ફેર ફંડ |
ઓફીસીયલ વેબસાઈટ | www.gogreenglwb.gujarat.gov.in |
શ્રમિકોને ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલરની ખરીદી પર સબસિડી મળશે
રાજ્યને ગ્રીન – પોલ્યુશન ફ્રી બનાવવા તથા શ્રમયોગીઓને પરિવહનમાં આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા “ગો-ગ્રીન યોજના” લોન્ચ કરવામાં આવી છે, GO GREEN India તે અંતર્ગત સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને ઈલેક્ટ્રીક ટુ વ્હીલરની ખરીદી ઉપર ખાસ નાણાકીય સહાય આપવામાં આવશે.
આ યોજના અંતર્ગત સંગઠીત ક્ષેત્રના તથા બાંધકામ શ્રમયોગીઓ દ્વારા બેટરી સંચાલિત ટુ-વ્હિલર વાહનની ખરીદી પર સબસિડી આપવામાં આવશે. જે અંતર્ગત ઈલેક્ટ્રિક ટૂ-વ્હિલરની ખરીદી પર 30 ટકાથી 50 ટકા અથવા રૂ.30,000ની મર્યાદામાં સબસિડી આપવામાં આવશે.
સ્કુટર સબસીડી યોજના નિયમો
Gujarat GO Green Yojana હેઠળ સહાય માટે નીચે મુજબના નિયમો છે.
- FAME-2(ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ) તથા GEDA(ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી) દ્વારા એમપેનલ કરવામાં આવેલા અધિકૃત વિક્રેતા તથા અધિકૃત મોડેલ ઉપર જ સબસિડી મળશે.
- એક વખતમાં ઓછામાં ઓછા 50 કિ.મી. ચાલી શકે તેવા લિથિયમ બેટરી વાળા હાઈ-સ્પીડ મોડેલ્સ કે જેમાં સેપરેટ ચાર્જિંગ સ્ટેશનની જરૂર ન પડે તેવા, મોટર એન્ડ વ્હીકલ એક્ટ મુજબ માન્યતા ધરાવતા ટુ-વ્હીલર
- ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશો(નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ સિવાય)ના ઉત્પાદકો અને તેના વિક્રેતાઓને આ યોજના હેઠળ એમપેનલ કરી શકાશે નહીં
- મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં નિર્માણ પામેલા વાહનોને જ આ યોજના હેઠળ માન્યતા મળી છે.
આ પણ વાચો: 1951 થી જુના 7/12 ની નકલ અને 8 અ ના ઉતારા ઓનલાઇન મેળવો, અહીંથી ઉતારા ડાઉનલોડ કરો
અરજી કરવાની પ્રક્રિયા
આ સ્કીમની તલાશીએતર અરજી કરવા માંગતા આવેદકોને નીચે આપેલ પ્રક્રિયાને અનુસરવી પડશે:
- અરજી કરવા માટે સૌ પ્રથમ GO Green Yojanaની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ.
- હોમપેજ આગળ આવશે.
- હોમપેજ પર “અરજી ફોર્મ માટે અહીં ક્લિક કરો” પર ક્લિક કરવું પડશે.
- અરજી ફોર્મ આગળ આવશે.
- ફોર્મમાં માગીને વિગતો દાખલ કરવા પડશે.
- ફોર્મ ભરી ના બાદ, તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજો સાથે જોડવો પડશે.
- હવે, સબમિટ વિકલ્પ પર ક્લિક કરવો પડશે.
- આ રીતે, તમે આસાનીથી ગો-ગ્રીન યોજનામાં અરજી કરી શકો છો.