Gujarat Anganwadi Bharti 2023: ગુજરાત આંગણવાડી ભરતી 2023 માં Gujarat Anganwadi Worker and Anganwadi Helper Recruitment ની કુલ ૧૦,૫૦૦ જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવેલ છે. જેમાં અરજી કરવા જાહેરાત અને સૂચના વાંચો તથા જગ્યાની જિલ્લા પ્રમાણે વિગત જોઇ શરતો પ્રમાણે આંગણવાડી ભરતી 2023 માં પારદર્શિતા જળવાઈ રહે, ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થયા તે માટે ગુજરાત સંકલિત બાળ વિકાસ સેવાઓ (ગુજરાત આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર ભરતી 2023) એ e-hrms Gujarat Portal પર આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પરની પોસ્ટ માટે જાહેરાત બહાર પાડેલ છે. જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારોને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આથી આપવામાં આવે છે.
ગુજરાત આંગણવાડી ભરતી ૨૦૨૩ વિશે માહીતી (૧. આંગણવાડી ભરતી પ્રક્રિયા 2023 || ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ …)
આઈ.સી.ડી.એસ, શાખા, ગુજરાતની વિવિધ જીલ્લા, ગુજરાતની વિવિધ હસ્તકના ઘટકોની આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદવેતનથી નિમણૂક કરવાની થતી હાલની ખાલી જગ્યાઓ તથા સંભવિત ખાલી જગ્યાઓની વિગત.
ગુજરાત આંગણવાડી ભરતી ૨૦૨૩ની વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે જે વાંચી અને અરજી કરવા વિનંતી છે.
વધુમાં આવી દરોજની નવીનતમ અપડેટ્સ મેળવવા માટે Digital Gujarat Portal વેબસાઇટની નિયમિતપણે મુલાકાત રહો.
આંગણવાડી ભરતી પોસ્ટની કુલ સંખ્યા:
10500 પોસ્ટ પર ભરતી
આંગણવાડી ભરતી પોસ્ટનું નામ અને જગ્યાઓ
આંગણવાડી કાર્યકર: 3421 જગ્યાઓ
આંગણવાડી હેલ્પર: 7079 જગ્યાઓ
ગુજરાત આંગણવાડી ભરતી ૨૦૨૩ જિલ્લા વાઇઝ અને પોસ્ટ પ્રમાણે ક્યાં કેટલી જગ્યાઓ જાણૉ
ક્રમ નંબર
જીલ્લાનું નામ
આંગણવાડી કાર્યકર
આંગણવાડી હેલ્પર
કુલ જગ્યાઓ
1
રાજકોટ શહેરી
25
50
75
2
પાટણ
95
244
339
3
જૂનાગઢ
18
23
41
4
નવસારી
95
118
213
5
રાજકોટ
137
224
361
6
બોટાદ
39
71
110
7
ભાવનગર શહેરી
30
42
72
8
અમરેલી
117
213
330
9
સુરેન્દ્રનગર
99
144
243
10
વડોદરા શહેરી
26
62
88
11
દેવભૂમિ દ્વારકા
82
158
240
12
નર્મદા
55
111
166
13
નડિયાદ
113
142
255
14
સુરત શહેરી
41
118
159
15
ભરૂચ
102
177
279
16
તાપી
43
111
154
17
મોરબી
106
184
290
18
જામનગર શહેરી
22
42
64
19
અરવલ્લી
79
103
182
20
ગાંધીનગર
63
97
160
21
ગાંધીનગર શહેરી
12
20
32
22
પોરબંદર
33
60
93
23
ભાવનગર
120
253
373
25
મહીસાગર
57
156
213
26
ગીર સોમનાથ
56
79
135
27
જામનગર
71
184
255
28
ડાંગ 24+01 (મીની)
25
36
61
29
છોટા ઉદેપુર
51
286
337
30
સુરત
100
231
331
31
બનાસકાંઠા
131
634
765
32
દાહોદ
130
342
472
33
અમદાવાદ
127
160
287
34
મહેસાણા
139
212
351
35
વલસાડ
97
307
404
36
કચ્છ-ભુજ 252+01 (મિની)
253
394
647
37
અમદાવાદ શહેરી
140
343
483
38
જૂનાગઢ
84
125
209
40
આણંદ
122
160
282
41
વડોદરા
87
225
312
કુલ
સમગ્ર ગુજરાત
3421
7079
10500
ગુજરાત આંગણવાડી ભરતી 2023 અરજી કરવા માટે ક્યા ડોક્યુમેન્ટ જોઇશે ?
અરજીપત્ર
શિક્ષણ સંબંધી યોગ્યતાનો પ્રમાણપત્ર
ઉંમરનો પ્રમાણપત્ર
જાતિ પ્રમાણપત્ર (જો લાગે તો)
વાસવાસોનો પ્રમાણપત્ર
તાજેતરની ફોટો વગેરે અરજી સંદર્ભ નોટીફિકેશનમાં માંગેલ ડોક્યુમેન્ટ્સ જોઇશે.
ગુજરાત આંગણવાડી ભરતી ૨૦૨૩ માટે નીચે આપેલ સત્તાવાર સૂચના વાંચો.
“મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગે મામલતદારશ્રી દ્વારા ઈશ્યુ કરેલ જન સેવા કેન્દ્રનું નિયત નમુનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે. (માર્ગદર્શિકા મુજબ)
રાજ્ય ચૂંટણી આયોગના તા.03/10/2020ના આદેશથી ગુજરાતની વિવિધ જીલ્લાની નવી વોર્ડ રચના નિર્ધારીત કરવામાં આવેલ છે. ઉપરની શરતમાં “સ્થાનિક રહેવાસી” જે-તે નવી વોર્ડ રચના મુજબનું જ ગણવાનું રહેશે અને તે અંગે સીટી મામલતદારશ્રીનું પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું રહેશે,
અરજી કરવાની છેલ્લી તારીખને કટ-ઓફ-ડેટ ગણવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલા હોવા જોઈએ. (માર્ગદર્શિકા મુજબ)
આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર તે જ આંગણવાડી કેન્દ્રના તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અરજી માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 23 માં તા.08/11/2023 રાત્રે 12:00 કલાક થી તા.30/11/2023 રાત્રે 12:00 કલાક સુધીમાં કરવાની રહેશે.
ઓનલાઈન અરજી https://e-hrms.gujarat.gov.in વેબસાઈટમાં આપેલ વિગતો પ્રમાણે કરી શકાશે. આંગણવાડીની ખાલી જગ્યાઓમાં અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર/તેડાગર માટે અરજી કરવાની રહેશે.
આંગણવાડી કાર્યકર-10000/-, આંગણવાડી તેડાગર-5500/-ને મળતુ માનદવેતન પ્રમાણે માનદસેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરીટ યાદી બનાવવામાં આવશે. આંગણવાડી કાર્યકરની લઘુતમ શૈક્ષણીક લાયકાત ધોરણ 12 પાસ અને આંગણવાડી તેડાગરની લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. જો કે વધુ લાયકાત ધરાવતાં ઉમેદવાર અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણનાં ભારાંક અન્વયે મેરીટ યાદી તૈયાર થશે. ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરીટ યાદી નિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે.
આ માટેની અરજી કરવાની પદ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જે ધ્યાનપૂર્વક વાંચી તથા સમજીને ઓનલાઈન આવેદન કરવાનું રહેશે. ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ વિગતો નિયમોનુસાર સાચી તથા અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ નિયત ક્રમાનુસાર, સુવાચ્ય અને નિયત નમૂના અનુસારના હોવા જોઈશે. જો કોઈ પણ સ્તરે અરજદાર દ્વારા આપવામાં આવેલ વિગતો ખોટી અથવા અસ્પષ્ટ હશે તો તેઓની અરજી રદ્દ કરવાને પાત્ર થશે અને આ અંગે કોઈ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી,
ઉપરોક્ત ખાલી જગ્યા પૈકી આ કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર માટે ભરતીનો ત્રીજો પ્રયત્ન છે તેવા કેન્દ્રોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.
વધુ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત ઘટકના બાળ વિકાસ યોજના અધિકારી (ICDS),સેંટ્રલ ઝોન કચેરીનો સંપર્ક કરવો.
ગુજરાત આંગણવાડી ભરતી ૨૦૨૩ કેવી રીતે અરજી કરવી?
ગુજરાત આંગણવાડી ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
આ ભરતીમાં લાયક ઉમેદવારો વિગતવાર જાહેરાતમાં ઉલ્લેખિત સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકે છે.
ગુજરાત આંગણવાડી ભરતી 2023 ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરશો ?
સૌથી પહેલા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in પર ની મુલાકાત લેવી જોઈએ.
જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
તમામ વિગતો ભર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રેહશે.
ત્યારબાદ અરજી માટે ચૂકવવાની રકમની ઓનલાઈન પેમેન્ટ કરો.
બધી વિગતો સાચી ભરેલી છે તે જોઈને લાસ્ટ સબમિશન પર ક્લિક કરો.
અભિનંદન, તમારો નોંધણીનું સફળ થયું છે! તેને PDF તરીકે ડાઉનલોડ કરો અને સંગ્રહ કરો.
છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો
નોંધ: ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે.
ગુજરાત આંગણવાડી ભરતી ૨૦૨૩ માં અરજી કરવા માટે મહત્વની તારીખ
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ
08-11-2023
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ
30-11-2023
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો વિશે જાણો ?
૧. ગુજરાત આંગણવાડી ભરતી 2023 ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું ?
સૌથી પહેલા ઉમેદવારોએ https://e-hrms.gujarat.gov.in/ મુલાકાત લેવી જોઈએ . પછી, એપ્લાય પર ક્લિક કરીને તમારે જે જિલ્લા માટે અરજી કરવાની હોય તે તે જિલ્લાનાં ગુજરાત આંગણવાડી સુપરવાઇઝર ખાલી જગ્યા 2023-24 પર ક્લિક કરો. બાદમાં સૂચનાનું પેજ ખુલશે તેમાં લખેલી સૂચનાં વાંચી અને સહમત પર ક્લિક કરો.
૨. ગુજરાત આંગણવાડી ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે
સત્તાવાર વેબસાઇટ. https://e-hrms.gujarat.gov.in
૩. ગુજરાત આંગણવાડી ભરતી૨૦૨૩ની છેલ્લી તારીખ શું છે?
ગુજરાત આંગણવાડી ભરતી ૨૦૨૩ની અરજી કરવાની છેલ્લી તારીખ- 30 નવેમ્બર 2023 છે.
2 thoughts on “Gujarat Anganwadi Bharti: ગુજરાત આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પરની ભરતી, અત્યારેજ ઓનલાઇન ફોર્મ ભરો”
વાહ ખૂબ સરસ માહિતી
વાહ ખૂબ સરસ માહિતી