Gujarat Agricultural Land Rule: ગુજરાતમાં બદલાઈ રહ્યો છે ખેતીની જમીનના ખરીદ-વેચાણનો કાયદો, જાણો કોને થશે મોટો લાભ

Gujarat Agricultural Land Rule: ગુજરાતમાં જમીન કાયદા અંગે ગણોતધારામાં ફેરફાર થઈ રહ્યાં છે. નિવૃત્ત આઈએએસ મીણાના અધ્યક્ષપદે ચાર મહેસૂલી અધિકારીઓની કમિટી કાયદાના સંશોધન માટે તૈયાર કરી રહી છે રિપોર્ટ. વિકાસની ગતિ વધારવા પ્રવર્તમાન મહેસૂલી કાયદામાં આવશે મોટો સુધારો, ગુજરાત સરકાર કરી રહી છે આ દિશામાં કામ. હવે બિનખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતમાં બદલાઈ રહ્યો છે ખેતીની જમીનના ખરીદ-વેચાણનો કાયદા, જાણો ક્યા હશે નવા કાયદા- Gujarat Agricultural Land Rule

હાલના કાયદાને કારણે શું તકલીફ પડે છે?

હાલ જે જન્મથી ખેડૂત હોય એ જ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે છે. આ પરિસ્થિતિને કારણે ટાઉન પ્લાનિંગ, ઔદ્યોગિક વિકાસ કે અન્ય બિનખેતી વિષયક પ્રવૃતિ માટે બિનખેડૂત ઉદ્યમીને કલમ- 63 AA અને 65- ખ હેઠળ પ્રક્રિયા અનુસરીને ખેતીની જમીન ખરીદી તેને બિનખેતીમાં રૂપાંતરણ કરાવવી પડે છે. જેમાં લાંબો સમય વ્યથિત થાય છે. ઔદ્યોગિક વિકાસ માટે જો કોઈ વ્યક્તિ જમીન ખરીદવા માંગતું હોય અને બીજી તરફ ખેડૂત વેચાણ કરવા માંગતો હોય તો પણ તે વેચાણ થઈ શકતી નથી. વર્તમાન સ્થિતિને કારણે આ પરિસ્થિતિ ઉભી થાય છે.Gujarat Agricultural Land Rule

હાલ ગણોતધારામાં શું છે જોગવાઈ?

અત્યારે ગુજરાતમાં ગણોતધારાના કાયદામાં જૂની શરત અને નવી શરતની જમીનના કાયદામાં અનેક પ્રકારની વિસંગતતાઓ જોવા મળે છે. ખેડૂત ન હોય તેવા લોકોને ખેતીની જમીન વેચી શકાતી નથી. જો અન્ય લોકોને ખેતીની જમીન વેચવી હોય તો સૌ પ્રથમ તેને બિનખેતી કરવી પડે છે. જેમાં કુલ જમીનના જંત્રીના 35 થી 40 ટકા જેટલું પ્રિમિયમ સરકારને ભરવું પડે છે. અન્ય કેટલોક ખર્ચ પણ થાય છે. ત્યાર બાદ આ જમીન ખેડૂત સિવાયની કોઈપણ વ્યક્તિને વેચી શકાય છે. આ સ્થિતિમાં મોટાભાગે ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવે છે. હાલમાં જે રીતે બોનાફાઈફડ પરપઝ સર્ટીફિકેટમાં બિનખેતી વિષયક પ્રવૃતિ શરૂ કરવા જે રીતે સમયાવધિ છે તે હયાત રહશે. કમિટીએ જમીન મિલકત સંલગ્ન iOra હેઠળની તમામ ઓનલાઈન સેવાઓમાં મહત્તમ સરળીકરણના પ્રસ્તાવ તૈયાર કર્યા છે. લોકસભા ચૂંટણી બાદ મીણા કમિટીનો રિપોર્ટ સરકારને સોંપાયા બાદ મહેસૂલી કાયદાઓમાં સુધારવા અંગે નિર્ણય લેવાશે. જમીનનો કાયદો બદલાયો તો પડતર જમીનોના પણ ભાવ ઉંચકાશે. ખેડૂતો માટે સારી બાબત એ છે કે હવે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકે એ માટે સરકાર પ્રયત્નશીલ છે.

ખેડૂત ખરાઈ માટે નવી માંગવામાં આવે જૂના પુરાવા!

રાજ્યની અંદર અલગ અલગ ક્ષેત્રોમાંથી ખેડૂતવર્ગમાં થતુ સ્થળાતંર અને આર્થિક પ્રવૃતિઓમાં આવેલા બદલાવને કારણે ખેતીની જમીન ખરીદીને તબક્કે મહેસૂલી તંત્રમાં ખેડૂત ખરાઈનું પ્રમાણ વધ્યુ છે. કોઈ બિનખેડૂત કે પછી ખોટી રીતે ખેડૂતનું સ્ટેટ્સ મેળવનાર વ્યક્તિ ખેતીની જમીન ખરીદી ન લે તે ઉદ્દેશથી ચાલતી આ વ્યવસ્થામાં અરજદાર ખેડૂતની પાસેથી છેક સને 1950-51થી પુરાવા માંગવામાં આવે છે. એટલે કે અરજદારના પિતા, પૂર્વજો મૂળ ખેડૂત હતા કે કેમ ? હતા તો ગણોત કે અન્ય કેઈ રીતે ખેતીની જમીન તેમને ઉપલબ્ધ થઈ તેની ચકાસણી થાય છે.Gujarat Agricultural Land Rule

ગુજરાતના વિકાસને વેગ આપવા બદલાશે કાયદો

એક સમય હતો જ્યારે આપણો દેશ માત્ર ખેતી પર નભતો હતો. આઝાદીના 75 વર્ષ પછી હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને અન્ય માળખાગત જરૂરીયાતોમાં જમીન મુખ્ય પરિબળ હોવાથી તેના વપરાશી સત્તા પ્રકારોમાં સરળીકરણ લાવવા માટે રિટાયર્ડ IAS અને મહેસૂલ વિભાગમાં તપાસણી કમિશનર રહેલા સી.એલ. મીણાના અધ્યક્ષપદે સરકારે એક કમિટી રચી હતી. ઉચ્ચસ્તરીય કમિટી મહેસૂલી કાયદાઓમાં સુધારણા માટે રિપોર્ટ તૈયાર કરી રહી છે. TP, ઔદ્યોગિક વિકાસનો ઈરાદો જાહેર થયો હોય તેવા ક્ષેત્રોમાં કોઈ પણ બિનખેડૂત વ્યક્તિ કલમ- 63 AA અને કલમ 65- ખ હેઠળ બોનાફાઈફડ પરપઝ સર્ટીની લાંબી પ્રક્રિયાને અનુસર્યા વગર સીધા જ ખેતીની જમીન ધારણ કરી શકે તેવી ભલામણ કરવામાં આવી રહી છે. જેના માટે ગણોતધારામાં ફેરફાર થશે.

જમીન ગઈ તો બિનખેડૂત બની જશો- Gujarat Agricultural Land Rule

ગુજરાત રાજ્ય મુંબઈ રાજ્યમાંથી અલગ થવાથી આ કાયદો પણ અન્ય કાયદાઓની માફક અમલમાં છે. આ કાયદામાં ગણોતધારાની કલમ-૬૩ મુજબ કોઈપણ બિનખેડુત વ્યક્તિ, કલેક્ટરની પરવાનગી સિવાય ખેતીની જમીન ધારણ કરી શક્તો નથી. હવે શિક્ષણનો વ્યાપ વધવાથી મોટાભાગના ખેડૂતો શિક્ષિત થયા છે. પરંતુ આજે પણ ઘણા ખેડૂતોને કાયદાની જાણકારી ન હોવાથી કોઈ અસાધારણ સંજોગોમાં ધારણ કરેલ જમીન એટલે કે ખાતાની જમીન વેચી દે તો તે વ્યક્તિ બિનખેડૂત બની જાય અને તે બીજી જમીન ધારણ ન કરી શકે.

કયા મુદ્દાઓ પર ટકેલું છે ગણોતધારાનું ગણિત?

આ સંદર્ભમાં સરકારમાં અનેક વખતે કશુક કરવાની રજૂઆતો થઈ છે. આ વખતે સરકારે પણ કોઈ ઠોસ પગલા ભરવાનુ મન બનાવી લીધુ છે. જેથી સરકારે ત્રણથી ચાર મહિના પહેલા જ નિવૃત્ત મહેસુલ સચિવ સી એલ મીનાના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવી છે. હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે. જિલ્લાના અધિકારીઓ પાસેથી મીના ફીડબેક લઈ રહ્યાં છે. કઈ કઈ કલમો વધારે કડક છે. તેમાં હવે કેવા ફેરફારો કઈ શકાય, હાલમાં જૂની શરતની જમીનની નવી શરતમાં ફેરફાર માટે કેટલી અરજીઓ આવી રહી છે, તેમાં શું અને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે, તેને કઈ રીતે ઘટાડી શકાય તેની સમીક્ષા કરાઈ રહી છે.-Gujarat Agricultural Land Rule

ક્યારે કરાશે કાયદામાં ફેરફાર?

કમિટીના સભ્યો જુદા જુદા કલેક્ટરો, જમીનના માલિકો અને જમીનના કાયદાના જાણકારો સાથે સતત મીટીંગો કરીને વવિધ જાણકારી મેળવી રહ્યાં છે. એટલુ ૪ નહી, કેટલાક સભ્યોને ગુજરાતની નહાર અન્ય રાજયોમાં પણ મોકલાયા છે. (ઓ ત્યાં જઈને ત્યાંના ગણોતધારાના કાયદાની જુદી જુદી કલમો અંગેની કાણકારી મેળવી રહ્યા છે. ત્યાર બાદ ગુજરાતમાં ખરેખર શું અને કેવા સુધારા કઈ રીતે થઈ શકે તેનો અહેવાલ તેયાર કરીને કમિટીને આપશે. ત્યાર બાદ કમિટી આ અંગે એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપશે. અહેવાલને આધારે સરકાર આ સંદર્ભમાં કોઈ નિર્ણય કરશે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે, આગામી એક મહિના દરમિયાન કમિટી પોતાનો રિપોર્ટ સોંપી શકે છે. એટલે કે લોકસભાની ચૂંટણી પછી આ અંગેનો નિર્ણય લેવાશે. કેન્દ્ર સરકારની લીલી જંડી મળ્યા પછી જ કાયદામાં ફેરફારો કરવાનો નિર્ણય જાહેર કરાશે. કાયદામાં સુધારા વધારા કરવા હોય તો વિધાનસભામાં તેના માટેનુ બિલ લાવવુ પડશે. ઓર્ડિનન્સ પણ લાવી શકાય.

આ પણ વાંચો: Realme એ 5000mAh બેટરી અને Sony IMX890 OIS કેમેરાથી સજ્જ સૌથી મજબૂત સ્માર્ટફોન થયો લોન્ચ.

ખેતીની જમીન અંગે શું છે ગુજરાત સરકારની આગામી પ્લાન?

રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા સરકાર કરવા જઈ રહી છે કાયદામાં ફેરફાર. ગુજરાત સરકાર આગામી ટૂંક સમયમાં જ્યાં શહેરી વિકાસ કે ઔદ્યોગિક વિકાસ માટે ટાઉન પ્લાનિંગ- TP, ઝોનિંગનો ઈરાદો જાહેર થયો હોય ત્યાં બિનખેડૂત વ્યક્તિ સીધી જ ખેતીની જમીન ખરીદી શકે તે દિશામાં મહેસૂલી કાયદાઓમાં ફેરફાર કરવા આગળ વધી રહી છે. હાલ નિવૃત્ત આઈએએસ અધિકારીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય કમિટી આ અંગે સંશોધન કરીને લગભગ કાયદામાં સુધારાના ફાઈનલ ટચઅપ સુધી પહોંચી ગઈ છે.