GSSSB Exam Pattern: ગુજરાત સરકાર 4300થી વધારે પદો પર નવી ભરતી કરવાની જાહેરાત કરી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત ગ્રેડ 1 અને 2 સહિત વિવિધ 20 કેટર માટે કુલ 4300 પદો પર ભરતી કરવાનું જાહેરનામું બહાર પાડ્યુ છે.
Exam Pattern: ગુજરાત ગૌણ સેવા ભરતી માટે તૈયારી કેવી રીતે કરશો
સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે એક ઉત્તમ તક મળી છે. ગુજરાત સરકાર 4300થી વધારે પદો પર નવી ભરતી કરવાની જાહેરાત કરી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે(GSSSB) હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત ગ્રેડ 1 અને 2 સહિત વિવિધ 20 કેટર માટે કુલ 4300 પદો પર ભરતી કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.
આ સરકારી નોકરી માટે 4 જાન્યુઆરી, 2024થી ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરવાની શરૂઆત થઇ છે. આવનારા મહિનાઓમાં પરીક્ષા પણ લેવામાં આવશે ત્યારે આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારોએ એ જાણવું જરૂરી છે કે ગુજરાત ગૌણ સેવાની ભરતી માટે પરીક્ષા પેટર્ન કેવી રહેશે અને પસંદગી પક્રિયા કેવી રહેશે.
GSSSB ભરતી પરીક્ષા, બે તબક્કામાં લેવાશે પરીક્ષા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB) દ્વારા વિવિધ પોસ્ટ માટેની કુલ 4300થી વધારે જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ પદો ભરવા માટે મંડળ દ્વારા ઉમેદવારો પસંદગી કરવા માટે પરીક્ષા પદ્ધતિ રાખવામાં આવશે. આ પરીક્ષા બે તબક્કામાં લેવાશે. ઉમેદવારોને અહીં પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પક્રિયા વિશે સમજાવવામાં આવ્યું છે.
GSSSB Exam 2024: પહેલો તબક્કો – પ્રાથમિક પરીક્ષા
- મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં ગ્રુપ- એ અને ગ્રુપ – બી હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી કમ્પ્યુટર બેઝ્ડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.
- પ્રાથમિક પરીક્ષા 100 પ્રશ્નોના પ્રશ્નદીઠ 1 ગુણ લેખે કુલ 100 ગુણની રહેશે. પરીક્ષાનો સમયે 60 મિનિટનો રહેશે.
- પ્રશ્નના પ્રત્યેક ખોટા જવબાદીઠ 0.25 ગુણ નેગેટીવ માર્કિંગ રહેશે
- દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની 20 મીનીટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે.
- પ્રાથમિક કસોટી ફક્ટ સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે, પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહીં
- અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.
- પ્રાથમિક પરીક્ષાને અંતે ગ્રુપ – એ અને ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલા ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે. અને ગ્રુપ એ અને ગ્રુપ બે માટે મેરીટસના આધારે ભરવાની થતી કેટેગરીવાઇઝ જગ્યાના સાત ગણા ઉમેદવારોને ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.
આ પણ વાચો: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4304 જગ્યાઓ પર ભરતી જાહેર
GSSSB Exam 2024: બીજો તબક્કો – મુખ્ય પરીક્ષા
પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ ગ્રૂપ એ માટે વર્ણાત્મક જ્યારે ગ્રુપ બી માટે એમસીક્યૂ પ્રકારના પ્રશ્નો ધરાવતી કમ્પ્યુટર બેઇઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.
લઘુત્તમ લાયકી ધોરણ – પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલી પરીક્ષામાં મેળવેલા ગુણનું ન્યુનત્તમ ગુણવત્તા ધોરણ 40 ટકા રાખવામાં આવ્યું છે. ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ગુણવત્તાનું ધોરણ 40 ટકા માર્કસ નિયત કરવામાં આવ્યા છે. તેમાં કોણપણ કેટેગરીના ઉમેદવારો માટે 40 ટકા માર્કસ કરતા ઓછા ન્યુનતમ ગણવત્તા ધોરણ કોઇપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં.
ઉમેદવારોએ શું ધ્યાન રાખવું?
- મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલા ઉમેદવારો જાહેરાત અન્વયેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાત સંતોષે છે તેમ માનીને મુખ્ય પરીક્ષા માટે શરતી પ્રવેશ આપવામાં આવશે.
- આ પરીક્ષા Computer Based Response test પદ્ધતિથી મલ્ટી સેશનમાં યોજવાની હોવાથી ઉમેદવારોનું નોર્મલાઇઝેશન પદ્ધતિથી યોગ્ય મુલ્યાંકન કરી પરીક્ષાનું પરીણામ તૈયાર કરવામાં આવશે. તથા નોર્મલાઇઝેશન પદ્ધતિ બાદના ઉમેદવારના માર્કસ પસંદગી યાદી તૈયાર કરવા તથા કટ ઓફ માર્કસ માટે ગણતરીમાં લેવામાં આવશે.