GSEB Duplicate Marksheet: ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો, ઘરે બેઠા અરજી કરો

GSEB Duplicate Marksheet, ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો ઘરે બેઠા: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે. બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પ્રમાણપત્રો ઓનાલાઈન મુકવામાં આવ્યા છે. વર્ષ 1952 થી અત્યાર સુધીના બધા જ પ્રમાણપત્ર ઓનલાઇન મુકી દેવામાં આવ્યા છે. ધોરણ 10/12 ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ધોરણ-૧૦ નો વર્ષ- ૧૯૫૨ થી વર્ષ-૨૦૧૯ અને ધોરણ-૧૨ નો વર્ષ-૧૯૭૮ થી વર્ષ-૨૦૧૯ સુધીના પરિણામના રેકર્ડ રજીસ્ટર સ્વરૂપમાં નિભાવવામાં આવેલ છે. બોર્ડની કચેરીમાં વિદ્યાર્થી સેવાકેન્દ્ર ખાતેથી આ રેકર્ડના આધારે વિદ્યાર્થીને ધોરણ-૧૦/૧૨ ની ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, ધોરણ- ૧૦/૧૨ પાસ વિદ્યાર્થીને માઇગ્રેશન આપવામાં આવતા હતા.

GSEB Duplicate Marksheet (ડુપ્લીકેટ માર્કશીટ મેળવો)

  • આર્ટિકલનું નામ GSEB Service 2023 (ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ)
  • આર્ટિકલની કેટેગરી વિવિધ ફોર્મ
  • ઉદેશ વર્ષ- ૧૯૫૨ થી તમામ ને ડુપ્લીકેટ માર્કશીટ મળી રહે.
  • અરજી પ્રકાર ઓનલાઈન
  • વેબસાઈટ www.gsebeservice.com

ધોરણ 10 અને 12ના પ્રમાણપત્રો ઓનાલાઈન

જે માટે વિદ્યાર્થીને કચેરીનું ફોર્મ ભરી શાળાના આચાર્યના સહી/સિક્કા કરાવી બોર્ડની કચેરીએ રૂબરૂ આવવાનું હતું, ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી વર્ષ દરમ્યાન ઘણાં વિદ્યાર્થીઓ ઉપરોક્ત પ્રમાણપત્રો લેવા ગાંધીનગર આવતા હતા જેમાં તેમના સમય અને નાણાનો વ્યય થતો હતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, દ્વારા અત્યાર સુધીના વર્ષોના ધોરણ-૧૦/૧૨ ના ૫,૦૦,૦૦,૦૦૦ (પાંચ કરોડ) જેટલા વિદ્યાર્થીઓના પરિણામના રેકર્ડનું ડિજીટાઇઝેશન કરી દેવામાં આવ્યું છે. આ રેકર્ડ ડિજીટાઇઝેશન અને વિદ્યાર્થીઓને આપવામાં આવતા પ્રમાણપત્રોની online પ્રક્રિયાનું ઉદ્દઘાટન માનનીય શિક્ષણમંત્રીશ્રી, ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે તા.૧૭/૦૨/૨૦૨૦ ના રોજ કરવામાં આવ્યું.

ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો

હવેથી વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર આવવુ નહી પડે, જેથી તેમના સમય અને નાણાંની બચત થશે. ઉપરોક્ત પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીઓએ gsebeservice.org વેબસાઇટ પર student online student services માં જઇ એપ્લીકેશન કરવાની રહેશે,.

આ પણ વાચો: Digital Gujarat Scholarship 2023: ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક વિધ્યાર્થીઓ માટે, અહીંથી ફોર્મ ભરો

ડુપ્લીકેટ માર્કશીટ ની ફી

  • પ્રમાણપત્રની ફી: ૫૦/- રૂ/.
  • ડુપ્લીકેટ માર્કશીટ ફી: ૫૦/- રૂ/.
  • માઇગ્રેશન ફી: ૧૦૦/- રૂ/.
  • દરેકનો સ્પીડ-પોસ્ટનો ચાર્જ: ૫૦/- રૂ।. જેથી વિદ્યાર્થી ઘેર બેઠા પ્રમાણપત્ર મેળવી શકાશે.

Important Link

ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા અરજી કરોઅહીં ક્લિક કરો
માઈગ્રેશન સર્ટિફિકેટ માટે અરજી કરોઅહીં ક્લિક કરો

ઘરે બેઠા અરજી કરો આવી રીતે અરજી કરો

સ્ટેપ-1 સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ પર જાઓ -> www.gsebeservice.com
સ્ટેપ-2 Duplicate Marksheet ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ-3 સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરો.
સ્ટેપ-4 માંગેલ તમામ વિગતો ભરો.
સ્ટેપ-5 રજીસ્ટ્ર બટન પર ક્લિક કરો.
સ્ટેપ-6 લોગીન બટન પર ક્લિક કરો અને માંગેલ માહિતી લખો.
સ્ટેપ-7 ઓનલાઈન પેમેન્ટ કરો.