GSEB 10th Result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10નુ રીજલ્ટ આવતી કાલે જાહેર થશે, જુઓ રીજલ્ટ કેવી રીતે ચેક કરશો?

GSEB 10th Result 2024: ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહ્યા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવવાનો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 11 મેના રોજ એટલે કે આવતીકાલે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org પર સવારે 8 વાગ્યાથી પરિણામ જોઈ શકશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત બોર્ડ ધોરણ 10ના રીજલ્ટ આવતી કાલે જાહેર થશે – GSEB 10th Result 2024

GSEB 10th Result 2024: ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતુ. સાથે જ ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયુ છે. ત્યારે હવે ધોરણ-10ના વિદ્યાર્થીઓને આશા જાગી છે કે, હવે તેમનું પરિણામ ક્યારે મળશે. ત્યારે ત્યારે હવે બોર્ડ દ્વારા ધોરણ-10 ના પરિણામની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પરિણામની જાહેરાત કરી કે,ધોરણ 10નું નું પરિણામ 11 તારીખે જાહેર થશે. તારીખ 11 મીના રોજ સવારે આઠ વાગે ધોરણ 10 નું પરિણામ જાહેર થશે. એટલે કે, ધોરણ-10ના પરિણામ માટે હવે ગણતરીના કલાકો જ બાકી છે.

આ પણ વાચો: ધોરણ 10 અને 12 પાસ કર્યા પછી શુ કરવુ જોઇએ? અહી જાણો સંપુર્ણ માહિતી

તમારુ રિજલ્ટ કેવી રીતે ચેક કરશો?

  • સૌ પ્રથમ ગુજરાત બોર્ડ(GSEB)ની ઓફિસિયલ વેબસાઇટ gseb.org પર જવાનું રહેશે.
  • અહીં તેના હોમ પેજ પર તમને પરિણામનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
  • હવે અહીં સીટ નંબર અને અન્ય જરૂરી વિગત ભરો
  • ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરો
  • આટલું કર્યા બાદ જ તમને તમારું રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળશે.
WhatsApp ગ્રૂપમાં જોડાવો!