GPSC એ 2024નાં વર્ષમાં ગુજરાતનાં સરકારી વિભાગમાં ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે. માહિતી અનુસાર આ વર્ષે 1625 જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે. આ આંકડો સંભવિત છે…આગળ જતાં તેમાં વધઘટ થઈ શકે છે.
GPSC એ વર્ષ 2024 માટે ભરતી કેલેન્ડર જાહેર કર્યું
- મમદનીશ ઈજનેર વર્ગ-2 ની 96 જગ્યા પર ભરતી કરાશે
- ગુજરાત ઈજનેરી સેવા વર્ગ-1,2 ની 16 જગ્યા પર ભરતી કરાશે
- રાજ્ય વેરા નીરીક્ષક વર્ગ 3 ની 573 જગ્યા માટે ભરતી કરાશે
- વીમા તબીબી અધિકારી વર્ગ 2 ની 147 જગ્યા પર ભરતી કરાશે
- બાગાયત અધિકારી વર્ગ-2 ની 25 જગ્યા પર ભરતી કરાશે
વધુ માહિતી માટે ઉમેદવારોએ આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પર અથવા તો આયોગનાં સત્તાવાર ટ્વિટર હેન્ડલ GPSC OFFICIALને ફોલો કરવાની સલાહ આયોગ દ્વારા આપવામાં આવી છે.
GPSC ભરતી કેલેન્ડર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
ઉમેદવારો માટે સૂચનાઓ
- જાહેરાત પ્રસિદ્ધ થવાની અને પ્રાથમિક/મુખ્ય પરીક્ષાની/રૂબરૂ મુલાકાતની ઉપરોક્ત તારીખો સંભવિત છે. અન્ય ભરતી બોર્ડની પરીક્ષાઓ અથવા એક કરતા વધારે પરીક્ષામાં કોમન ઉમેદવારોના તથા ભરતી નિયમો આખરી ન થવાના કિસ્સાઓમાં /વહીવટી કારણોસર કે કોઈપણ અસાધારણ સંજોગોમાં જાહેરાત કે પરીક્ષાની તારીખોમાં ફેરફાર થવાની શક્યતા રહેલ છે. જેની ઉમેદવારોએ નોંધ લેવી
- આયોગ દ્વારા હાલ દર્શાવેલ જગ્યાઓની સંખ્યા (ઉપરોક્ત ટેબલના કોલમ નં.૩ માં દર્શાવેલ જગ્યાઓની સંખ્યા) સૂચિત (સંભવિત) છે. સરકારશ્રીના વિભાગો દ્વારા તેઓના માંગણાપત્રકમાં દર્શાવ્યા પ્રમાણે જાહેરાતમાં જગ્યાઓની સંખ્યા વધઘટ સંભવ છે.
- ઉમેદવારોની સંખ્યા ધ્યાને લઈને પ્રાથમિક કસોટી “OMR” આધારિત કે “કૉમ્પ્યુટરબેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ” (CBRT) રહેશે.
- દર્શાવેલ જાહેરાતો માટેની મુખ્ય પરીક્ષાની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે અને તેના આધારે રૂબરુ મુલાકાતનો સંભવિત માસ જાહેર કરવામાં આવશે.