Gold-Silver price: આખરે ઘટ્યા સોનાના ભાવ, આજે નોંધાયો 400 રૂપિયાથી વધારે ઘટાડો

Gold-Silver price: આજે સાંજે 11.30 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 0.06 ટકાના વધારા સાથે 72,570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ મેના વાયદાનું ચાંદી 0.17 ટકાના વધારા સાથે 83,639 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આખરે ઘટ્યા સોનાના ભાવ – Gold-Silver price

ગઈકાલે રામનવમીના દિવસે નવી રેકોર્ડ હાઈ પર પહોંચ્યા બાદ આજે ફરીથી સોનું 73,000ના સ્તરની નીચે આવી ગયું છે. ગ્રીન ઝોનમાં ટ્રેડ થતા હોવા છતાય આજે સોના-ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સવારે 11.30 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 0.06 ટકાના વધારા સાથે 72,570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ મેના વાયદાનું ચાંદી 0.17 ટકાના વધારા સાથે 83,639 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે દબાણ જોવા મળ્યા બાદ સ્થાનિક સ્તરે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિક બજાર હોય કે વૈશ્વિક બજાર, 17 એપ્રિલ 2024ના રોજ સોનાએ નવો રેકોર્ડ નોંધાવ્યો છે. એમસીએક્સ પર સોનું તેજી સાથે 73,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે તેની નવી ઊંચાઈએ પહોંચ્યુ હતું.

સોના-ચાંદીની કિંમત (Gold-Silver price)

આજે સાંજે 11.30 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 0.06 ટકાના વધારા સાથે 72,570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ મેના વાયદાનું ચાંદી 0.17 ટકાના વધારા સાથે 83,639 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

આ પણ વાચો: શુ તમારી પાસે ચુટણી કાર્ડ નથી? તો જાણો કેવી રીતે મતદાન કરી શકાય

સોનાની રેકોર્ડ કિંમત (Gold-Silver price)

ઓગસ્ટ 2020 બાદ લગભગ અઢી વર્ષ પછી 2 ફેબ્રુઆરીના રોજ સોનાએ 58 હજારની સપાટી પાર કરી અને 58,660 રુપિયાની ટોચે પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે ત્યારબાદ સતત દોઢ-બે મહિને સોનું નવી નવી રેકોર્ડ કિંમતની સપાટી બનાવી રહ્યું છે. તેવામાં છેલ્લે એટલે કે 5 મે 2023ના રોજ સોનાએ ફરી અસામાન્ય રીતે ઉછળીને પોતાની નવી રેકોર્ડ કિંમત બનાવી હતી. MCX પર નોંધાયેલ આ નવી રેકોર્ડ કિંમત મુજબ એક તોલા સોનું 61,552 રુપિયા પર ટ્રેડ થયું હતું.

મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)