Gold Loan: ગોલ્ડ લોન લેનારાઓ માટે ખુશીના સમાચાર, બેંકોને ગોલ્ડ લોનની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો

Gold Loan: ગોલ્ડ લોન લેનારાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. નાણાં મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંકોને ગોલ્ડ લોનની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે. આ વિષય પર માહિતી આપતા ફાઈનાન્શિયલ સર્વિસ સેક્રેટરી વિવેક જોશીએ કહ્યું કે, અમે બેન્કોને ગોલ્ડ લોન બિઝનેસની સમીક્ષા કરવા કહ્યું છે. આ અંતર્ગત બેંકોને ગોલ્ડ લોન પર લેવામાં આવતી પ્રોસેસિંગ ફી, વ્યાજ દર અને એકાઉન્ટ ક્લોઝરની વિસંગતતાઓને સુધારવા માટે સૂચના આપવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગોલ્ડ લોન લેનારાઓ માટે ખુશીના સમાચાર, બેંકોને ગોલ્ડ લોનની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો- Gold Loan

હાલ સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. છેલ્લા 1 મહિનામાં 10 ગ્રામ સોનાના ભાવ 63,365 રૂપિયાથી વધીને 67,605 રૂપિયા થયા છે. પત્ર મુજબ ગોલ્ડ લોન અંગેના નિયમોનું પાલન ન કરવાના મામલા વિભાગના ધ્યાન પર આવ્યા છે. જે બાદ Gold Loanને લઇને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

Gold Loa- ઘણા કેસમાં જુદી-જુદી બેંક નિયમોનું પાલન ન કરતી હોવાનું ધ્યાન પર આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિસ એ જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓને લખેલા પત્રમાં તેમને ગોલ્ડ લોન સંબંધિત તેમની સિસ્ટમ અને પ્રક્રિયાઓની સમીક્ષા કરવા જણાવ્યું છે. Gold Loan

પત્રમાં જરૂરી ગોલ્ડ ગેરંટી વગર જ ગોલ્ડ લોનનું વિતરણ, ફી વસૂલાતમાં વિસંગતતા અને રોકડમાં ચુકવણીનો સમાવેશ થાય છે. Gold Loan અંગે ડીએફએસએ બેંકોને 1 જાન્યુઆરી, 2022 થી 31 જાન્યુઆરી, 2024 સુધીના છેલ્લા બે વર્ષના સમયગાળાની સંપૂર્ણ સમીક્ષા કરવા કહ્યુ છે.

આ પણ વાંચો: સોનું સસ્તું થયું, જુઓ આજના સોનાના ભાવ, આટલા રુપિયા સોનુ સસ્તુ થયુ

1 મહિનામાં 10 ગ્રામ સોનાના ભાવ 63,365 રૂપિયાથી વધીને 67,605 રૂપિયા પાર

હાલ સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. છેલ્લા 1 મહિનામાં 10 ગ્રામ સોનાના ભાવ 63,365 રૂપિયાથી વધીને 67,605 રૂપિયા થયા છે. પત્ર મુજબ ગોલ્ડ લોન અંગેના નિયમોનું પાલન ન કરવાના મામલા વિભાગના ધ્યાન પર આવ્યા છે. જે બાદ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. દેશની સૌથી મોટી બેંક SBI એ ડિસેમ્બર 2023 સુધી 30,881 કરોડ રૂપિયાની ગોલ્ડ લોન આપી છે.

Gold – Shilver Price Today – સોનાં-ચાંદીના આજના તાજા ભાવો જાણો અહીંંથી.

ગોલ્ડ લોન આપતી બેંક અથવા નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ જ્વેલરીની કિંમતના માત્ર 75 ટકા જ લોન આપી શકે છે – Gold Loan

RBI ના નિયમ અનુસાર, ગોલ્ડ લોન આપતી બેંક અથવા નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ જ્વેલરીની કિંમતના માત્ર 75 ટકા જ લોન આપી શકે છે. જો કે કોરોનાકાળ દરમિયાન તેમાં છૂટછાટ આપવામાં આવી હતી. આરબીઆઈએ ઓગસ્ટ 2020માં બિન-કૃષિ હેતુઓ માટે સોનાના દાગીના ગીરવે મૂકીને બેંકો પાસેથી ઉધાર લેવાની મર્યાદા 75 ટકાથી વધારીને 90 ટકા કરી હતી, જે 31 માર્ચ, 2021 સુધી ઉપલબ્ધ હતું.