GIFT City permits alcohol: ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ‘વાઈન એન્ડ ડાઈન’ શરૂ કરાતા વિવાદ શરૂ થયો છે. રાજકીય પ્રતિક્રિયાઓની સાથે મિમ્સ બનવાના શરૂ થયા છે; દારૂબંધી હટાવી લેવી જોઈએ એવું કહેતા શંકરસિંહ વાઘેલા અને દારૂબંધી રહેવી જોઈએ એવું કહેતા ભાજપના અલ્પેશ ઠાકોરે શું પ્રતિક્રિયા આપી
પોલીસ માટે ઓફર ‘દારૂડિયો પકડો, ₹200 લઈ જાઓ’- GIFT City permits alcohol
અમદાવાદમાં પોલીસને દારૂડિયા પકડવા પર 200 રૂપિયાનું ઈનામ જાહેર કરાયું છે, સામે લોકોએ પ્રાઈઝચાર્ટ કોમેન્ટ કર્યું જેમાં ના પકડવાના ભાવ લખ્યા છે; ગાંધીનગરમાં વિકસિત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં ગાય ઘુસી ગઈ, લોકોના જીવ તાળવે ચોંટી ગયા, આ બધું એવા સમયે થયું જ્યારે PMOના સેક્રેટરી વિઝિટ લેવાના હતા
આ પણ વાંચો: ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અપાઈ, અધિકૃત કર્મચારી-અધિકારીઓ અને મુલાકાતીઓ માટે નિર્ણય
સમગ્ર પ્રક્રીયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય GIFT City વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.૩ પરવાના ધરાવતી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.