Elections Latest News: લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થયા બાદ હવે ચૂંટણી પંચે દેશમાં વધુ એક ચૂંટણીની જાહેરાત કરી છે. 7 રાજ્યની 13 વિધાનસભા બેઠકો પર ચૂંટણી પંચે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે બિહાર, બંગાળ, મધ્ય પ્રદેશ સહિત 7 રાજ્યની 13 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. 13 બેઠકો પર પેટા ચૂંટણી માટે 10 જુલાઇએ મતદાન યોજાશે.
ફરી એકવાર ચૂંટણીની જાહેરાત – Elections Latest News
Elections Latest News: ચૂંટણી પંચે સોમવારે પશ્ચિમ બંગાળની ચાર બેઠકો સહિત સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. વર્તમાન સભ્યોના અવસાન અથવા રાજીનામાને કારણે ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. જે વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે તેમાં બિહારની રૂપૌલી, પશ્ચિમ બંગાળના રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા અને માણિકતલા, તમિલનાડુનું વિક્રવંડી, મધ્ય પ્રદેશનું અમરવાડા, ઉત્તરાખંડનું બદ્રીનાથ અને મેંગલોર, પંજાબના જલંધર પશ્ચિમ અને હિમાચલ પ્રદેશના દેહરા, હમીરપુર અને નાલાગઢનો સમાવેશ થાય છે.
10 જુલાઇએ પેટા ચૂંટણી માટે મતદાન
10 જુલાઇએ બિહારની એક, બંગાળની 4, તમિલનાડુની 1, મધ્ય પ્રદેશની 1, ઉત્તરાખંડની 2, પંજાબની 1, હિમાચલ પ્રદેશની 3 બેઠકો પર મતદાન યોજાશે. ચૂંટણી પંચ અનુસાર, આ બેઠકો પર
- નોટિફિકેશન 14 જૂને જાહેર થશે.
- નોમિનેશનની અંતિમ તારીખ 21 જૂન હશે.
- નોમિનેશન સ્ક્રૂટની 24 જૂને થશે.
- નોમિનેશન પરત લેવાની અંતિમ તારીખ 26 જૂન નક્કી કરવામાં આવી છે.
- મતદાન 10 જુલાઇએ યોજાશે
- પરિણામ 13 જુલાઇે જાહેર થશે.
આ પણ વાચો: સ્કૂલ વેકેશન લંબાવવા અંગે મોટા અપડેટ, જાણો શાળાઓ ક્યારે ખૂલશે? આ તારીખથી શરૂ થશે શાળા
આ મતવિસ્તારોની આટલી બેઠકો પર 10 જુલાઈએ પેટાચૂંટણી યોજાશે:
- બિહાર: 1
- પશ્ચિમ બંગાળ: 4
- તમિલનાડુ: 1
- મધ્ય પ્રદેશ: 1
- ઉત્તરાખંડ: 2
- પંજાબ: 1
- હિમાચલ પ્રદેશ: 3