Election List: હવે ઘરે બેઠા મતદારયાદી લિસ્ટમાં તમારુ નામ ઓનલાઈન ચેક કરો, લોકસભા 2024ની ચૂંટણી યાદીમાં નામ છે કે નહીં

Election List: લોકસભા 2024ની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ચુંટણીની શરૂઆત 19 એપ્રિલથી થવાની છે, જે 7 તબક્કામાં યોજવામાં આવશે. આ ચૂંટણીનું પરિણામ 4 જૂનના રોજ આવશે. હવે ચૂંટણી એટલે મત આપવાનો, આપણા મતદાનના અધિકારના ઉપયોગનો દિવસ. મત આપવો એ આપણા સૌની ફરજ છે, પરંતુ મત આપતા પહેલા તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે ચેક કરવું જરૂરી છે. જો તમારું નામ મતદાર યાદીમાં નહીં હોય, તો તમે મત આપી શક્શો નહીં. કેટલીવાર લોકોને ખબર જ નથી હોતી કે એમનું નામ મતદારની યાદીમાંથી રદ થઇ ગયું છે. જયારે આપણે મત આપવા જઈએ ત્યારે ખબર પડે છે કે મતદાર યાદીમાં તો નામ જ નથી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હવે ઘરે બેઠા મતદારયાદી લિસ્ટમાં તમારુ નામ ઓનલાઈન ચેક કરો, લોકસભા 2024ની ચૂંટણી યાદીમાં નામ છે કે નહીં- Election List

તમારી સાથે આવી ઘટના ના બને તે માટે અગાઉથી જ તપાસી લો મતદારની યાદીમાં તમારું નામ છે કે નથી. આના માટે તમારે કોઈપણ જગ્યાએ જવાની જરૂર નથી. ઘરે બેઠા તમારા સ્માર્ટફોન કે લેપટોપ પર જ મતદાર યાદીમાં નામ તપાસી શકો છો. આવો જાણીએ મતદાર યાદીમાં નામ જોવાની પ્રોસેસ.Election List

આ પણ વાંચો: આયુષ્યમાન કાર્ડ બનાવો ઘરે બેઠા બિલકુલ ફ્રીમાં, મળશે 10 લાખ સુધીની સહાય

મતદાર યાદીમાં નામ કેવી રીતે ચેક કરવું?

સ્ટેપ 1 : મતદાર યાદીમાં ઓનલાઇન નામ ચેક કરવા માટે તમારે સૌથી પહેલા https://electoralsearch.eci.gov.in/ પર જવાનું છે.

સ્ટેપ 2 : હવે તમારી સ્ક્રીન પર વોટર્સ સર્વિસ પોર્ટલ ખુલશે. આ પોર્ટલ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે. તમે તમારી અનુકૂળતા મુજબ ભાષા પસંદ કરી શકો છો.

સ્ટેપ 3 : અહીં તમને ત્રણ વિકલ્પો જોવા મળશે જેમાં તમે માહિતી દ્વારા, EPIC નંબર અને મોબાઈલ નંબર દ્વારા તમે વોટર્સ લિસ્ટમાં તમારું નામ સર્ચ કરી શકો છો.

  • જો તમે માહિતી દ્વારા સર્ચનો, વિકલ્પ પસંદ કરશો તો તેમાં તમારે રાજ્યનું નામ, તમારી જન્મ તારીખ જેવી વિગતો ભરીને સર્ચ કરવાનું છે.
  • EPIC વાળા વિકલ્પમાં તમારે વોટર કાર્ડ પર આપેલો EPIC નંબર ભરીને સર્ચ કરવાનું રહેશે.
  • મોબાઈલવાળા વિકલ્પમાં તમારે રજિસ્ટર મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ ભરીને સર્ચ કરવું પડશે. આ પ્રોસેસમાં વેરિફિકેશન માટે મોબાઈલ નંબર પર OTP આવશે.

તમે ઉપરોક્ત કોઈપણ વિકલ્પો દ્વારા મતદાર યાદીમાં તમારું નામ શોધી શકો છો. નોંધનીય બાબત એ છે કે મત આપવા માટે તમારું નામ મતદાર યાદીમાં હોવું ફરજિયાત છે. જો તમારું નામ મતદાર યાદીમાં નથી, તો તમે મતદાન કરી શકશો નહીં.

WhatsApp ગ્રૂપમાં જોડાવો!