Earning Tips: જો તમારી પાસે એક રૂપિયાની આ જૂની નોટ છે તો તમે ઘરે બેઠા લખપતિ બની શકો છો. જાણો કેવી રીતે. જો તમને જૂની વસ્તુઓ સાચવીને રાખવાનો શોખ છે તો તમને જણાવી દઈએ કે, સમયની સાથે આ વસ્તુઓની કિંમત ઘણી વધી જાય છે. જેમ કે, જૂની નોટ, સિક્કા કે બુક્સ જે મળવી મુશ્કેલ હોય. તમારી પાસે આવી કોઈ વસ્તુ હોય તો તમને તેની મોટી કિંમત મળી શકે છે. તમે ઘરે બેઠા લખપતિ બની શકો છો.
શુ તમારી પાસે એક રૂપિયાની નોટ છે તો તમે ઘરે બેઠા 7 લાખ રૂપિયાના માલિક બની જશો – Earning Tips
26 વર્ષ પહેલાં ભારત સરકારે 1 રૂપિયાની નોટ બંધ કરી દીધી હતી. પરંતુ જાન્યુઆરી 2015માં તેને ફરી છાપવામાં આવી હતી. જે પછી આ નોટ બજારમાં નવા જ અવતારમાં આવી હતી. પણ આજે અમે તમને આઝાદીથી પહેલાંની એવી 1 રૂપિયાની નોટ વિશે જણાવી રહ્યાં છે જેને વેચીને તમે 7 લાખ મેળવી શકો છો.
તમને જણાવી દઈએ કે તમે આ નોટો માટે ઓનલાઇન વેબસાઇટ પર બોલી લગાવી શકો છો. તેમાંથી એક નોટ પર 7 લાખ રૂપિયા સુધીની બોલી લગાવવામાં આવી ચૂકી છે. ચાલો તમને આ નોટની ખાસિયત વિશે જણાવીએ.
નોટની ખાસિયત
7 લાખ રૂપિયામાં વેચાયેલી આ નોટની વિશેષતા એ છે કે આ આઝાદી પહેલાંની એકમાત્ર નોટ છે, જેના એ સમયના તત્કાલિન રાજ્યપાલ જેડબ્લ્યુ કેલી દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 80 વર્ષ જૂની આ નોટ બ્રિટિશ ઈન્ડિયા દ્વારા 1935માં જારી કરવામાં આવી હતી. એવું નથી કે ઈબે પર દરેક નોટ આટલી મોંઘી વેચાય છે, કેટલીક નોટો ઓછી કિંમતે પણ ઉપલબ્ધ છે. 1966ની એક રૂપિયાની નોટ 45 રૂપિયામાં પણ ઉપલબ્ધ છે. આવી જ રીતે 1957ની નોટ 57 રૂપિયામાં ઉપલબ્ધ છે.
આ પણ વાચો: મહિલાઓ માટે જોરદાર સ્કીમ, 2 વર્ષમાં અમીર બની જશે, અહીથી વધુ માહિતી મેળવો
નોટોના બંડલ થી પણ કરી શકો છો કમાણી
આ સિવાય તમે નોટોના બંડલથી પણ કમાણી કરી શકો છો. વર્ષ 1949, 1957, અને 1964ની 59 નોટોના બંડલના ભાવ 34,999 રૂપિયા છે. જ્યારે 1957ની એક રૂપિયાની નોટનું એક બંડલ 15 હજાર રૂપિયામાં પણ ઉપલબ્ધ છે. વર્ષ 1968ના એક રૂપિયાનું એક બંડલ 5500 રૂપિયાનું છે. ખાસ વાત એ છે કે તેમાં એક નોટ 786 નંબરની પણ છે. મોટાભાગની નોટોના ઓર્ડરની શિપિંગ ફ્રી છે, જ્યારે કેટલાકમાં 90 રૂપિયા સુધીના શિપિંગ ચાર્જ લાગે છે. ચૂકવણી ઓનલાઈન જ કરવી પડશે. કેશ ઓન ડિલિવરીનું ઓપ્શન ઉપબલ્ધ નથી.
તમને જણાવી દઈએ કે આ સમયે આવી ઘણી વેબસાઇટ્સ છે જ્યાં જૂની નોટો અને સિક્કાઓની ખરીદી અને વેચાણ કરવામાં આવી રહ્યાં છે, જો તમારી જૂની નોટો અને સિક્કાઓ નિર્ધારિત શરતો અનુસાર છે તો તમને ખૂબ સારાં પૈસા મળી શકે છે.