E Shram Card New Service Launch: શું તમે પણ ઈ શ્રમ કાર્ડ બનાવ્યું છે? જો હા, તો તમારા માટે સારા સમાચાર છે કે કેન્દ્ર સરકારે ઈ શ્રમ કાર્ડની 7 નવી સેવાઓ શરૂ કરી છે, જેનો લાભ તમે ઘરે બેઠા જ મેળવી શકો છો. અને તેથી જ અમે તમને આ લેખમાં ઇ શ્રમ કાર્ડની નવી સેવા લૉન્ચ વિશે વિગતવાર જણાવીશું, જેના માટે તમારે આ લેખ ધ્યાનથી વાંચવો પડશે. ઈ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન યોજના માટે દેશભરમાં 28.78 કરોડ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જો તમે પણ આ યોજનામાં લાભ લેવા માગતા હોવ અને પાત્રતા ધરાવતા હોવ તો આ રીતે રજિસ્ટ્રેશન કરી શકો.
શું છે આ ઇ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન યોજના ?
આપણા દેશના ગરીબ વર્ગને આર્થિક મદદ મળે એ માટે સરકાર ઘણી લોક કલ્યાણ યોજનાઓ ચલાવી રહી છે. જેવીજ આ એક ઇ-શ્રમ યોજના છે તે અંતર્ગત સરકાર અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરો માટે હાલ ઈ-શ્રમ કાર્ડ યોજના (E-Shram Card Ragistration) અંતર્ગત સરકાર અસંગઠિત ક્ષેત્રના મજૂરોને મફતમાં 2 લાખની અકસ્માત વીમો(Insurance) આપી રહી છે અને આંશિક અપંગતાના કિસ્સામાં રૂ.૧ લાખની વિમા સહાય આપવામાં આવે છે. મળતી માહીતી મુજબ સરકાર ઇ-શ્રમ કાર્ડ યોજનાના નોંધાયેલા સભ્યોને પેન્શન(Pension) આપવાની યોજના પર પણ વિચારણા કરી રહી છે ભવિષ્યમાં સારી સહાય યોજના કે અન્ય ગરીબ અસંગઠિત ક્ષત્રના કામદારોને લઇને સારા નિર્ણયો લઇ શકે છે.
ઇ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન પાત્રતા માટે શરતો
ઇ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કોણ કરાવી શકે ?
- ઈ-શ્રમ કાર્ડ યોજનાનો લાભ તે લોકો જ મેળવી શકે છે કે જેઓ EPFOના સભ્ય નથી અને ITR ફાઇલ કરતા નથી તેમજ કોઈપણ પ્રકારની પેન્શન યોજનાનો લાભ મળી રહ્યો નથી તે લોકો જ આ ઇ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કરાવી શકશે.
ઇ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કોણ કરાવી ન શકે ?
- જેઓ EPFOના સભ્ય છે અને ITR ફાઇલ કરે છે તેમજ કોઈપણ પ્રકારની પેન્શન યોજનાનો લાભ મેળવતા હશે એ લોકોને આ ઇ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન યોજનાનો લાભ મેળવી શકશે નહી કે રજીસ્ટ્રેશન કરાવી શકાશે નહીં.
- આ ઉપરાંત, યોજના હેઠળ ઘણી યોગ્યતા શરતો છે જે સરકારશ્રીનો ઠરાવ વાંચી અને અરજીમાં માંગેલ વિગતો જે અરજદારે પૂર્ણ કરવી જરૂરી છે.
E Shram Cardની 7 નવી સેવાઓ શરૂ કરાઇ
આ લેખમાં, અમે તમને માત્ર E Shram Card New Service શરૂઆત વિશે જ વિગતવાર જણાવીશું નહીં, પરંતુ અમે તમને એ પણ જણાવવા માંગીએ છીએ કે E Shram Card New Service લાભ મેળવવા માટે, તમારે તમારો E શ્રમ કાર્ડ નંબર સાથે રાખવો પડશે. અને તમારી સાથે આધાર. કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર તૈયાર રાખવો પડશે જેથી કરીને તમે સરળતાથી પોર્ટલ પર લોગીન કરી શકો અને આ સેવાઓનો લાભ મેળવી શકો.
ઇ શ્રમ કાર્ડની 7 નવી સેવાઓ શરૂ, જાણો કેવી રીતે તમે ઘરે બેઠા આ સેવાઓનો લાભ મેળવી શકશો?
આ લેખમાં, અમે એવા તમામ ઈ-શ્રમ કાર્ડ ધારકોનું હૃદયપૂર્વક સ્વાગત કરવા માંગીએ છીએ જેઓ તેમના ઈ-શ્રમ કાર્ડ પર વિવિધ સેવાઓનો લાભ મેળવવા માંગે છે અને તેથી જ અમે તમને આ લેખમાં E Shram Card New Service વિશે વિગતવાર માહિતી આપીશું. તમને નવી સર્વિસ લોન્ચ વિશે જણાવશે જેના માટે તમારે આ લેખ ધ્યાનથી વાંચવો પડશે.
અમે તમને જણાવવા માંગીએ છીએ કે ઇ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન દ્વારા નવી સેવા શરૂ કરવા માટે, તમારે ઓનલાઈન પ્રક્રિયાને અનુસરવી પડશે જેમાં તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં, આ માટે અમે તમને પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરીશું જેથી તમે સરળતાથી તેનો લાભ લઈ શકો. આ સેવાઓનો લાભ મેળવી શકે છે અને
આ પણ વાંચો: રેશનકાર્ડની નવી યાદી જાહેર, આ લોકોને જ મળશે મફત રાશન
ઇ-શ્રમ કાર્ડ નવી સેવા કેવી રીતે મેળવવી ?
- પાત્રતા યોજના સેવા શોધો,
- જોબ સર્વિસ શોધી રહ્યા છીએ,
- કૌશલ્ય સેવા શોધી રહ્યાં છીએ,
- એપ્રેન્ટિસ સેવા બનો,
- પેન્શન સેવા માટે નોંધણી કરો,
- ડિજિટલ સ્કીલ્સ તાલીમ સેવાઓ સાથે પ્રમાણિત મેળવો,
- પીએમ માતૃ વંદના યોજના સેવાઓ વગેરે.
ઇ-શ્રમ કાર્ડ હેઠળ ક્યા ક્યા લાભો મળે ? (e-shram card benefits)
- ઇ-શ્રમ કાર્ડ હેઠળ સરકાર અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરો માટે હાલ ઈ-શ્રમ કાર્ડ યોજના (E-Shram Card Ragistration) અંતર્ગત સરકાર અસંગઠિત ક્ષેત્રના મજૂરોને મફતમાં 2 લાખની અકસ્માત વીમો(Insurance) આપી રહી છે અને આંશિક અપંગતાના કિસ્સામાં રૂ.૧ લાખની વિમા સહાય આપવામાં આવે છે.
- સરકાર ઇ-શ્રમ કાર્ડ યોજનાના નોંધાયેલા સભ્યોને મળતી માહીતી મુજબ સરકાર ભવિષ્યમાં પેન્શન(Pension) આપવાની યોજના પર પણ વિચારણા કરી રહી છે ભવિષ્યમાં સારી સહાય યોજના કે અન્ય ગરીબ અસંગઠિત ક્ષત્રના કામદારોને લઇને સારા નિર્ણયો લઇ શકે છે.
ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરવા માટે જરૂરી દસ્તાવેજોની વિગતો (Required Documents For E-Shram Card )
- લેટેસ્ટ અપડેટ્સ વાળુ આધાર કાર્ડ
- મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય તેવો હોવો જરૂરી છે અથવા CHC તો આધાર ફિંગર મશીન દ્વારા ઓર્થોરાઇઝ કરાવીને પણ કરી શકો છો રજીસ્ટ્રેશન.
- બેંક એકાઉન્ટની વિગત કે પાસબૂક જેમાં આધારઆર્ડ સાથે લિંક હોય તેવુ અને E-KYC કરાવેલ હોય તેવુ, નોમીનેશન માટેનું કોઇપણ એક ડોક્યુમેન્ટ
- ઉંમર 16-59 વર્ષ ની અંદર હોવી જોઈ આ રીતે લેવી. (06-01-1962 to 05-01-2006).
E-Shram Card Registraion In Gujarat- ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન માટે નીચેના સ્ટેપ/ પગલાં અનુસરો.
1) ઈ-શ્રમ રજીસ્ટ્રેશન માટે ઈ-શ્રમ ના પોર્ટલ પર REGISTER on e-Shram નામનું ઓપ્શન મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. અથવા આ વેબાસાઇટ લિંક https://register.eshram.gov.in/#/user/self પર ક્લિક કરી ડાયરેક્ટ રજીસ્ટ્રેશન પર જઇ શકો છો.
2) તમારે ઈ-શ્રમ સેલ્ફ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાં તમારે પહેલા તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તે ત્યાં લખી અને કેપ્ચા કોડ ફીલ કરીને Send OTP પર દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અને ત્યારબાદ જે otp આવે ત્યાં દાખલ કરી અને Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
3) રજીસ્ટ્રેશન માટે OTP દાખલ કર્યા બાદ તમારા આધારકાર્ડ ની બધી માહિતી ત્યાં તમને જોવા મળશે જે તમારે એક વખત અને ત્યારબાદ તમારે term and condition ના ચેક બોક્સ ચેક કરીને ક્લિક કરીને Continue to Enter Other Details પર જાઓ.
4) હવે તમારી સામે તમારી વિગતો જેવી કે Personal Details ભરવાની રહેશે જેમાં તમારુ ઇમેઇલ આઈડી , મોબાઈલ નંબર , પિતાનું નામ ,જ્ઞાતિ ,બ્લડ ગ્રુપ અને નોમિની (વારસદાર) અને બેંન્ક એકાઉન્ટની આધાર કાર્ડ સાથે લિંક કરેલ ખાતાની વિગત ભરી નોમિની નું નામ ,જન્મ તારીખ ,જતી અને વારસદાર સાથે તમારો શું સંબંધ તથા નોમીનેશનની ઉંમર લખવાનું રહેશે આ સંપુર્ણ માહીતી ભર્યા બાદ Save and Continue પર જાઓ.
6) Save and Continue કર્યા બાદ તમારે રહેઠાણના સરનામાંની વિગતો (Residential Details) ભરવાની રહેશે જેમાં તમારે તમારું સંપુર્ણ સાચુ સરનામું લખવાનું રહેશે અને જેમાં તમારુ રાજ્ય અને જિલ્લો સિલેક્ટ એડ્રેસ ની વિગતો ભરી અને State Specific ID લખેલું છે તેમાં કંઈપણ લખવુ નહીં.
7) તમારા હાલનું સરનામું (Current Address) નું ઓપ્શન આવશે જેમાં તમારે વર્તમાનમાં જ્યાં રહો છો એ સરનામું લખવાનું રહશે. જો તમે ગામડા માં રહો છો Rural અને શહેર માં રહો છો તો Urban સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યાર બાદ તમારું સરનામું લખવાનું રહશે. જેમાં રાજ્ય અને જિલ્લો અને પીનકોડ સિલેક્ટ કરી અને વિગતો સંપુર્ણ રીતે ભરવાની રહેશે તે લખાઈ ગયા બાદ તમારે Save and Continue પાર ક્લિક કરવાનું રહેશે.
8) ત્યારબાદ હવે તમારે તમારી લાયકાત / Educational Details ભરવાની રહેશે. જેમાં તમે કેટલું ભણેલા છો એ લખવાનું રહેશે અને તમારા મહીના નો પગાર કેટલો છે એ લખવાનો રહેશે. અને તમારે કોઈપણ જાત ના ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ફરજીયાત નથી. તે લખાઈ ગયા બાદ તમારે Save and Continue પાર ક્લિક કરવાનું રહેશે.
9) ત્યારબાદ તમારે હવે Primary Occupation Details ભરવાની રહેશે. જેમાં તમે અત્યારે શું કામ કરો છુ તેની વિગત. જેમાં તમે શું કામ કરો છો કેટલા ટાઈમ થી કામ કરો છો. તે લખાઈ ગયા બાદ તમારે Save and Continue પાર ક્લિક કરવાનું રહેશે. જો તમને તમે શું કામ કરો છો એનું ઓપ્શન ના મળતું હોઈ તો તમે આ PDF માંથી જોઈ શકો છો.
10) ત્યારબાદ તમારે હવે Bank Details ભરવાની રહેશે. જેમાં તમારે બે વખત તમારા બેંક ખાતા નંબર અને IFSC કોડ લખવાનો રહેશે જે કરવાથી તમારી બેંક ની કઈ શાખા છે એની વિગત ઓટોમેટિક આવી જશે. તે લખાઈ ગયા બાદ તમારે Save and Continue પાર ક્લિક કરવાનું રહેશે.
11) ત્યારબાદ તમારે હવે તમે જે વિગતો ભરી છે એ તમને બતાવશે તો તમારે એ જોઈ લેવાનું છે કે કઈ વાંધો નથી ને અને જો કઈ પ્રોબ્લેમ હોઈ તો તમે ત્યાંથી edit કરી શકો છો. નીચે Edit નું બટન આપેલું છે. અને જો બધી વિગત સાચી હોઈ તો તમારે declaration માં આપેલું ચેકબોક્સ સિલેક્ટ કરી ને Submit બટન પાર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે તમારું ઈ-શ્રમ કાર્ડ ડાઉનલોડ બટન અને જોવા મળશે એના પરથી તમે તમારુ બનાવેલ ઇ-શ્રમ કાર્ડ મેળવી શકશો.
ઇ-શ્રમ કાર્ડ ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
ઇ-શ્રમ કાર્ડમાં સેલ્ફ રજીસ્ટ્રેશન કરવા માટે | અહીં ક્લિક કરો |
આવનાર સરકારી યોજનાઓ વિશે માહીતી મેળવવા માટે | અહીંં ક્લિક કરો |
તમે તમારા ઈ-શ્રમ કાર્ડની મદદથી ઉપરોક્ત તમામ સેવાઓનો લાભ મેળવી શકો છો.