DiskDigger App: ઘણી વખત એવુ બનતુ હોય છે કે આપણી ભૂલથી ફોનમાં અનેક ફોટાઓ ડિલીટ થઇ જાય છે. આ ફોટાઓને રિકવર કરવા માટે આપણે અનેક પ્રયત્ન કરીએ છીએ છતા પાછા મળતા નથી. જો તમારા તમારા ફોનમાંથી કોઈ ફોટો ડિલીટ થઈ ગયો છે અને તમે તેને રીકવર કરવા માંગો છો તો ડરવાની થવાની જરૂર નથી. આજે અમે તમને એક એવી એપ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેનાથી તમે ડિલીટ ફોટાને રિકવર કરી શકશો.
તમે જરુરી હોય એવા ફોટો અને વિડીયો DiskDigger એપની મદદથી પરત મેળવી શકો છો અને તેને ફરીથી ફોલ્ડરમા સેવ કરી શકો છો. ડીલીટ થયેલા ફોટો રીકવર કરવા માટે DiskDigger એ સૌથી સફળ અને સૌથી વધુ વપરાતી એપ છે.
DiskDigger App Features
DiskDigger એપ ડીલીટ થયેલા ફોટો રીકવર કરવા માટે અનેક ફીચર ધરાવે છે. આ એપના ફીચર નીચે મુજબ છે.
- DiskDigger એપ Delete photo Recover માટે બેકઅપ બનાવે છે અને તાજેતરમાં ફોનમાથી ડીલીટ થયેલા ફોટોને પાછા રીકવર કરી આપે છે.
- ફોનની ઇંટરનલ મેમરી અથવા બાહ્ય મીડિયામાંથી ડીલીટ થયેલા ફાઇલો પાછી મેળવી શકાય છે.
- ફોનમાથી ડીલીટ કરેલા ફોટો અને ઈમેજીસ સફળતાપૂર્વક પાછા મેળવી શકાય છે.
- ફોનમાથી ડીલીટ કરેલા નાખેલ વિડિઓ પુનઃપ્રાપ્ત કરી શકાય છે.
- કોઈપણ ફોર્મેટમાં ડીલીટ થયેલ ડોકયુમેંટ ફાઈલો પાછી રીકવર કરો.
- બેકઅપ માટે ક્લાઉડ સ્ટોરેજ નો વિકલ્પ પણ આપે છે.
- DiskDigger એપ વાપરવામા ખૂબ જ સરળ છે. કોઇ પણ વ્યક્તિ આસાન સ્ટેપથી ડીલીટ થયેલો ડેટા રીકવર લઇ શકે છે.
- ઇન્ટરનલ મેમરી જગ્યા બનાવવા માટે ક્લીન એપનો ઓપશન પણ આપે છે.
તમે Android માટે ઑપ્ટિમાઇઝ ડેટા પુનઃપ્રાપ્તિનો ઉપયોગ કરીને કાઢી નાખેલ વિડિઓઝને તેમજ કાઢી નાખેલ ચિત્રો, દસ્તાવેજો અને ઑડિઓ ફાઇલોને પુનઃસ્થાપિત કરી શકો છો.
કેટલીકવાર આપણા ફોનમા મેમરી ફુલ થઇ જતી હોય છે આવે વખતે જગ્યા ખાલી કરતી વખતે જરુરી ડેટા ડીલીટ થઇ જતો હોય છે. કેટલીક મહત્વપૂર્ણ અને ઉપયોગી ફાઇલો ડીલીટ થઇ જતી હોય છે. ફોટા પુનઃપ્રાપ્ત કરવા અને કાઢી નાખેલ વિડિઓઝ પુનઃસ્થાપિત કરવા માટે તમારા સ્માર્ટફોનને રુટ કરવાની જરૂર નથી.
આ પણ વાચો: 1951 થી જુના 7/12 ની નકલ અને 8 અ ના ઉતારા ઓનલાઇન મેળવો, અહીંથી ઉતારા ડાઉનલોડ કરો
એપની મદદથી ડિલીટ થયેલા ફોટા પાછા કેવી રીતે મેળવવા
આ માટે સૌથી પહેલા તમારે તમારા ફોન પર એક થર્ડ પાર્ટી એપને ડાઉનલોડ કરવી પડશે. તેની મદદથી તમે તમારા ડિલીટ ફોટાને સરળતાથી રીકવર કરી શકો છો.
- સૌ પ્રથમ તમારા ફોનમાં DiskDigger એપ્લિકેશન ડાઉનલોડ કરો
- આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કર્યા બાદ તેને ઓપન કરો અને “Start Basic Photo Scan” પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારા ફોનમાં સ્કેનિંગ શરૂ થઇ જશે.
- સ્કેનિંગ બાદ તમારે ફોટોનું લીસ્ટ ખોલવુ પડશે, જે ફોટાને તમે રિકવર કરવા માંગો છો તેને સિલેક્ટ કરો.
- ત્યારબાદ રીકવર બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે કેટલાક ઑપ્શન્સ દેખાશે જ્યાં પણ તમે તે ફોટાને સેવ કરવા માંગો છો તેને સિલેક્ટ કરો.
- ત્યારબાદ તમારા ડિલીટ ફોટાઓ તમારા ફોનમાં સેવ થઇ જશે.
આ રીતે તમે તમારા મોબાઇલમા ડીલીટ થયેલા ફોટા પાછા મેળવી શકો છો.