Covid Cases in India: દેશમાં કોરોનાના એક્ટિવ કેસ મામલે ગુજરાત પાંચમાં નંબરે, અમદાવાદમાં વધુ 5 કેસ નોંધાયા, જાણો વધુ માહિતી

Covid Cases in India: ભારતમાં આજે કોરોનાના 628 નવા કેસ નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસ વધીને 4,054 થઈ ગયા છે. આ વચ્ચે ગુજરાતમાં પણ કોરોના ધીરે ધીરે મોટું સ્વરૂપ લઈ રહ્યો છે. હાલ ગુજરાતમાં 54 એક્ટિવ કેસ છે. જે દેશમાં પાંચમાં ક્રમે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો- Covid Cases in India

અમદાવાદમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે, જેમાં 2 મહિલાઓ અને 3 પુરુષો કોરોના સંક્રમિત થયા છે. આ તમામ અમદાવાદ શહેરના ખાડિયા, બોડકદેવ, નવરંગપુરા અને દરિયાપુરના રહેવાસી છે. જેમાંથી બે દર્દી ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે. જેઓ બેંગલુરુથી આવ્યા હતા.આ નવા કોરોનાના કેસ સાથે અમદાવાદમાં કુલ એક્ટિવ કેસ 35 પર પહોંચ્યા છે. જોકે, ત્રણ લોકો સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે.

દેશમાં ગુજરાત પાંચમા ક્રમે

રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી કરાઈ રહી છે. ક્રિસમસની રજાને લઈને આવતીકાલથી કામગીરી શરૂ કરાશે. હાલ અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે. સોલા સિવિલમાં કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરાયો છે. 25 બેડનો કોરોના માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે.

આ પણ વાંચો:  હવે બાળકો પણ ભણશે મહાભારત અને રામાયણના પાઠ! પુસ્તકોમાં મહાકાવ્યો સામેલ કરવા NCERT એ કરી ભલામણ

કાલથી શરૂ થશે ટેસ્ટિંગ પ્રક્રિયા

રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી કરાઈ રહી છે. ક્રિસમસની રજાને લઈને આવતીકાલથી કામગીરી શરૂ કરાશે. હાલ અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે. સોલા સિવિલમાં કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરાયો છે. 25 બેડનો કોરોના માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે.- Covid Cases in India