Cotton prices: આ વર્ષે ગુજરાતમાં ખેડૂતોને કપાસના પૂરતા ભાવ કેમ નથી મળી રહ્યા, જાણો શું છે મોટું કારણ?

Cotton prices: મિત્રો અત્યારે માર્કેટયાર્ડ ખાતે રોજની 20 થી 25 ગાડી કપાસની મોટી આવક થઈ રહી છે. પરંતુ પાટણ જિલ્લાના ખેડૂતોની તેમની આર્થિક જીવાદોરી સમાન પાટણ જિલ્લાના નવા ગંજ બજાર માર્કેટ યાર્ડ દિવાળીના મીની વેકેશન બાદ ફરી ધમધમતું થયું છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Cotton prices

  • પાટણ જિલ્લાના માર્કેટ યાર્ડમાં ખેત ઉપજ ની આવક દિવાળીના મીની વેકેશન પછી શરૂ થાય છે. જેને લઈને માર્કેટયાર્ડ ધમધમતું જોવા મળી રહ્યું છે કપાસના ભાવમાં (Cotton prices) ગયા વર્ષ કરતા આ વર્ષ 150 થી 200 રૂપિયાનો ઘટાડો જોવા મળયો છે તેના લીધે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

ખેડૂતો પર પડતા પર પાટુ

  • હાલમાં ખેડૂતો પોતાની ખેતીની ઉપજનો માંલ માર્કેટ યાર્ડમા વેચવા આવે છે. માર્કેટયાર્ડમાં એરંડા, કપાસ, રાયડો સહિતના પાકોનુ ખરીદ – વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યું છે પણ આ વર્ષે વરસાદ અને વાવાઝોડાને કારણે કપાસના માલમાં મોટુ નુકસાન થયુ છે. જેને લઇ ઉત્પાદન માં પણ ઘટાડો નોંધાતા ખેડૂતો પર પડતા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છૅ તો આ બચેલો કપાસ નો માલ પાટણ માર્કેટ યાર્ડ માં વેચવા માટે લઈ જતા ભાવ પણ નીચા રહેતા ખેડૂતો ની હાલત કફોડી બની છે. અને ચાલુ વર્ષે કપાસના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

ખેડૂતો મૂંઝવણમાં મુકાયા

  • પાટણ માર્કેટયાર્ડમાં કપાસની હરાજી શરૂ થઈ ગઈ છે, પરંતુ કપાસના ભાવ તળિયે ગયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે આ વર્ષ વરસાદ અને વાવાઝોડાને કારણે પાકોને મોટુ નુકસાન થયું છે ગયા વર્ષે કપાસના જે ભાવો હતા એના કરતાં પણ આ વર્ષે કપાસના ભાવમા 150 થી 200 રૂપિયાનો ઘટાડો જોવા મલ્યો છે. જેથી ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે રુ 1500 થી વધુ નો ભાવ ખેડૂતોને મળે તો તેમને પોસાય તેમ છે.

આ પણ વાંચો: પશુપાલન કરતા ખેડુતોને થશે લાભ સરકાર આપી રહી છે 60% સબસીડી સાથે ₹12 લાખની લોન.આ રીતે કરો અરજી

ગત વર્ષ કરતાં 150 થી 200 રૂપિયાનો ઘટાડો

  • ગયા વર્ષે ખેડૂતોને કપાસના (Cotton prices) 1600 થી 1750 રૂપિયાનો ભાવ મળ્યો હતો જ્યારે આ વર્ષે ખેડૂતોને કપાસના 1350 થી 1400 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે.જેમાં ખેડૂતો ના ખેડ, ખાતર તેમજ મજૂરી પણ નીકળે એમ નથી કપાસ નો ભાવ રૂપિયા 1500 થી 1600ના થાય તો ખેડૂતોને પોષાય તેમ છૅ.

ખેતીવાડી, માર્કેટયાર્ડ ને લગતી તમામ અપ્ડેટ્સ ન્યુઝ તથા આજની માર્કેટયાર્ડ ભાવ અંગેની નવી અપડેટ્સ માટ આમરી વેબસાઇટ Digitalgujaratportal.com ની ની મુલાકાત લેતાં રહો અને તમારા મિત્રોને શેર કરો અને નીચે આપેલ ગૂગલ ન્યુઝ ફોલોવ બટનથી પેજને ફોલોવ કરી લો જેથી આવનાર તમામ અપ્ડેટ્સ તમને મળતી રહે. આભાર…