Coaching Sahay Yojana 2024: ટ્યુશન સહાય યોજનાનો હેતુ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત, વિધુર, વિકલાંગ અને વંચિત જ્ઞાતિના ધોરણ ૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન ફી માટે રૂ. 15,000ની ટ્યુશન ફી લેખે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.
Coaching Sahay Yojana 2024: ધોરણ 11 -12 સાયન્સના વિદ્યાર્થીઓને મળશે રૂ. 15,000/- ની ટ્યુશન ફી
યોજનાનું નામ | ટ્યુશન સહાય યોજના (Coaching Sahay Yojana 2024) |
સરકારી વિભાગ | ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા સંચાલિત. |
વિદ્યાર્થીની પાત્રતા. | ૧૧ અને ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ. |
પાત્રતા | વિદ્યાર્થીને ધોરણ-10 માં 70% કે તેથી વધુ માર્કસ હોવા જોઈએ. |
ટ્યુશન સહાય | વાર્ષિક ₹ 15,000/- પ્રોત્સાહક સહાય |
Official Website | https://www.digitalgujarat.gov.in |
ટ્યુશન સહાય યોજનાનો મુખ્ય હેતુ શુંં છે ?
ટ્યુશન ફી સહાય યોજનાનો હેતુ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત, વિધુર, વિકલાંગ અને વંચિત જ્ઞાતિના ધોરણ ૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન ફી માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.
ટ્યુશન સહાય યોજના હેઠળ કેટલી સહાય મળશે?
- વિદ્યાર્થીઓને ધોરણ ૧૧માં પ્રથમ વર્ષ માટે રૂ. ૧૫,૦૦૦/- તથા ધોરણ ૧૨માં બીજા વર્ષ માટે રૂ. ૧૫,૦૦૦/- મળી કુલ રૂ. ૩૦,૦૦૦/- ની ખાનગી ટ્યુશન સહાય આપવામાં આવે છે. જે રકમ વિદ્યાર્થીને કોચિંગ ખર્ચમાં મદદરૂપ બનશે.
- વિદ્યાર્થીઓને શાળા/સંકુલમાં ભરેલ ફી મળવાપાત્ર નથી. પરંતુ શાળા કોલેજ સિવાય બહારનુ ટ્યુશન બંધાવામાં આવે છે. તેના માટે સહાય મળવાપાત્ર છે.
- વિદ્યાર્થીને અભ્યાસના દરેક વર્ષમાં એકવાર સહાય મળવાપાત્ર થશે.
ટ્યુશન સહાય યોજના હેઠળ કોને સહાય મળવા પાત્ર થશે?
- ગુજરાત રાજયની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, વિધુર, વિકલાંગ તથા વંચિત જ્ઞાતિના વિદ્યાર્થીઓને સહાય મળવા પાત્ર થશે.
- ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને મળશે રૂ. 15,000ની ટ્યુશન ફી
- વિદ્યાર્થીએ ધોરણ- 10 માં 70% કે તેથી માર્કસ મેળવેલ હોવા જોઈએ.
- આ યોજના હેઠળ લાભ મેળવવા માટે વિદ્યાર્થી/વાલીની વાર્ષિક આવક રૂ. ૪.૫૦ લાખ ધ્યાનમાં લેવામાં આવે છે
આ પણ વાંચો : સ્કૂલ વેકેશન લંબાવવા અંગે મોટા અપડેટ, જાણો શાળાઓ ક્યારે ખૂલશે? આ તારીખથી શરૂ થશે શાળા
Coaching Sahay Yojana 2024 અરજી કરવા માટે જરુરી દસ્તાવેજ
- નિયત નમૂનાની ઓનલાઈન અરજીપત્રકની પ્રિન્ટ.
- ધોરણ-10 ની માર્કશીટની નકલ.
- સ્કુલ લિવિંગ સર્ટીફિકેટ (LC) ની નકલ.
- બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર.
- આવકનું દાખલો.
- રહેઠાણનો પુરાવો. (લાઈટબીલ, રેશનકાર્ડ, ચુંટણીકાર્ડ પૈકી કોઈપણ એક)
- આધારકાર્ડની નકલ.
- સ્કુલમાં પ્રવેશ મેળવેલ પત્ર એડમિશન લેટર (બોના ફાઈડ લેટર)
- ટ્યુશન ક્લાસની ફી ની વિગત (પાવતી)
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ.
- બાંહેધરી પત્રક.
આ પણ વાંંચો: ફી ભરવા માટે 2 લાખ સુધીની શિષ્યવૃત્તિ મળશે, લાભ લેવા માટે અત્યારે જ અહીંથી અરજી કરો
Coaching Sahay Yojana 2024 કેવી રીતે અરજી કરવી?
- આ ટ્યુશન સહાય યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન https://www.digitalgujarat.gov.in વેબસાઈટની મુલાકાત લો.
- ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ઓનલાઈન નોંધણી ફોર્મ દર્શાવતી નવી વિન્ડો દેખાશે.
- ત્યાર બાદ ફોર્મમાં આપેલ તમામ માહિતી ભરવાની રહેશે.
- આગળ, શિષ્યવૃત્તિ યોજના પસંદ કરો જેના માટે તમે ઑનલાઇન અરજી કરવા માંગો છો.
- ફોર્મ ભર્યા પછી ઉપર આપેલ દસ્તાવેજ ફોર્મ સાથે જોડો.
- ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટેની અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા સબમિટ બટન પર ક્લિક કરો.
ટ્યુશન સહાય યોજના ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ફોર્મની કોપી અને પુરાવાઓ વેરિફિકેશન માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (જ્યાં તમારા તાલુકા/જિલ્લાનો સત્તા આપોલ હોય ત્યાં) જઈ તપાસ કરાવવાની રહેશે.