છોટા ઉદેપુર આંગણવાડી ભરતી ૨૦૨૩: છોટા ઉદેપુર જિલ્લામાં આંગણવાડી કાર્યકરની 51 અને આંગણવાડી તેડાગરની 286 જગ્યાઓની ભરતી, ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરૂ

Chhota Udepur Anganwadi Recruitment 2023: છોટા ઉદેપુર આંગણવાડી ભરતી: ગુજરાત રાજયમાં આવેલી આંગણવાડીઓમાં જુદા-જુદા જિલ્લાઓમાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની પોસ્ટ માટે કુલ 10500 જેટલી જિલ્લા વાઇઝ ખાલી જગ્યાઓ ભરવા માટે હાલ મોટી ભરતી ચાલી રહી છે. જેમાં છોટા ઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયત વિસ્તારની આંગણવાડીમાં ભરતીની જાહેરાત આવેલી છે, જેમાં ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલા ઉમેદવારો ઓફીસીયલ વેબસાઇટ પર ઓનલાઇન અરજી પ્રક્રિયા કરી તા. 8-11-2023 થી તા. 30-11-2023 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. તો આજે આપણે છોટા ઉદેપુર આંગણવાડી ભરતી 2023 ની જરૂરી તમામ માહિતી મેળવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

છોટા ઉદેપુર આંગણવાડી ભરતી ૨૦૨૩

પોસ્ટ / આર્ટીકલનુ નામ છોટા ઉદેપુર આંગણવાડી ભરતી
જોબ સંસ્થાછોટા ઉદેપુર જિલ્લા પંચાયત
પોસ્ટ જગ્યાનું નામઆંગણવાડી કાર્યકર ભરતી – 51
આંગણવાડી તેડાગર ભરતી- 286
કુલ જગ્યાઓ 337
ફોર્મ ભરવાની તારીખ 8-11-2023 થી 30-11-2023
અરજી મોડઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટ લિંકhttps://e-hrms.gujarat.gov.in
દરેક જિલ્લા વાઇઝ જગ્યાઓ જુઓ
અહિંથી ક્લિક કરીને

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ-૧૦/ ધોરણ-૧૨/ ડીપ્લોમા/ સ્નાતક/ અનુસ્નાતક વિગેરે.

ઉંમર

  • 18 વર્ષ થી ૩૩ વર્ષ

છોટા ઉદેપુર જિલ્લા આંગણવાડી ભરતી ૨૦૨૩ ડોક્યુમેન્ટ લિસ્ટ

  1. અરજીપત્ર ( ઓનલાઇન પ્રક્રિયા મુજબ ભરવું)
  2. શૈક્ષણિક સંબંધી યોગ્યતાનો પ્રમાણપત્ર
  3. ઉંમરનો પ્રમાણપત્ર
  4. જાતિ પ્રમાણપત્ર (જો લાગે તો)
  5. રહેઠાણનો પુરાવો પ્રમાણપત્ર
  6. માર્કશીટ (ધોરણ-૧૦/ ધોરણ-૧૨/ ડીપ્લોમા/ સ્નાતક/ અનુસ્નાતક વિગેરેની)
  7. સ્વઘોષણા પત્રક નમુના ફોર્મ ભરી રજુ કરવું
  8. તાજેતરની ફોટો વગેરે અરજી સંદર્ભ નોટીફિકેશનમાં માંગેલ ડોક્યુમેન્ટ્સ જોઇશે.

Chhota Udepur Anganwadi Recruitment 2023

છોટા ઉદેપુર જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની આંગણવાડીઓમાં કુલ 337 જગ્યાઓ ખાલી રહેલી જેમાં નીચેની વિગતે જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત છે જેમાં પોસ્ટ પ્રમાણે ફોર્મ ભરી અરજી કરી શકશો.

છોટા ઉદેપુર આંગણવાડી કાર્યકર ભરતી ખાલી જગ્યાઓ51
છોટા ઉદેપુર આંગણવાડી તેડાગર ભરતી ખાલી જગ્યાઓ286
છોટા ઉદેપુર આંગણવાડી ફોર્મ ભરવા ઓફીસીયલ વેબસાઇટ લિંક:-https://e-hrms.gujarat.gov.in/Advertisement/AgreePage

છોટા ઉદેપુર આંગણવાડી ભરતી ૨૦૨૩ જરૂરી સૂચનાઓ તથા સંમતી ફોર્મ વિશે જાણૉ

(૧) Chhota Udepur Aanganvadi Bharti 2023- મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત સંકલિત બાળ વિકાસ સેવા યોજનામાં આંગણવાડી કાર્યકર/તેડાગરની ભરતી પ્રકિયા માટે સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાહર પાડવામાં આવેલ ઠરાવ ક્ર્માંક નં. આઇસીડી/૧૦૨૦૧૯/૧૬૫૨/બ (પાર્ટ-૨), તા.૨૫/૧૧/૨૦૧૯થી આંગણવાડી કાર્યકર/તેડાગરની પસંદગી માટેના ધોરણો, કાર્યકર/તેડાગર સેવાપોથી, EHRMS, અને ઓનલાઇન ભરતી પ્રક્રિયા અંગેની ધોરણો, માનદસેવા, સમીક્ષા, શિસ્ત બાબતના નિયમોને અધીન રહેશે. આ ઠરાવ તથા તેના સંબંધિત વખતોવખતના સુધારા આદેશો અને તેની તમામ શરતો મને બંધનકર્તા રહેશે.

(૨) અરજદાર દ્રારા એકવાર ઓનલાઇન અરજી કન્ફર્મ થયા બાદ સુધારાને અવકાશ રહેશે નહી.

(૩) અરજીફોર્મમાં ભરેલ માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોની વિગતોમાં કોઇ પણ વિસંગતતા હશે તો અરજદારની ઉમેદવારી રદ્દ ગણાશે. અપલોડ કરેલ અસલ દસ્તાવેજો બરાબર વાંચી શકાય તે પ્રકારના હોવા જોઇએ અન્યથા ફોર્મ રદ્દ થવાપાત્ર ગણાશે. આ બાબતે અરજદારની કોઇપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહી.

(૪) જે કિસ્સાઓમાં અરજદારે એક કરતા વધારે પ્રયત્ન કરી પરીક્ષા પાસ કરેલ હશે તો તેવા કિસ્સાઓમાં અરજદારએ દરેક પ્રયત્નની માર્કશીટ સ્કેન કરી અપલોડ કરવાની રહેશે, એકથી વધુ પ્રયત્ને પાસ થનાર ઉમેદવારે જે તે માર્કશીટનાં પાસ થયેલા વિષય/વિષયોનાં ગુણ જ ગણવાનાં રહેશે. ત્યારબાદ ફરીથી પાસ થયેલ વિષય/વિષયોનાં ગુણ ગણવા. આમ, કુલ ૭ વિષયનાં કુલગુણ ૭૦૦ હોય તો જુદી-જુદી માર્કશીટ પૈકી ૭૦૦ માંથી પાસ થયેલા વિષયોના ગુણજ ગણવા. દા.ત. કુલ-ગુણ ૭૦૦ માંથી ૩૨૫ મેળવેલ ગુણ હોય જેમાં એક વિષયનાં ૨૫ ગુણ સાથે નાપાસ હોય તો મેળવેલ ગુણ ૩૦૦ ગણવાનાં રહેશે. ત્યારબાદ તે વિષયમાં પાસ થવાથી ૫૦ ગુણ હોય તો કુલગુણ ૭૦૦ માંથી મેળવેલ ગુણ ૩૫૦ થશે.

(૫) જે કિસ્સામાં માર્ક્સશીટમાં ગ્રેડ/સ્કોર (CPI/CGPA) દર્શાવેલ હોય તે કિસ્સામાં યુનિવર્સિટી/કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ/સ્કોરમાંથી ગુણ/ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી/કોલેજ પાસેથી જ એ ગણતરી થયેલ માર્ક્સ/ટકાવારીનું પ્રમાણપત્ર/માર્ક્સશીટ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે.

(૬) આ અરજી પત્રક માત્ર ઉમેદવારી નોંધવવા માટે છે. તે નિમણૂંક અંગેની દાવેદારી સબબ ગણવામાં આવશે નહી.

(૭) અરજદારનું નામ અંગ્રેજી તથા ગુજરાતીમાં એમ બન્ને રીતે ભરવાનું રહેશે, અને આ સિવાયની તમામ વિગતો અરજદાર દ્વારા અંગ્રેજીમાં ભરવાનુ રહેશે.

(૮) શૈક્ષણિક લાયકાત : આંગણવાડી કાર્યકર/ તેડાગરની માનદસેવામાં પસંદગી માટે મેરીટ આધારીત પસંદગી પધ્ધતિ હોય, ઉમેદવારે અભ્યાસ પૂર્ણ કરેલ શૈક્ષણીક લાયકાત ધોરણ-૧૦/ ધોરણ-૧૨/ ડીપ્લોમા/ સ્નાતક/ અનુસ્નાતક વિગેરે. કોર્ષની વિગતો અરજીમાં દર્શાવવાની રહેશે અને જો આ વિગતો અધુરી/અપૂર્ણ/ખોટી આપેલ હશે તો અરજી રદ્દ થશે.

(૯) શૈક્ષણિક લાયકાતની સામે ગુણ અથવા તો ટકાવારીમાં જ માહિતી ભરવાની રહેશે. જે માન્ય યુનિ./કોલેજના માર્કશીટ મુજબ જ હોવી જોઈએ. કોઇએક શૈક્ષણિક લાયકાત કોર્ષમા મેળવેલ ગુણ દર્શાવવાની પધ્ધતિ ગુણ અથવા ટકાવારી એમ બે પૈકી કોઇ એક પ્રકારની પધ્ધતિથી દર્શાવવાની રહેશે.

(૧૦) ફક્ત અરજદાર દ્વારા કન્ફર્મ કરેલ અરજી જ સ્ક્રુટિની માટે ધ્યાને લેવામાં આવશે

(૧૧) અરજદાર દ્વારા અરજી ફોર્મમાં દર્શાવવામાં આવલા બન્ને નામો (રજીસ્ટ્રેશન અને SSC પ્રમાણેના નામ) સિવાય કોઇ અન્ય નામથી પ્રમાણપત્ર/દસ્તાવેજો માન્ય રહેશે નહિ અને આ કિસ્સામાં અરજી રદ્દ ગણાશે. રજીસ્ટ્રેશન વખતે ભરેલ નામ જ માનદસેવામાં નિમણુક માટે માન્ય રાખવામાં આવશે.

(૧૨) કન્ફર્મ એપ્લિકેશન કરતાં પહેલા અરજદારે અપલોડ કરેલ બધા જ દસ્તાવેજો ઓપન કરીને ખાત્રી કરી લેવાના રહેશે, જેથી સાચા અને ઓરીજનલ દસ્તાવેજો સારી રીતે અપલોડ થયેલ છે, તેની અરજદારે જાતે ખાતરી કરવી ત્યારબાદ તે અંગે કોઇપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.

નોંધ:- છોટા ઉદેપુર આંગણવાડી ભરતી ૨૦૨૩ની ઉપરોક્ત જણાવેલ સુચનાઓમાંથી કોઇપણ શરત પૂર્ણ ન હોય તો અરજદારની અરજી રદ્દ ગણાશે જેની મને જાણ છે, આ તમામ સૂચનાઓ મેં વાંચી અને સમજી છે અને હું સંમત છું.

આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા ઉમેદવારર્ની ઉંમર અરજી કરતી વખતે તેને પૂર્ણ થયેલા હોવા જોઈએ અને અરજદારની ઉમર 33 વર્ષથી વધારેના હોવી જોઈએ. અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર તે જ આંગણવાડી કેન્દ્રના તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

છોટા ઉદેપુરઆંગણવાડી ભરતી ૨૦૨૩માં અરજી કરવા માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ તમામ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે. જાહેરાત પ્રસિદ્ધ થયા બાદ ઓનલાઈન અરજી 23 માં તા.07/11/2023 રાત્રે 12:00 કલાક થી તા.30/11/2023 રાત્રે 12:00 વાગ્યા સુધીમાં કરવાની રહેશે.

છોટા ઉદેપુર આંગણવાડી ભરતી ૨૦૨૩ ઓનલાઈન અરજી https://e-hrms.gujarat.gov.in વેબસાઈટમાં આપેલ વિગતો પ્રમાણે કરી શકાશે. આંગણવાડીની ખાલી જગ્યાઓમાં અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર/તેડાગર માટે અરજી કરવાની રહેશે.

છોટા ઉદેપુર આંગણવાડી ભરતી 2023 ઓનલાઇન અરજી પ્રક્રિયા ?

  • સોથી પહેલા તમે આંગણવાડી ભરતી 2023 માટે ઓફીસીયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in ઉપર જાઓ.
  • હવે તેમા Chhota Udepur Aanganvadi Bharti 2023 પર ક્લિક કરો
  • હવે તેમા Online Apply ઓપ્શન ઉપર કલીક કરો.
  • તેમા છોટા ઉદેપુર જિલ્લો સીલેકટ કરો.
  • તેમા સામે આપેલ apply બટન પર કલીક કરો.
  • તેમા સૌ પ્રથમ તમારી જરૂરી વિગતો નાખી રજીસ્ટ્રેશન કરો.
  • ત્યારબાદ લોગીન થઇ માંગવામા આવેલી તમારી જરૂરી વિગતો અને શૈક્ષણિક લાયકાત ની વિગતો દાખલ કરો.
  • ત્યારપછી તમારા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો માંગવામા આવ્યા તે મુજબ સ્કેન કરી જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • ત્યારબાદ તમારી અરજી ચકાસી કોઇ ભૂલ ન રહે તે રીતે કન્ફર્મ કરો.
  • ત્યારબાદ તમારા અરજીફોર્મ ની પ્રીન્ટ કાઢી તેને સાચવી રાખો.

Chhota Udepur Anganwadi Recruitment 2023 ભરતીમાં કઇ રીતે ફોર્મ ભરવાનુ છે ? છોટા ઉદેપુર આંગણવાડી ભરતી ૨૦૨૩માં કયા ડોકયુમેન્ટ અપલોડ કરવાના છે ? તે બાબતે વિગતવાર માહિતી આપતો વિડીયો ઓફીસીયલ વેબસાઇટ પર મૂકેલો છે. આ વિડીયો જોઇ ફોર્મ ભરવુ.

છોટા ઉદેપુર આંગણવાડી ભરતી ૨૦૨૩ ફોર્મ ભરવા માટેની અગત્યની લીંક

છોટા ઉદેપુર આંગણવાડી ભરતી ૨૦૨૩ અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
છોટા ઉદેપુર આંગણવાડી ભરતી ૨૦૨૩ જાહેરાત નોટીફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
છોટા ઉદેપુર આંગણવાડી ભરતી ઓનલાઇન ફોર્મ ભરવા સૂચના વાંચવાઅહીં ક્લિક કરો
છોટા ઉદેપુર આંગણવાડી ભરતી જગ્યા અને વધુ વિગતે માહીતી માટેઅહીં ક્લિક કરો
અરજી ફોર્મ ભરવા માટેના સ્વઘોષણા પ્રક્રિયા, ધોરણો, સુચના અને શિસ્ટ બાબતના નિયમો વાંચવાઅહીં ક્લિક કરો
આંગણવાડી ભરતી ઓફિશિયલ વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો
આંગણવાડી ભરતી 2023 જિલ્લા વાઇઝ જગ્યાઓ અને વિશેષ માહીતી માટેઅહીં ક્લિક કરો
ખાસ નોંધ:- ઉપરોક્ત સૂચનાઓનું અરજદારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત પાલન કરવાનું રહેશે. આમાંથી કોઈપણ લાયકાત/શરતો પૂર્ણ ના થવાથી અરજદારની ઉમેદવારી રદ થવાને પાત્ર ગણાશે અરજી સંબંધીત કોઇ પણ પ્રશ્ન માટે નીચે મુજબનાં જિલ્લા મુજબ ફોન પર માહીતી મેળવી શકાશે. (કચેરી કાર્યનાં દિવસો દરમ્યાન ૧૬:૦૦ થી ૧૮:૦૦ કલાક સુધી)

છોટા ઉદેપુર આંગણવાડી ભરતી હેલ્પલાઇન નંબર / સંપર્ક નંબર: ૦૨૬૬-૯૨૯૬૨૩૧

છોટા ઉદેપુર જિલ્લામાં આંગણવાડી ભરતી ૨૦૨૩ની જિલ્લાવાર જગ્યાઓની તમામ પ્રકારની માહીતી અને આ ભરતી વિષે આવનાર તમામ અપડેટ્સ માટે Digital Gujarat Portal ની મુલાકાત /વિઝિટ કરતાં રહો, આભાર…