Check Your Pan Card Status: 11 કરોડ પાન કાર્ડ કરવામા આવ્યા ડીએકટીવ, ચેક કરો તમારૂ પાન કાર્ડ એકટીવ છે કે નહી

Check Your Pan Card Status: ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટના નિયમ મુજબ તમારુ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવુ અનિવાર્ય થઈ ગયુ છે. અગાઉ આપેલી ગાઇડલાઇન મુજબ તમે રૂ.1000 લેટ ફી ભરીને પણ પાન કાર્ડ સાથે આધારકાર્ડ ને લીંક કરી શકતા હતા. જે લોકો એ પાન કાર્ડ સાથે આધાર ને આપેલી નીયત સમયમર્યાદામા લીંક નથી કર્યા આવા પાન કાર્ડ ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટએ ડીએકટીવ કર્યા છે. તમારૂ પાન કાર્ડ એકટીવ છે કે નહિ Check Your Pan Card Status તે ચેક કરવાની પ્રક્રિયા વિશે આ લેખમા જાણીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Check Your Pan Card Status

Check Your Pan Card Status

  • CBDT એ આધાર લિંકિંગ નહીં હોવાના કારણે 11 કરોડથી વધારે પાન કાર્ડથી ડી એકટીવ કર્યા છે. આ માહિતી આ અંગે કરવામા આવેલી RTI હેઠળ મળી છે. RTI માં આ અંગે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા કુલ મળીને લગભગ 11.5 કરોડ પાન કાર્ડ ડી એકટીવ કરવામા આવ્યા છે. કારણ કે આ પાન કાર્ડ સમયમર્યાદામા આધાર સાથે લીંક કરવામા આવ્યા ન હતા.

Also Read: જુઓ આ તારીખે આવશે PM કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો, ખેડૂતોને મળશે રૂ. 2000 સહાય

  • RTI એ પણ જણાવયુ છે કે, ભારતમાં કુલ 70.24 કરોડ પાન કાર્ડધારકો છે. જે પૈકી 57.25 કરોડ લોકો એ તેમનું પાન કાર્ડ આધાર સાથે લીંક કરી દિધુ છે. 12 કરોડથી વધારે પાન કાર્ડ, જેમાં 11.5 કરોડ ડી એકટીવ થઈ ગયા છે, જે આધાર સાથે લિંક કરવામા આવ્યા નથી.

પાન કાર્ડ નુ સ્ટેટસ ચેક કરવાની પ્રોસેસ

તમારુ પાન કાર્ડ હાલ એકટીવ છે કે ડી એકટીવ તે જાણવાની ઇચ્છા દરેક લોકોને હોય છે. તમારુ પાન કાર્ડ હાલ એકટીવ છે કે નહી તે ચેક કરવા માટે નીચેના પગલા અનુસરો.

  • સૌથી પહેલા તમે ઇન્કમ ટેકસ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ https://www.incometax.gov.in મુલાકાત લો.
  • ત્યારપછી આ વેબસાઇટ મા ડાબી બાજુ Quick Links મેનુ માથી VArify Your PAn ઓપ્શન ઉપર કલીક કરો.
  • ત્યારપછી તમારો પાન કાર્ડ નંબર, પાનકાર્ડ મુજબનુ આખુ નામ, જન્મ તારીખ અને મોબાઇલ નંબર વગેરે વિગતો દાખલ કરો.
  • હવે Continue ઓપ્શન પર કલીક કરો, ત્યારબાદ તમારા મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. તે દાખલ કરો વેરીફાય કરો
  • ઓટીપી દાખલ કરી આગળ પ્રોસેસ કરતા તમારૂ પાન કાર્ડ એકટીવ છે કે નહી તે મેસેજ ડીસ્પ્લે થશે.
  • આ રીતે તમે Check Your Pan Card Status ચેક કરી શકશો.

અગત્યની લીંક

ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટ ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો

આધાર પાન લીંક સ્ટેટસ

તમારુ આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લીંક છે કે નહી Check Your Pan Card Status તે ચેક કરવા નીચેના પગલા અનુસરો.

  • સૌથી પહેલા ઇન્કમ ટેકસ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ https://www.incometax.gov.in ની મુલાકાત લો
  • ત્યારપછી વેબસાઇટ મા ડાબી બાજુ Quick Links મેનુ માથી Link Aadhar Status ઓપ્શન ઉપર કલીક કરો.
  • ત્યારપછી ઓપન થયેલા પેજમા તમારો આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર દાખલ કરો.
  • હવે સબમીટ કરતા તમારુ પાન કાર્ડ અને આધાર લીંંક છે કે કેમ તે બતાવશે.