CBSE Board: દેશમાં CBSE બોર્ડની પરીક્ષાઓ હવે વર્ષમાં બે વખત યોજવાની કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ લાગુ કરવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શાળા શિક્ષણનું નવુ નેશનલ કરિક્યિલમ ફ્રેમવર્ક (NCF) તૈયાર કર્યુ છે. જે અંતર્ગત બોર્ડ પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવામાં આવશે અને જેમા વધારે માર્ક્સ હશે તે માન્ય ગણાશે.
CBSE Board: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ આગામી શૈક્ષણિક સત્રથી વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા લેવા અંગેની જાહેરાત કરી હતી. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક સાથે વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષાના આયોજનથી વિદ્યાર્થીઓ પોતાનો બેસ્ટ સ્કોર થયો હોય એને આગળ માન્ય રાખી શકશે. જો કે શાળાઓને 2 વાર બોર્ડ પરીક્ષાથી સમયનો વ્યય થવાનો ડર લાગી રહ્યો છે.
બે વાર બોર્ડ પરીક્ષાથી શાળાઓને સમય બગડવાનો ડર-CBSE Board
નવી શિક્ષણ નીતિ લાગુ કરવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શાળા શિક્ષણનું નવું નેશનલ કરિક્યુલમ ફેમવર્ક (NFC) તૈયાર કર્યું છે. જેમાં બોર્ડ પરીક્ષાઓ હવે વર્ષમાં બે વાર લેવામાં આવશે. નેશનલ કરીક્યુલમ ફ્રેમવર્ક NFCની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થી પાસે બંને પરીક્ષામાંથી જેમાં વધારે ગુણ હશે તે જારી રાખવાનો વિકલ્પ મળશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની આ જાહેરાત બાદ આગામી શૈક્ષણિક સત્રથી CBSE માં બે વાર પરીક્ષાઓ લેવાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના આ નિર્ણયને રાજ્યની CBSE શાળાઓ આવકારી રહી છે. શાળાઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓને વધારે ચાન્સ મળશે.
NCF મુજબ શૈક્ષણિક સત્ર 2024ના પાઠ્ય પુસ્તકો તૈયાર કરાશે
જો કે બે વાર પરીક્ષા કંડકટ કરવાથી સમય પણ વધારે જશે. અત્યારે લેવાતી એક પરીક્ષામાં એક મહિનાથી વધુ સમય જાય છે. બે વાર પરીક્ષાના આયોજનથી એમાં વધારો થશે અને વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય ઉપર તેની સીધી અસર જોવા મળશે.-CBSE Board
ઉપરાંત એક મૂંઝવણ એ પણ સતાવી રહી છે કે બે વાર પરીક્ષાનું આયોજન કરવામાં આવે તો શું સેમેસ્ટર પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે કે કેમ ? જો બે વાર પરીક્ષા લેવાય તો મુખ્ય વિષયની લેવાશે કે તમામ વિષયની લેવાશે ? ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાની ચિંતા અને ભારણ અંગે અવારનવાર ચર્ચાઓ થતી આવે છે.
આ પણ વાંચો: આંગણવાડી ભરતી 2023 મેરીટ લીસ્ટ જાહેર, મેરીટ લિસ્ટ અહીથીં ચેક કરો
જ્યારે વિદ્યાર્થીઓને પરીક્ષાના ભારણ અને ચિંતામાંથી મુક્તિ મળે તે માટે વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મોટાભાગે નવા શૈક્ષણિક વર્ષથી લાગુ થઈ એવી સંભાવનાઓ છે.
નવા નિયમ મુજબ વિદ્યાર્થીઓએ બે ભાષા ભણવી પડશે
નેશનલ કરીક્યુલમ ફ્રેમવર્ક તૈયાર થઈ ગયું છે અને આગામી શૈક્ષણિક સત્ર 2024 થી તેના પાઠ્યપુસ્તકો તૈયાર થઈ જશે. મળતી માહિતી મુજબ ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને બે ભાષા ભણવી પડશે જેમાંથી એક ભાષા ભારતીય હોવી ફરજિયાત બનાવાશે.