Career After 12th Arts: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે. જે બાદ હાલ કેટલાક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કે તેમણે ધોરણ 12નું પરિણામ આવ્યા બાદ ક્યા ક્ષેત્રમાં કરિયર બનાવવું. આવી સ્થિતિમાં આજે અમે તમારી તમામ મૂંઝવણ દૂર કરીશું. આજના આ લેખમાં અમે આપને જણાવીશું કે તમે ધોરણ 12 આર્ટ્સ પછી ક્યો કોર્સ કરી શકો છો અને શાનદાર કરિયર બનાવી શકો છો. આજે અમે કેટલાક કોર્સ વિશે જણાવી રહ્યા છીએ જેને પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીને શાનદાર પગારની નોકરી મળી શકે છે.
ધોરણ 12 પછી આ કોર્સ કરી લો, સારા પગારની નોકરી મળશે – Career After 12th Arts
BA LLB
Career After 12th Arts: ધોરણ 12મા આર્ટસ સ્ટ્રીમમાંથી અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ BA LLBનો કોર્સ કરી શકે છે. આ કોર્સ 5 વર્ષનો છે. BA LLB કર્યા પછી વિદ્યાર્થી ઇચ્છે તો સુપ્રીમ અથવા પછી સંબંધિત રાજ્યોની હાઈકોર્ટમાં અથવા સેશન્સ, ઉપલી-નીચલી કોર્ટમાં પ્રેક્ટિસ કરી શકે છે. આ સિવાય વિદ્યાર્થીઓ બીએ એલએલબી કરીને લીગલ એડવાઈઝર પણ બની શકે છે. વિવિધ કંપનીઓ દ્વારા કાનુની સલાહકારોની નિમણૂક કરવામાં આવે છે. આ સાથે તગડો પગાર પણ આપવામાં આવે છે. દેશમાં ઘણી યુનિવર્સિટીઓ છે જે સંકલિત BA LLB કોર્સ ઓફર કરે છે. આ સિવાય વિદ્યાર્થીઓ CLATની પરીક્ષા પણ આપી શકે છે. જેઓ આ પરીક્ષામાં સફળ થાય છે તેમને દેશની નેશનલ લો યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવે છે.
BCA
ધોરણ 12 આર્ટસ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ BCA કરીને કરિયર બનાવી શકે છે. અહીંથી પાસ થયા બાદ તેઓ કમ્પ્યુટરના સોફ્ટવેર વગેરે વિકસાવવાની નોકરી મેળવી શકે છે. દેશની ઘણી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં BCA કોર્સ કરાવવામાં આવે છે. જ્યાંથી સરળતાથી પ્લેસમેન્ટ પણ થઈ જાય છે અને વિદ્યાર્થીઓને લાખોની નોકરી મળે છે.
બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડી
Career After 12th Arts: આર્ટ્સ સ્ટ્રીમ ધરાવતા વિદ્યાર્થીઓ બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝનો કોર્સ પણ કરી શકે છે. તેનો અભ્યાસ કર્યા પછી કોલેજમાંથી પાસ આઉટ થતાં જ સરળતાથી નોકરી મળી જાય છે. અલ્હાબાદ યુનિવર્સિટી, ડીયુ સહિત ઘણી એવી સંસ્થાઓ છે જે આ કોર્સ કરાવે છે. વધુ વિગતો સંબંધિત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ શકાય છે.
BBA+LLB
ધોરણ 12 આર્ટ્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઉપરાંત LLB કોર્સ કરી શકે છે. કોર્સ કર્યા પછી ઉમેદવારોને પ્લેસમેન્ટ લીગલ સલાહકાર માટે સરળતાથી થઈ જાય છે. દેશની મોટાભાગની યુનિવર્સિટીઓ દ્વારા આ કોર્સ ચલાવવામાં આવે છે.
BBA-MBA
Career After 12th Arts: આર્ટ્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ BBA ઉપરાંત MBAનો ઇન્ટિગ્રેટેડ કોર્સ પણ કરી શકે છે. આ કોર્સ 5 વર્ષનો હોય છે. આ કોર્સ કર્યા પછી ઉમેદવારોનું મોટી મલ્ટીનેશલ કંપનીઓમાં પ્લેસમેન્ટ સરળતાથી થઈ જાય છે. ઘણી યુનિવર્સિટીઓ દ્વારા આ કોર્સ સંચાલિત કરવામાં આવે છે. વધુ વિગતો ઉમેદવારો સંબંધિત કોલેજોની ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ શકે છે.
આ પણ વાચો: ધોરણ 12નું પરિણામ ઘરે બેઠા ઓનલાઇન કેવી રીતે ચેક કરી શકશો, જાણો સંપુર્ણ માહિતી
બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ
વિદ્યાર્થીઓ હોટલ મેનેજમેન્ટમાં પણ કરિયર બનાવી શકે છે. આજના યુગમાં લોકોની ખાવા-પીવાની રીત પણ બદલાઈ ગઈ છે. જેના કારણે લોકોને મોટી હોટલોમાં સેફથી લઈને ફૂડ મેઈન્ટેનન્સની જરૂર પડે છે. આવી સ્થિતિમાં ધોરણ 12 આર્ટસ પ્રવાહમાંથી અભ્યાસ કરતા ઉમેદવારો આ કોર્સ કરીને કરિયર બનાવી શકે છે. હોટેલ મેનેજમેન્ટના ઉમેદવારોને તગડો પગાર પણ મળે છે.
ફેશન ડિઝાઇનિંગ
Career After 12th Arts: વિદ્યાર્થીઓ ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કરીને પણ સારું કરિયર બનાવી શકે છે. આ માટે તેઓ NIFTની પરીક્ષા આપી શકે છે. આ અંતર્ગત દેશના નેશનલ ફેશન ડિઝાઇનિંગ કોર્સમાં એડમિશન આપવામાં આવે છે. આ સિવાય ઘણી યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓમાંથી પણ ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરી શકાય છે.