શું તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો, જો છેતરાવું ન હોય તો જાણી લો આ ખાસ વસ્તુઓ અને ખરીદો સેકન્ડમાંં કાર બે ધડકથી

Buying a second hand car: તો મિત્રો તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો, જો તમારે છેતરાવું ન હોય તો જાણી લો આ ખાસ વસ્તુઓ અને ખરીદો સેકન્ડમાંં કાર બે ધડકથી, અત્યારેજ નવી કારની કિંમત અતિશય વધી ગયી છે તો ઘણા બધા મિડીયમ લોકો ને નવી ગાડી ખરીદવી મુશ્કેલ છે એવામાં અમે તમારા માટે જુની એટલે કે સેકન્ડ હેન્દ કાર ખરીદવાનું વિચારી રાહ્યા છો એમના માટે છેતરાવું ન હોય તો મિત્રો અમે નીચે આપેલી ખાસ બાબતો વિશે જાણો અને તમે પણ કાર ખરીદવાનું સપનું કરો સાકાર તો અત્યારેજ જાણૉ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

શું તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો, જો છેતરાવું ન હોય તો જાણી લો આ ખાસ વસ્તુઓ

ઓટો ડેસ્કઃ જ્યારે તમે કાર ડીલર પાસેથી નવી કાર ખરીદો છો તો તમને કંપની તરફથી ક્વોલિટીથી લઇને આશ્વાસન અને તમામ પ્રકારની ગેરન્ટીં આપવામાં આવે છે. પરંતુ જો તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદી રહ્યાં છો તો જરૂરી નથી કે તમને એ જ પ્રકારની ગેરન્ટી અને વિશ્વસનિયતા મળે. તેવામાં તમારે હવે કેટલીક વસ્તુઓની ધ્યાન રાખવાની જરૂર છે. સામાન્ય રીતે સેકન્ડ હેન્ડ કાર્સમાં કેટલીક એવી વસ્તુંઓ હોય છે, જે તમે જોઇ શકતા નથી. તેવામાં તમને કેવી રીતે માલુમ પડશે કે જે સેકન્ડ હેન્ડ કારને તમે ખરીદી રહ્યાં છો, તેમાં કોઇ સમસ્યા છે કે નહીં. આજે અમે તેમને એવી જ ટીપ્સ અંગે જણાવી રહ્યાં છીએ, જેના કારણે તમે છેતરાવાથી બચી શકો છો તો મિત્રો સેકન્ડ કાર પણ ખરીદી શકશો.

કારનો ઇન્ટિરિયરને ચેક કરો

સેકન્ડ કાર પણ ખરીદી વખતે તમારે ઇન્ટિરિયર ફિટિંગ અને તમામ સ્વિચને પણ ચેક કરવી પડશે. એ સુનિશ્ચિત કરો કે તમામ ફીચર્સ કામ કરી રહ્યાં છે. ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમની સાથે સ્પીકર્સ પણ ચેક કરો.

કારની બહારનો લુક

નવી સેકન્ડ કાર પણ ખરીદી તમારે કારના એક્સ્ટિરિયર લુકને ધ્યાનથી જોવો પડશે. જો કારમાં એક સમાન પેઇન્ટ છે અને પેઇન્ટની ચમક સારી છે તો તમે કહી શકો છો કે કારને સારી રીતે મેઇન્ટેઇન રાખવામાં આવી છે. હંમેશા ચેક કરો કે કારની અલગ-અલગ બોડી પેનલના પેઇન્ટ કલરમાં કેટલો તફાવત છે. જો તમને કોઇપણ ભાગમાં પેઇન્ટના કલરમાં અંતર જોવા મળે તો સમજી જાઓ કે ત્યાં સ્ક્રેચ કે પછી ડેંટને છૂપાવવા માટે કલર કરવામાં આવ્યો છે. ડોરની નીચે અને ઉપરમાં રહેલી જગ્યાની વચ્ચે આંગળીઓથી ચેક કરો કે કોઇ ગેપ તો નથીને. જો એવું છે તો તે દુર્ઘટના અથવા રિપેર પેઇન્ટના કામના સંકેત આપે છે તે તમે જોઇ અને કાર ખરીદી શકશો.

ગાડીના ટાયર્સ

ટાયર્સને ધ્યાનથી જુઓ કે ટાયર્સ એક સમાન ઘસાયેલા છે. ટાયરના બહાર અને અંદરના ભાગને ચેક કરો. ટાયર્સ થ્રેડિંગ બરોબર છે કે નથી. તેને ચેક કરવા માટે એક સિક્કાને તેમાં નાખો અને જુઓ કે કેટલો અંદર જાય છે. જો તે વધારે અંદર ન જાય તો તેનો અર્થ એ કે કારમાં નવા ટાયર્સની જરૂર છે.

આ પણ વાંચો: સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો અત્યારે જ જાણૉ, આ બાબતો વિશે પછી જ ખરીદજો કાર નહીંતો છેતરાઇ જશો !

ગાડીનું એન્જિન બરોબર છે કે કેમ ?

તમારે એન્જિનને પણ ચેક કરવું પડશે. બોનટને ખોલો અને જુઓ કે એન્જિનની આસપાસનો એરિયા કેટલો સાફ છે. જો તમને લીક ઓઇલ જોવા મળે તો તેનો અર્થ એ કે તે અન્ડર મેઇન્ટેનન્સ છે. ચેક કરો કે એન્જિન બેલ્ટ યોગ્ય રીતે ફીટ છે કે નથી, ઘસાઇ તો નથી ગયો ને. એ પણ ચેક કરો કે ફ્યૂડ્સ પર્યાપ્ત લેવલ પર છે કે નથી. એન્જિનના ઓઇલનો કલર ચેક કરો, જો તે કાળો અને ગંદો છે તો તેનો અર્થ એ છે કે કાર યોગ્ય રીતે મેઇન્ટેઇન કરવામાં આવતી નથી. ગંદુ એન્જિન ફ્યૂડ પણ પ્રોબ્લેમની નિશાની છે. કારના જૂના સર્વિસ રેકોર્ડને ચેક કરો કે ક્યાંક કોઇ એન્જિન સમસ્યા તો નથી ને.

ટેસ્ટ ડ્રાઇવ કેવીરીતે કરવો તે અંંગે ધ્યાનમાંં રાખવા જેવી બાબતો.

કારને સારી રીતે જોવા માટે તમારે કારની ટેસ્ટ ડ્રાઇવ લેવી જોઇએ. ચેક કરો કે કાર આરામથી સ્ટાર્ટ થઇ રહી છે અને ઉભી પણ રહે છે. એન્જિનના અવાજને ધ્યાનથી સાંભળો ચેક કરો કે અવાજ ખરાબ છે કે નથી. કારને ચલાવતી વખતે બ્રેકને પણ ચેક કરો. જો બ્રેક લગાવતી વખતે કારમાં વાઇબ્રેશન થઇ રહ્યું છે તો તેનો અર્થ એ છે કે બ્રેક પેડ્સ ઘસાવાના શરૂ થઇ ગયા છે. ખરાબ રસ્તા પર કાર ચલાવીને ચેક કરો કે કેબિનમાંથી કોઇ અવાજ તો નથી આવતો ને. જો અવાજ વધારે આવી રહ્યો છે તો તેનો અર્થ છે કે બોડી પેનલ અને ડોર ફિટિંગ ઢીલી થઇ ગઇ છે.

સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? RC ઉપરાંત કયા-કયા કાગળ તમારે ચેંજ કરવા પડશે?

Car buying: સેકન્ડ હેન્ડ કાર કિંમતમાં સસ્તી પડે છે. અને કાર ખરીદવાનું સપનું પણ સાકાર થાય છે. એટલા માટે ઘણા લોકો આજકાલ સેકન્ડ હેન્ડ કાર ખરીદી રહ્યા છે. પરંતુ આ માટે તમારે તમારા નામે કેટલાક દસ્તાવેજો રજીસ્ટર કરાવવા પડશે.

RC ઉપરાંત કયા-કયા કાગળ- આ દસ્તાવેજો પણ તપાસો

જ્યારે તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદો છો, તો ચોક્કસપણે કારની સર્વિસ બુક તપાસો, આ તમને એ જાણવામાં પણ મદદ કરે છે કે કારમાં શું સમસ્યા હતી. જો તમારા અગાઉના માલિકે લોન લઈને કાર ખરીદી હતી. પછી તમારે તપાસ કરવી જોઈએ કે લોન સંપૂર્ણ રીતે ચૂકવવામાં આવી છે કે નહીં. આ માટે તમારે ફોર્મ 35 ચેક કરવું પડશે. આ એક નો ઓબ્જેક્શન પ્રમાણપત્ર છે જે બેંક દ્વારા માલિકને આપવામાં આવે છે. તેની સાથે, તમારે રોડ ટેક્સની રસીદ પણ તપાસવી જોઈએ. જો તમારો અગાઉનો ઓનર રોડ ટેક્સ ચૂકવવામાં આવ્યો નથી, તો તમારે તેને ફરીથી ચૂકવવો પડશે.