Business Idea: આ ખેતી કરો 3 મહિનામાં 6 લાખ રુપિયાની કમાણી થશે, અહીથી જાણો વિગતવાર માહિતી

જો તમે ખૂબ ઓછા પૈસા લગાવીને કોઇ બિઝનેસ શરૂ કરવા ઇચ્છો છો તો આજે અમે તમને એક એવા બિઝનેસ આઇડિયા (business idea) વિશે જણાવીશું જેમાં તમે ઓછા રોકાણમાં બંપર કમાણી કરી શકો છો. આ બિઝનેસ છે રજનીગંધાના ફૂલની ખેતીનો (Tuberoase Farming).

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ખેતી કરો 3 મહિનામાં 6 લાખ રુપિયાની કમાણી થશે – Business Idea

ફ્રાન્સ, ઇટાલી, દક્ષિણ આફ્રિકા, અમેરિકા વગેરે દેશોમાં પણ ટ્યુબરોઝની ખેતી થાય છે. ટ્યુબરોઝનું ફૂલ ખૂબ જ સુંદર સફેદ રંગનું હોય છે. આનાથી તમે લાખો રૂપિયા (profit in rajanigandha flower farming) કમાઈ શકો છો. તે કોઈપણ વાતાવરણમાં ઉગાડી શકાય છે. જે ખેતરમાં વાવેતર કરવું હોય તો પાણીના નિકાસની વ્યવસ્થા સારી હોવી જોઈએ. તેના વિના ફૂલના કંદ જમીનમાં સડી જાય છે.

સુગંધિત ફૂલમાં રજનીગંધાનું મહત્વપૂર્ણ સ્થાન છે. રજનીગંધાના ફૂલ લાંબા સમય સુધી સુગંધિત અને તાજા રહે છે. તેથી તેની માંગ માર્કેટમાં ખૂબ રહે છે. રજનીગંધાની ઉત્પત્તિ મેક્સિકો દેશમાં થઇ છે. આ ફૂલ એમરિલિડિએસી પ્રજાતિનો છોડ છે.

વિદેશોમાં પણ માંગ વધી રહી છે

છેલ્લા કેટલાક વર્ષોમાં, વિદેશી દેશોમાં પણ રજનીગંધાના ફૂલોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ફૂલો ભારતમાંથી થાઈલેન્ડને પણ સપ્લાય કરવામાં આવી રહ્યા છે. બજારમાં અનેક પ્રકારના રજનીગંધાના ફૂલોનું વેચાણ થઈ રહ્યું છે. હળવા અને સારી ગુણવત્તાના ફૂલોને અલગ કરવામાં આવે છે. જેમાં સારા ફૂલોના ભાવ વધુ મળે છે.

ભારતમાં તેની ખેતી પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, યુપી સબિત અન્ય રાજ્યોમાં કરવામાં આવે છે. તેની ખેતી કોઇ પણ વાતાવરણમાં કરી શકાય છે. આ ફૂલની ખેતી એવી જગ્યાએ કરવી જ્યાં ડ્રેનેજની સારી વ્યવસ્થા હોય, જો પાણીના નિકાલની સારી વ્યવસ્થા નથી તો તેનું કંદ સડી જશે.

આ પણ વાચો: તમારી નોકરી છોડીને આ પાકની ખેતી કરો, તમે જલ્દી ધનવાન બની જશો

કઇ રીતે ખેતી કરશો?

રજનીગંધાની ખેતી કરતા પહેલા પ્રતિ એકર હિસાબે ખેતીમાં 6-8 ટ્રોલી છાણનું સારું ખાતર નાખી દો. સાથે જ NPK અથવા DAP જેવા ખાતરનો પણ ઉપયોગ કરી શકો છો. તેની ખેતી બટાટાની જેમ કંદ દ્વારા થાય છે અને એક એકરમાં લગભગ 20 હજાર કંદ લગાવવામાં આવે છે. હંમેશા તાજા, સારા અને મોટા કંદ લગાવો, જેથી ફૂલોની ખેતીમાં તમને સારી ઉપજ મળી શકે. ભારતમાં રજનીગંધાના ફૂલોની ખેતી લગભગ 20 હજાર હેક્ટર ક્ષેત્રમાં થાય છે. ફ્રાન્સ, ઇટલી, દક્ષિણ આફ્રિકા, અમેરિકા જેવા દેશોમાં પણ તેની ખેતી કરવામાં આવે છે.

એક એકરમાં લગભગ 20 હજાર કંદની જરૂર પડે છે. ધ્યાન રાખવા જેવી વાત એ છે કે રજનીગંધાની ખેતી કરતી વખતે સારા અને મોટા કંદનો જ ઉપયોગ કરવો જોઈએ, નહીં તો તેની સારી ખેતી થશે નહીં. તેમજ તેને રોપવા માટે તેમાં 30 થી 60 ગ્રામ અને 2 સેમી વ્યાસના કંદ નાખો.

કેટલી થશે કમાણી?

જો તમે એક હેકરમાં રજનીગંધાના ફૂલની ખેતી કરો છો તો રજનીગંધાના ફૂલની લગભગ 1 લાખ સ્ટિક (ફૂલ) મળે છે. તેને તમે આસપાસની ફૂલ માર્કેટમાં વેચી શકો છો. જો નજીકમાં કોઇ મોટું મંદિર, ફૂલની દુકાનો, મેરેજ હાઉસ હોય તો તમે ફૂલના સારા ભાવ મળી શકે છે. રજનીગંધાનુ એક ફૂલ 1.5થી 8 રૂપિયા સુધીમાં વેચાય છે, જે તેની માંગ પર નિર્ભર રહે છે અને સપ્લાય કેટલી થાય છે તે જોવું પણ જરૂરી છે. એટલે કે તમને એક એકરમાં રજનીગંધાના ફૂલીના ખેતી દ્વારા 1.5 લાખ રૂપિયાથી 6 લાખ રૂપિયા સુધીની કમાણી થઇ શકે છે. તેનો ઉપયોગ પર્ફ્યુમ બનાવવામાં પણ કરવામાં આવે છે.

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ રોકાણને લગતી જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. digitalgujaratportal.com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરુર લો.)

WhatsApp ગ્રૂપમાં જોડાવો!