BPL Ration card: બીપીએલ રેશન કાર્ડને એક મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ ગણવામાં આવે છે.બીપીએલ રેશનકાર્ડ દ્વારા તમે શિષ્યવૃત્તિથી લઈને શિક્ષણ શિષ્યવૃત્તિ, મકાન, મફત રાશન, 5 લાખ સુધીની આર્થિક સહાય, સરકારી યોજનાઓના લાભો, ગેસ કનેક્શન, મફત શૌચાલય, સહિતની આર્થિક સહાય મેળવી શકો છો. નાણાકીય સુરક્ષા, ઉજ્જવળ ભવિષ્ય. અન્ય સેવાઓનો લાભ મેળવવા માટે, બીપીએલ રેશન કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, આવી સ્થિતિમાં, જો તમારી પાસે હજી સુધી બીપીએલ કાર્ડ નથી, તો આજના લેખમાં અમે તમને પ્રદાન કરવા જઈ રહ્યા છીએ. બીપીએલ કાર્ડના ફાયદા અને અન્ય મહત્વપૂર્ણ માહિતી.
હવે મફતમાં BPL રેશન કાર્ડ બનાવો, એના પર મળી શકે છે રૂ.5 લાખ સુધીનો ફાયદો, હવે જાણો નહીંતો પાછળથી થઇ શકે છે પસ્તાવો
ભારતમાં દરેક વ્યક્તિ માટે રેશન કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે; આ દસ્તાવેજ રાજ્ય સરકારના આદેશ અથવા સત્તા પર પ્રદાન કરવામાં આવે છે. હવે, તમે બીપીએલ રેશન કાર્ડ માટે ખૂબ જ સરળ રીતે ઓનલાઈન અરજી કરી શકો છો અને તમે ઓનલાઈન રેશન કાર્ડની સ્થિતિ પણ ચકાસી શકો છો.
મફતમાં BPL રેશન કાર્ડ બનાવો – BPL Ration card
બીપીએલ રેશનકાર્ડ ની શરૂઆત દેશમાં રહેતા ગરીબ લોકો એટલે કે ગરીબી રેખા નીચે જે લોકો પોતાનું જીવન ગુજારે છે તેમના માટે કરી છે. આ રેશનકાર્ડની જે લોકોની આર્થિક સ્થિતિ નબળી હોય તે ગરીબને સહાય આપવા માટે બનાવવામાં આવે છે.
રેશન કાર્ડ ઓળખની ઓફર કરે છે તેમજ ધારકને ભારત સરકાર દ્વારા જારી કરાયેલ ખોરાક, બળતણ અથવા અન્ય માલસામાનના રાશન માટે હકદાર બનાવે છે. તેઓ મુખ્યત્વે સબસિડીવાળા ખાદ્યપદાર્થો (ઘઉં, ચોખા, ખાંડ) અને કેરોસીન ખરીદતી વખતે ઉપયોગમાં લેવાય છે. તમે જે રાજ્યના છો તેમાં કાર્ડ્સ લાગુ કરવામાં આવે છે. અમે તમને દસ્તાવેજોના ફોર્મ અને સંકલનમાં મદદ કરી શકીએ છીએ. આ તમને પ્રક્રિયાને ઝડપથી અને સરળ રીતે સૉર્ટ કરવામાં મદદ કરશે. તો આગળ વધો, ચાલો તમને મદદ કરીએ!
BPL Ration card ની શરૂઆત દેશમાં રહેતા ગરીબ લોકો એટલે કે ગરીબી રેખા નીચે જે લોકો પોતાનું જીવન ગુજારે છે તેમના માટે કરી છે. આ રેશનકાર્ડની જે લોકોની આર્થિક સ્થિતિ નબળી હોય તે ગરીબને સહાય આપવા માટે બનાવવામાં આવે છે.
બીપીએલ રેશનકાર્ડ થી મળતા લાભ
- આવાસ યોજના હેઠળ પાકુ મકાન બનાવી આપવામાં આવે છે.
- મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવે છે.
- મફતમાં સૌચાલય
- આયુષ્માન ભારત યોજના હેઠળ રૂપિયા 5 લાખનો સ્વાસ્થ્ય વીમો.
- તેમના બાળકોના શિક્ષણ માટે શિષ્યવૃતિ વગેરે લાભ આપવામાં આવે છે.
BPL Ration card બનાવવાની પ્રક્રિયા શું છે ?
- બીપીએલ રેશનકાર્ડ બનાવવાની પ્રક્રિયા ઓફલાઈન કરવાની રહેશે.
- સૌપ્રથમ તમારે તમારા વિસ્તારના બ્લોકમાં જવું પડશે.
- તેમાં ખોરાક પુરવઠા વિભાગ ના કાર્યાલયમાં જાઓ.
- અહીં તમારું અરજી ફોર્મ લેવાનું રહેશે.
- તમારા અરજી ફોર્મ માં તમામ જરૂરી દસ્તાવેજ અને માહિતી સાચી ભરેલી હોવી જોઈએ.
- તેમાં ગામના સરપંચ ગ્રામ સેવક અને અન્ય સભ્યોની સહી હોવી જોઈએ.
- તમામ જાણકારી ભરાઈ ગયા પછી અરજી ફોર્મ ખાદ્ય પુરવઠા વિભાગ ના કાર્યાલયમાં જમા કરાવો.
- તમને ત્યાંથી એક પાવતી આપવામાં આવશે તેને સંભાળીને રાખવાની છે.
BPL Ration card બીપીએલ રેશનકાર્ડ બનાવવા માટેની લાયકાત
- BPL Ration card બનાવવા માટે સૌથી પહેલા તે વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવન ગુજારતો હોવો જોઈએ.
- ઉમેદવારની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ.
- તેના કુટુંબની વાર્ષિક આવક ₹2,00,000 થી ઓછી હોવી જોઈએ.
- અરજી કરનાર નું નામ પહેલાથી કોઈપણ રાજ્યના રેશનકાર્ડ અથવા બીપીએલ રેશનકાર્ડ માં હોવું જોઈએ નહીં.
બીપીએલ રેશનકાર્ડ માટે જરૂરી દસ્તાવેજો
- પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ
- આવક પ્રમાણપત્ર
- જૂનું રેશન કાર્ડ
- મતદાર ઓળખ કાર્ડ
- પાણી અથવા વીજળી બિલ
- બેંક પાસબુક
- પરિવારના તમામ સભ્યોનો ફોટો
- અન્ય દસ્તાવેજો
BPL Ration card ઓફિશિયલ વેબસાઇટ લિંક માટે અહીં ક્લિક કરો
Ration card ને લઇને ટુંકી પ્રશ્નોત્તરી વિશે જાણૉ
મારું રેશનકાર્ડ ફાટી, ખોવાઈ, બળી ગયુ હોયતો ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે શું કરવું?
- રેશનકાર્ડ ફાટી, ખોવાઈ, બળી ગયુ હોયતો ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૯ ભરી તાલુકાના એ.ટી.વી.ટી. (ATVT) સેન્ટરમાં અથવા શહેરી વિસ્તારમાં ઝોનલ કચેરીએ રજુ કરવાનું રહેશે.
- અરજી પત્રક નમુનો -૯ (નવ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
મને બારકોર્ડેડ રેશનકાર્ડ દ્વારા શું મળી શકે અને ક્યાંથી મળી શકે?
રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને તેમનું માન્ય રેશનકાર્ડ જે વાજબી ભાવની દુકાન સાથે જોડાયેલ હોય તે દુકાન પરથી રેશનકાર્ડની કેટેગરી પ્રમાણે મળશે. વધુમાં ચાલુ માસ દરમ્યાન મળવા પાત્ર આવશ્યયક ચીજવસ્તુ ઓની તથા ભાવની માહિતી.
નવું બારકોર્ડેડ રેશનકાર્ડ કેવી રીતે મળી શકે?
નવું બારકોડેડ રેશનકાર્ડ મેળવવા નમુના-ર (બે) માં અરજી કરવી તથા રેશનકાર્ડ માટેના ફોર્મ ભરવામાં આપને દર્શાવ્યા મુજબની વિગતોની જરૂર પડશે, જેથી ફોર્મ ભરતા પહેલા તે હાથવગી રાખવી.
- અરજી પત્રક નમુના -૨ (બે) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
- ફોર્મ ભરતી વખતે જરુરી વિગતો સાથે રાખવાની માહિતી માંટે અહી ક્લીક કરો.
નવું બારકોર્ડેડ રેશનકાર્ડ મેળવવા માટે કયા પુરાવાની જરુરીયાત રહેશે?
- જરુરી પુરાવાની વિગત મેળવવા માટે અહીં ક્લીક કરો.
ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાં નામ ઉમેરવા શું કરવું?
ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૩ ભરવાનું રહેશે.
- અરજી પત્રક નમુનો -૩ (ત્રણ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાંથી નામ કમી કરાવવા શું કરવું?
ચાલુ રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૪ ભરવાનું રહેશે.
- અરજી પત્રક નમુનો -૪ (ચાર) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
મારું રેશનકાર્ડ ટ્રાન્સફર કરાવવું છે તો મારે શું કરવું?
સરકારશ્રીની નવી યોજના પ્રમાણે બાર્કોડેડ રેશન કાર્ડ ધારકને કાર્ડ બદલવાની જરુર નથી પરંતુ માત્ર સરનામું અને તે વિસ્તારના દુકાનદારનું નામ સુધરાવવાનું રહેશે.
બારકોર્ડેડ રેશનકાર્ડમાં કેટલી શ્રેણીઓ ઉપલબ્ધ છે?
- રેશનકાર્ડમાં ઉપલબ્ધ શ્રેણીઓની વિગત મેળવવા માટે અહીં ક્લીક કરો.
નવું બારકોડેડ રેશનકાર્ડ કઈ રીતે વિભાજનથી મેળવી શકાય?
નવું બારકોડેડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટે અરજી ફોર્મ નમુનો નં. પ ભરવાનું રહેશે.
- અરજી પત્રક નમુનો -૫ (પાંચ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
આવી આવનાર તમામ પ્રકારની નવી અપડેટ્સ મેળવવા માટે અમારી વેબસાઇટ Digital Gujarat Portal ની મુલાકાત લેતા રહો, આભાર…