BJP Candidate List 2024: BJPએ 195 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, PM મોદી સાહેબ સતત ત્રીજી વખત વારાણસીથી લડશે ચૂંટણી, જાણો તમારા વિસ્તારમાં કોને મળી ટિકિટ

BJP Candidate List 2024 Declared: લોકસભા ચૂંટણી 2024માં BJPએ 195 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, PM નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વારાણસીથી લડશે ચૂંટણી, જાણો કોને કોને મળી ટિકિટ અને કોણ છે નવો ચહેરો, તમારા વિસ્તારમાં કોને મળી ટિકિટ, BJP – ભાજપના ઉમેદવારોની યાદી 2024માં શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં પીએમ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડશે એવુ લિસ્ટમાં નામ જાહેર કરાયુ છે વધુમાં તમે પણ જાણો આ યાદીમાં કોના નામ છે વગેરે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BJPએ 195 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો તમારા વિસ્તારમાં કોને મળી ટિકિટ – BJP Candidate List 2024

BJP candidates List 2024: લોકસભા ચૂંટણી 2024ને લઇને શાસક પક્ષ એટલે કે BJP – ભાજપના ઉમેદવારો પ્રથમ યાદી જાહેર કરી દીધી છે ત્યારે જેમાં પીએમ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડશે, સાથે બીજા કૉણ ક્યાં લડશે ચુંટણી તો મિત્રો તમે પણ જાણો આ યાદીમાં કોના નામ છે તો પ્રથમ યાદીમાં 542માંથી 195 લોકસભા બેઠકો માટેના ઉમેદવારોના નામ છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા હાઈપ્રોફાઈલ નેતાઓના નામ છે. પીએમ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડશે. આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે. આ સિવાય સ્મૃતિ ઈરાનીને ત્રીજી વખત અમેઠીથી ટિકિટ મળી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ લખનૌથી ચૂંટણી લડશે. ભાજપની પ્રથમ યાદીમાં પણ ઘણા આશ્ચર્યજનક નામો સામે આવ્યા છે. બીજેપી ઉમેદવારોની યાદી 2024: પ્રથમ યાદીમાં યુપીના 51, મધ્યપ્રદેશના 24 ઉમેદવારોના નામ રહેલા છે.

BJP candidates List 2024: લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે. સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના 51 ઉમેદવારો, પશ્ચિમ બંગાળના 20 ઉમેદવારો, મધ્યપ્રદેશના 24 ઉમેદવારો, ગુજરાતના 15 ઉમેદવારો, રાજસ્થાનના 15 ઉમેદવારો, કેરળના 12 ઉમેદવારો, તેલંગાણાના 09 ઉમેદવારો, આસામના 11 ઉમેદવારો છે. ઝારખંડમાંથી 11 ઉમેદવારો છત્તીસગઢના 11, દિલ્હીના પાંચ ઉમેદવારો, જમ્મુ અને કાશ્મીરના બે ઉમેદવારો, ઉત્તરાખંડના ત્રણ ઉમેદવારો, અરુણાચલ પ્રદેશના 1, ગોવાના એક અને આંદામાન અને નિકોબારમાંથી એક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ યાદીમાં ભાજપે 50 વર્ષથી ઓછી ઉંમરના 47 અને 28 મહિલાઓને ટિકિટ આપી છે. તે જ સમયે, 57 OBC ઉમેદવારો અને 18 અનુસૂચિત જાતિના ઉમેદવારોને યાદીમાં સ્થાન મળ્યું છે. આમ, 34 કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓ ઉપરાંત બે પૂર્વ મુખ્યમંત્રીના નામ પણ પ્રથમ યાદીમાં છે.

BJP ઉમેદવારોની યાદી 2024 માં PM નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપતાં PM મોદીએ લખ્યું, ‘હું પાર્ટીના કરોડો નિઃસ્વાર્થ કાર્યકરોને સલામ કરું છું!’

BJP candidates List 2024: લોકસભા ચૂંટણી 2024 માં PM નરેન્દ્ર મોદી વારાણસીથી ઉમેદવાર જાહેર થયા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘હું બાબા વિશ્વનાથની નગરી કાશીમાં ત્રીજી વખત મારા પરિવારના સભ્યોની સેવા કરવા માટે ખૂબ જ ઉત્સુક છું. ભાજપના નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર. આ સાથે, મારામાં સતત વિશ્વાસ રાખવા બદલ હું પાર્ટીના કરોડો નિઃસ્વાર્થ કાર્યકરોને સલામ કરું છું! 2014 માં, હું લોકોના સપના પૂરા કરવા અને ગરીબમાં ગરીબને સશક્ત બનાવવાના સંકલ્પ સાથે કાશી ગયો હતો. છેલ્લા 10 વર્ષોમાં, અમે કાશીને કાયાકલ્પ કરવા માટે વિવિધ ક્ષેત્રોમાં ઝડપી પ્રગતિ કરી છે. વિકાસ માટેના આ સર્વાંગી પ્રયાસમાં હું કોઈ કસર છોડીશ નહીં. કાશીના મારા ભાઈ-બહેનોએ મને જે અપાર પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે તેના માટે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

BJP ઉમેદવારોની યાદી 2024: જ્યોતિરાદિત્ય સિંધિયા ગુનાથી ચૂંટણી લડશે, શિવરાજ સિંહ ચૌહાણ વિદિશાથી ચૂંટણી લડશે.

BJP ઉમેદવારોની યાદી 2024 માં લોકસભા સ્પીકર ઓમ બિરલા કોટા સીટથી ચૂંટણી લડશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ગુનાથી ચૂંટણી લડશે, મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ વિદિશાથી ચૂંટણી લડશે. ત્રિપુરાના ભૂતપૂર્વ સીએમ બિપ્લબ દેબ ત્રિપુરા પશ્ચિમ, કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ, કેન્દ્રીય પ્રધાન અને આસામના ભૂતપૂર્વ સીએમ સર્બાનંદ સોનાવલ ડિબ્રુગઢ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પોરબંદર, કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટ નૈનીતાલ ઉધમસિંહ નગર, કેન્દ્રીય જળ સંસાધન પ્રધાન. જોધપુરથી ગજેન્દ્ર સિંહ શેખાવત ચૂંટણી લડશે. શ્રી રામ જન્મભૂમિ ન્યાસ નિર્માણ સમિતિના વડા નૃપેન્દ્ર મિશ્રાના પુત્ર સાકેત મિશ્રાને શ્રીવસ્તીથી ટિકિટ મળી છે.

લોકસભા ચૂંટણી 2024માં BJP ઉમેદવારોની યાદી 2024 આંદામાન અને નિકોબાર ટાપુ બેઠક પરથી બિષ્ણુ પદ રે, દમણ અને દીવથી લાલુ ભાઈ પટેલ, ગોવાની ઉત્તર ગોવા બેઠક પરથી શ્રીપદ યેસો નાયક, જમ્મુ-કાશ્મીરની ઉધમપુર બેઠક પરથી પીએમઓમાં રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ, જમ્મુથી જુગલ કિશોર. અરુણાચલ પૂર્વ બેઠક પરથી શર્મા અને તાપીર ગાઓને ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

લોકસભા ચૂંટણી 2024 માટે BJP દ્વારા જાહેર કરાયેલ ઉમેદવાર યાદી ડાઉનલોડ કરો અહીંંથી

લોકસભા ચૂંટણી 2024ને લઇને આવનાર તમામ પ્રકારની તાજી અપડેટ્સ માટે અમારી સાથે Digital Gujarat Portal પર જોડાયેલ રહો. આભાર….