Upi Service: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ યૂપીઆઈને લઈને મોટો આદેશ જાહેર કર્યો છે. UPIનું સંચાલન કરનારી સંસ્થા PhonePe અને Google Pay જેવી થર્ડ પાર્ટી એપ્સ અને બેંકોને આદેશ આપ્યો છે કે, તેઓ આવા યૂપીઆઈ (Upi Service) આઈડી બંધ કરે, જેમાં છેલ્લા એક વર્ષથી કોઈ કોઈ પણ પ્રકારનુ ટ્રાન્ઝેક્શન થયુ નથી. તેમનુ એકાઉન્ટ બંધ કરતા પહેલા યૂઝર્સેને ઈમેઈલ કે મેસેજ દ્વારા નોટિફિકેશન પણ મોકલવા માટે કહેવામાં આવ્યું છે. NPCIએ તેના માટે 31 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે.
Upi Service: NPCI નો મોટો નિર્ણય
NPCIના આ કડક પગલાથી યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન વધુ સુરક્ષિત કરવામા આવશે. તેમજ ઘણા ખોટા ટ્રાન્ઝેક્શન પર પણ પ્રતિબંધ લાગશે. આ આદેશ બાદ બાદ હવે બધા એપ્સ અને બેંક દ્રારા નિષ્ક્રિય ગ્રાહકોના યૂપીઆઈ આઈડી અને તેનાથી જોડાયેલા મોબાઈલ નંબરને વેરિફાઈ કરવામા આવશે. જેના ખાતામા 1 વર્ષ સુધી કોઈ ક્રેડિટ કે ડેબિટ થયું નથી, તો તેમની યૂપીઆઈ આઈડીને બંધ કરી દેવામાં આવશે. જો એક વર્ષથી આઈડીમાંથી કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન થયું નથી, તો તેને બંધ કરી દેવામાં આવશે. નવા વર્ષથી ગ્રાહકો આ આઈડીથી ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. NPCIને ખોટા ટ્રાન્ઝેક્શનની ઘણી ફરિયાદો મળી છે, તેના લીધે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
ખોટા ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો થયો
જો એક વર્ષથી UPI આઈડીમાંથી કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન થયું નથી, તો તેને બંધ કરવામાં આવશે. નવા વર્ષથી ગ્રાહકો આ આઈડીથી ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. NPCIને ખોટા ટ્રાન્ઝેક્શનની ઘણી ફરિયાદો મળી રહી છે, તેના લીધે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ઘણીવાર લોકો તેમનો મોબાઈલ નંબર બદલે છે અને તેની સાથે સંબંઘિત યૂપીઆઈ આઈડીને બંધ કરતા નથી. આ નંબર કોઈ અન્યને મળી જાય છે અને યૂપીઆઈ આઈડી ત્યાં એક્ટિવેટેડ જ રહે છે. એવામાં આ નંબર પર જો કોઈએ રૂપિયા મોકલ્યા તો તે વ્યક્તિે મળશે, જેની પાસે તે નંબર છે.
આ પણ વાંચો: શું તમે જાણો છો ! Aadhar Card ની પણ Expiry છે ? જાણો કેટલા સમય માટે માન્ય રહે છે આ આધાર કાર્ડ ?
શું છે Upi Service?
યૂપીઆઈનું ફુલ ફોર્મ Unified Payment Interface (UPI) છે. તે તરત જ ઓનલાઈન પેમેન્ટની કરવાની રીત છે. યૂપીઆઈને બનાવનારી તેમજ સંચાલન કરનારી સંસ્થા NPCI છે. તમે ભીમ, ગૂગલ પે, ફોન પે કે કોઈ પણ બેંકના એપ પર યૂપીઆઈ આઈડી જનરેટ કરીને તેનો ઉપયોગ કરી શકો છો. યૂપીઆઈનો ઉપયોગ કરવા માટે તમારે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડતો નથી.