IPL 2024: શુ મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યા માટે રોહિત શર્માને ટ્રેડ કરશે? IPL માં મોટા ઉલટફેરની સંભાવના

IPL 2024: મિત્રો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024નું ઓક્સન 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવાનુ છે આ ઓક્સન પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા તેની પહેલી IPL ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયનમાં પાછા આવી શકે છે સામે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સ્થાન આપવા માટે MIને કેટલાક મોટા ખેલાડીઓને રિલીઝ અથવા ટ્રેડ કરવા પડશે જેમાં ઈશાન કિશન અને રોહિત શર્માના નામ ચર્ચામા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યા માટે રોહિત શર્માને ટ્રેડ કરશે ?

  • જેમ જેમ IPL 2024 માટે રીટેન્શન લિસ્ટની છેલ્લી તારીખ નજીક આવી રહી છે, ત્યારે IPL 2024 મા કેટલાક મોટા ટ્રાન્સફરને કરવાની ચર્ચાઓ પણ વધી રહી છે.જેમા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ગુજરાત ટાઇટન્સ (GT)નો હાલનો કેપ્ટન હાર્દિક પંડ્યાની ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં જોવા મળવાની શક્યતા છે. અને મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યા માટે રોહિત શર્માને ટ્રેડ કરી શકે છે એવી પણ ચર્ચા થઈ રહી છે એટલે કે રોહિત આગામી સિઝનમાં ગુજરાત ટાઇટન્સની કમાન સંભાળી શકે છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મોટી ડીલ થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.

હાર્દિકે ગુજરાત ટાઇટન્સને ડેબ્યૂ સિઝનમાં ચેમ્પિયન બનાવ્યું હતું

  • વર્ષ 2022માં હાર્દિક પંડ્યાએ તેની કેપ્ટનશિપ હેઠળ ગુજરાત ટાઇટન્સને ડેબ્યૂ સિઝનમાં ચેમ્પિયન બનાવ્યું હતું. રાજસ્થાન રોયલ્સ (RR) સામેની ફાઇનલમાં હાર્દિક પંડ્યાને પણ ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો હતો. તેમજ વર્ષ 2023માં ગુજરાત ટાઇટન્સ બીજી વખત IPLની ફાઇનલમાં પ્રવેશી હતી જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) સામે હારીને રનર-અપ ટિમ રહી હતી.

આ પણ વાંચો: હવે બોલિંગ કરવામાં મોડું થશે તો જાણી લો આ આઇસીસીના નવા નિયમો, બોલિંગ ટીમને મોટો ઝાટકો

રોહિત શર્માએ મુંબઈને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું

  • IPLમાં એમએસ ધોની સાથે રોહિત શર્માની ગણતરી સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સને 2013, 2015, 2017, 2019 અને 2020 એમ પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે ત્યારે આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્માને છોડવા માંગશે નહીં. જો હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સ પોતાના ટીમમાં રિટર્ન કરવા ઈચ્છે છે અને રોહિત શર્માને પણ પોતાના ટીમમાં જાળવી રાખવા માંગે છે તો તેમની પાસે ઈશાન કિશનને રિલીઝ કરવાનો વિકલ્પ પણ રહેશે. આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સ ઈંગ્લિશ ઝડપી બોલર જોફ્રા આર્ચરને પણ રીલીઝ કરે એવી પણ ચર્ચા હાલ થઈ રહી છે.
IPL Official Websiteઅહિ ક્લિક કરો
વધારે માહિતી માટેઅહિ ક્લિક કરો