Best Investment Options: નવા વર્ષની શરુઆત સાથે જો તમે પણ એવા રોકણ ઓપ્શન શોધી રહ્યા હોવ જેમાં તમારું જ નહીં આખા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત થઈ જાય તો આજે તમને પરફેક્ટ ઓપ્શન આપી રહ્યા છે જેમાં થોડા વર્ષોમાં ગેરંટી સાથે રુપિયા ડબલ થઈ જશે એટલું જ નહીં રિસ્ક પણ ઓછું છે. જેની પાછળનું કારણ આમાંથી કેટલીક યોજના ખુદ ભારત સરકાર ચલાવી રહી છે.
નવા વર્ષની શરુઆતમાં જો તમે પણ રોકણ કરવાનુ શોધી રહ્યા છો – Best Investment Options
જાન્યુઆરીનો મહિનો ચાલી રહ્યો છે. હજુ તો વર્ષ શરું જ થયું છે ત્યારે મોટાભાગના રોકાણકારો વર્ષ આખાનું આયોજન કરી લેતાં હોય છે. તમારે પણ આવું એક આયોજન કરી લેવું જોઈએ જેનાથી તમારું જ નહીં આખા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે છે. તો નવા વર્ષે તમે પણ રોકાણનું શ્રીગણેશ આ ઓપ્શન્સમાં કરો અને થોડા વર્ષોમાં જોશો કે તમારા રોકેલા રુપિયા ડબલ થઈ જશે તે પણ ગેરંટી સાથે. આ રોકાણનું બીજુ મહત્વનું પાસું એ છે કે તેમાં નુકસાનીનો ભય લગભગ નહીવત છે.
જો તમે પણ તમારા રુપિયા ડબલ કરવા માગો છો અને તે પણ ઝીરો રિસ્કે તો પોસ્ટ ઓફિસની FD બેસ્ટ ઓપ્શન છે. હાલના સમયમાં પોસ્ટ ઓફિસ દ્વારા 5 વર્ષની FD પર 7.5 ટકા હિસાબે વ્યાજ મળે છે. જો તમે 5 વર્ષ માટે 1 લાખનું રોકણ કરો છો અને પછી પાકતી મુદતે તેને બીજા 5 વર્ષ માટે રોકી દો છો તો 10 વર્ષના અંતે તમારા રુપિયા ડબલ જેટલા થઈ જાય છે. ઉદાહરણ તરીકે 1 લાખનું રોકાણ 7.5 ટકા વ્યાજે 10 વર્ષ પચી 2,10,235 રુપિયા થઈ જાય છે.
સરકારી યોજનામાં પોસ્ટ ઓફિસ મારફત તમે રોકાણ કરી શકો
કિસાન વિકાસ પત્ર પણ આવો જ એક ઓપ્શન છે. જે નિશ્ચિત અવધીમાં તમારી રકમ ડબલ કરી આપે છે. આ સરકારી યોજનામાં પણ પોસ્ટ ઓફિસ મારફત તમે રોકાણ કરી શકો છો. જેમાં ઓછામાં ઓછું 1000 રુપિયા અને ત્યારબાદ 100ના ગુણાંકમાં તમે ઈચ્છો તેટલાં રુપિયા રોકી શકો છો. આ યોજનામાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી. આ યોજના 115 મહિનામાં તમારી રકમને ડબલ કરી આપશે.-Best Investment Options
ત્રીજો ઓપ્શન છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP, જે શેરબજાર સાથે લિંક્ડ સ્કીમ છે. જેથી તેમાં કેટલાક જોખમ રહેલાં છે. જોકે બજારમાં ડાયરેક્ટ રોકાણ કરતાં અહીં જોખમ ઓછું હોય છે. તેમજ મોટાભાગના એક્સપર્ટ્સ અનુસાર SIP લોન્ગ ટર્મમાં બીજી સ્કીમ્સ કરતાં વધારે વ્યાજ આપે છે. ઉદાહરણ તરીકે તમે SIPમાં લમ્પસપ 1 લાખ રુપિયાનું રોકાણ કરો છો તો લાંબાગાળે સરેરાશ 12 ટકા વ્યાજ સાથે 6 વર્ષમાં તમારા રુપિયા લગભગ ડબલ એટલે કે 1,97,382 થઈ જાય છે.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ, બમ્પર વ્યાજ સાથે દર મહિને 9000 રૂપિયા કમાવો,જાણો આ સ્કીમ વિશે
તમારા માટે SIP બેસ્ટ ઓપ્શન છે. થોડા રિસ્ક સાથે તેમાં વધુ રિટર્ન મળવો
જો તમે એક સાથે મોટી રકમનું રોકાણ નથી કરી શકતાં તો તમારા માટે SIP બેસ્ટ ઓપ્શન છે. થોડા રિસ્ક સાથે તેમાં વધુ રિટર્ન મળવા ઉપરાંત માસિક નાના નાના હપ્તે રોકાણની સુવિધા પણ મળે છે. જો તમે દર મહિને 2000 રુપિયાનું પણ રોકાણ કરો છો તો 10 વર્ષમાં તમે કુલ 2,40,000 રુપિયા રોકો છો પરંતુ 10 વર્ષમાં 12 ટકા વ્યાજ સાથે તમારી તે રકમ 4,64,678 રુપિયા થઈ ગઈ હોય છે.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ રોકાણને લગતી જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. digitalgujaratportal.com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરુર લો.)