Bank Rules: જો કોઇનુ મૃત્યુ થઇ જાય તો બેંકના ખાતામાં પડેલા જમા પૈસા કોને મળશે? એ પૈસા કોને મળશે તો જાણો બેંકના જરૂરી નિયમો

Bank Rules: જ્યારે પણ આપણે ખાતું ખોલાવવા બેંકમાં જઈએ છીએ ત્યારે આપણને એક ફોર્મ ભરવાનું કહેવામાં આવે છે. આ ફોર્મમાં ગ્રાહક પાસેથી તેની તમામ અંગત માહિતી લેવામાં આવે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જો કોઇનુ મૃત્યુ થઇ જાય તો બેંકના ખાતામાં પડેલા જમા પૈસા કોને મળશે? – Bank Rules

દેશમાં બેંકિંગ સુવિધાનો વ્યાપ ખૂબ જ ઝડપથી વધ્યો છે. પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ દેશભરમાં કુલ 44.5 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, લોકો આજકાલ ઘરોમાં પૈસા રાખવાને બદલે બેંકોમાં એકાઉન્ટ રાખવાનું પસંદ કરે છે. જ્યારે પણ આપણે ખાતું ખોલાવવા બેંકમાં જઈએ છીએ ત્યારે આપણને એક ફોર્મ ભરવાનું કહેવામાં આવે છે. આ ફોર્મમાં ગ્રાહક પાસેથી તેની તમામ અંગત માહિતી લેવામાં આવે છે.

પાછલા થોડા વર્ષોમાં સરકારે ગામથી લઈને શહેરો સુધીના લોકોને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવા પર વધારે ભારે આપ્યો છે. જન-ધન યોજના હેઠળ 44.58 કરોડ ખાતા અલગ અલગ બેન્કોમાં ખોલવામાં આવ્યા છે. તેનાથી ગરીબ અને કમજોર આવક ધરાવતા વર્ગની પહોંચ પણ બેન્કો સુધી પહોંચી છે. લોકો પોતાના જીવનની કમાણીનો એક મોટો ભાગ બેન્કોમાં સેવિંગની રીતે મુકે છે. પરંતુ ખાતાધારકના અચાનક મોત પર ઘણી વખત લોકોને સમજ નથી આવતું કે તે ધન રાશિનો અસલી હકદાર કોણ હશે?

ખાતાધારકના મોત પર ખાતામાં જમા રકમ માટે આ છે નિયમ (Bank Rules)

બેન્ક એકાઉન્ટ ખોલતી વખતે જ તમારી પાસે ફોર્મ પર નોમિનીને ફીલ કરવાનો ઓપ્શન ભરવા માટે કહેવામાં આવે છે. એવામાં કોઈ પણ ખાતાધારકના મોત બાદ તેના એકાઉન્ટમાં જમા રકમ પર અધિકાર નોમિનીનો હોય છે. તે બેન્કમાં આવીને બધા પૈસા કાઢીને એકાઉન્ટ બંધ કરાવી શકે છે. નોમિની હોવા પર ખાતાધારકનું મોત થવા પર કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો.

આ પણ વાચો: શુ તમારી પાસે 786 નંબર વાળી 10 રુપિયાની નોટ છે તો તમને 18 લાખ રૂપિયામાં મળશે, આવી નોટોને વેચવાની રીત જાણો

નોમિની ન હોવા પર શું છે નિયમ?

તમને જણાવી દઈએ કે ઘણી વખત ખાતાધારક પોતાના એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારના નોમિનીનું નામ નથી આપતા. એવામાં એકાઉન્ટમાં જમા રકમ ઉપાડવામાં મુશ્કેલી પડી શકે છે. પરંતુ તેના માટે પણ RBIના અમુક નિયમ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. તેના અનુસાર જો કોઈ ખાતાધારકનું મોત થઈ ગયું હોય તેના દરેક ઉત્તરાધિકારીઓને આ પૈસા માટે ક્લેમ કરવો પડે છે.

તેના માટે ઉત્તરાધિકારીને ઉત્તરાધિકારી પ્રમાણ પત્ર (Succession Certificate) આપવું જરૂરી છે. તેનાથી તે વ્યક્તિની ઓળખ ખાતાધારકના કાયદાકીય ઉત્તરાધિકારીના રૂપમાં થાય છે. પરંતુ જણાવી દઈએ કે આ પ્રક્રિયા થોડી જટીલ છે. ઉત્તરાધિકારી પ્રમાણ પત્ર બતાવીને એકાઉન્ટથી પૈસા કાઢી શકે છે.

જોઈન્ટ એકાઉન્ટનો આ છે નિયમ (Bank Rules)

તમને જણાવી દઈએ કે જો ખાતાધારકે પોતાના એકાઉન્ટને કોઈની સાથે જોઈન્ટ ખોલ્યું છે તો કોઈ એક ખાતાધારકના મોત પર બીજાને બધા પૈસા મળી જાય છે. બીજો ખાતાધારક વગર કોઈ મુશ્કેલીએ બધા પૈસા ઉપાડી શકે છે.