Ayushman Card: આયુષ્માન કાર્ડનો ઉપયોગ ન કરવામાં આવે તો શું કાર્ડ બંધ થઈ જાય? જાણો સરકારના નિયમ શું છે.

Ayushman Card: આયુષ્માન યોજના હેઠળ જે લોકો આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરે છે તેમને ઘણી વાર સવાલ થતો હસે કે જ આયષ્માન કાર્ડનો ઉપયોગ કરવામાં ન આવે તો શુ કાર્ડ બંધ થઇ જાય? તો આપણે આગળ સરકારના નિયમો શુ છે જેના વીશે આગળ લેખમાં માહિતી મેળવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આયુષ્માન કાર્ડનો ઉપયોગ ન કરવામાં આવે તો શું કાર્ડ બંધ થઈ જાય? – Ayushman Card

આયુષ્માન કાર્ડ, જે પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાના (PM-JAY) અંતર્ગત આપે છે, તે કોઈ નક્કી સમયમર્યાદા પછી એક્સપાયર થતું નથી જો તેનો ઉપયોગ ન કરવામાં આવે. આ કાર્ડ લાભાર્થીઓને જરૂર પડતા સમયે આરોગ્ય સેવાઓ પ્રાપ્ત કરવા માટે છે, અને જો તેનો ઉપયોગ ન કરવામાં આવે તો તે કાર્યરત રહે છે.

આયુષ્માન ભારત યોજના હેઠળ, આયુષ્માન કાર્ડ (Ayushman Card) તમામ લાભાર્થીઓ માટે બનાવવામાં આવે છે. આ કાર્ડનો ઉપયોગ કરીને લગભગ 30 હજાર હોસ્પિટલોમાં મફત સારવારની સુવિધા મેળવી શકાય છે. જેમાં સરકારી હોસ્પિટલો સાથે ખાનગી હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે.

કોઈપણ લાભાર્થી આયુષ્માન કાર્ડ (Ayushman Card) દ્વારા 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે. આયુષ્માન કાર્ડ (Ayushman Card) યોજનાનો લાભ લેતા લાભાર્થીઓ પાસે યોજનાને લગતા કેટલાક પ્રશ્નો છે. તેમની વચ્ચે એક પ્રશ્ન એ છે કે શું આયુષ્માન કાર્ડ (Ayushman Card)નો ઉપયોગ એક વર્ષ સુધી ન કરવામાં આવે તો કાર્ડની સમયસીમા સમાપ્ત થઈ જાય છે.

આ પણ વાચો: શાળાઓમાં ભણતી દીકરીઓને 50 હજારની સહાય મળશે, જાણો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરશો?

જો તમારા મનમાં પણ આ સવાલ છે તો અમે તમને જણાવી દઈએ કે આવું થતું નથી. આ આયુષ્માન કાર્ડ (Ayushman Card) 1 વર્ષ પછી આપમેળે રિન્યુ થઈ જાય છે. આનો અર્થ એ છે કે જો તમે એક વર્ષ સુધી તેનો સતત ઉપયોગ ન કરો તો પણ તે સમાપ્ત થશે નહીં. તમે જ્યારે ઇચ્છો ત્યારે તેના લાભો ફરી મેળવી શકો છો.

તેથી, જો તમારે કાર્ડનો ઉપયોગ કરવાની જરૂર નથી પડી હોય તો પણ તે એક્સપાયર નહીં થાય અને જ્યારથી તમારે તેની જરૂર પડશે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. જો તમારી બાંયધરીની સ્થિતિ બદલાય, તો નવી યાદીમાં તમારું નામ દાખલ હોવું જોઈએ અને તાજેતરનો આવક પ્રમાણપત્ર આપવું જોઈએ.