PM Awas Yojana: PM આવાસ યોજનામાં અરજી કરવી છે? તો પહેલા ખાસ આટલું જાણી લો અને આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

PM Awas Yojana: PM આવાસ યોજનાના કારણે ઘણા લોકોનું ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. જો તમે પણ PM આવાસ યોજનામાં અરજી કરવા માંગો છો તો આટલી વાતોનું ખાસ ધ્યાન રાખો. નહીં તો તમે છેતરાઈ શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM આવાસ યોજનામાં અરજી કરવી છે? તો પહેલા ખાસ આટલું જાણી લો – PM Awas Yojana

PM આવાસ યોજનામાં હાલના સમયમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને લાભ લઈ રહ્યા છે. જો તમે પણ આ યોજના હેઠળ પોતાના ઘરનું ઘર બનાવવા માંગો છો તો તમે પણ તેની સાથે જોડાઈ શકો છો. બસ તમારૂ આ યોજના માટે પાત્ર હોવું જરૂરી છે અને જો તમે અરજી કરી રહ્યા છો તો તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહીં તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.

આ પણ વાચો: માત્ર 200 રૂપિયાથી રોકાણ શરુ કરો અને 28 લાખ રૂપિયા મળશે, જાણો શું છે LICની આ સ્કીમ

અરજી કરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન

  • અરજીના સમયે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે પરંતુ ધ્યાન રાખો કે કોઈને પણ ઓરિજનલ આધાર કાર્ડ ન આપો. સાથે જ કોઈની પાસે તેને જમા પણ ન કરાવો. નહીં તો તમારા આધાર કાર્ડ દ્વારા ફ્રોડ થઈ શકે છે.
  • તમે યોજનામાં અરજી કરાવી રહ્યા છો તો પોતાની ગુપ્તતા બેંકિંગ ડિટેલ્સ બિલકુલ પણ શેર ન કરો. તેમાં તમારો ડેબિટ કાર્ડ નંબર, સીવીવી નંબર, ઓટીપી વગેરે કોઈની પણ સાથે શેર ન કરો. નહીં તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.
  • જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અપાત્ર છો તો ભૂલથી પણ અરજી ન કરો. ફ્રોડ તમને અરજી કરવાનું કહી તમારી પાસે બદલામાં પૈસા માંગે છે. આવા લોકોથી બચીને રહો. સરકાર પાત્ર લોકોને જ લાભ આપે છે.
  • PM Awas Yojana માં અરજી કરવા માટે સરકાર કોઈ ચાર્જ નથી લેતી. જો તમારી પાસે કોઈ પૈસા માંગી રહ્યું છે તો આવા લોકોથી સાવધાન રહો.