Income Proof Certificate: આવકનો દાખલો કઢાવવા માટેની સૌથી સરળ રીતે જાણો, કયા કયા પુરાવાની જરુર પડશે

Income Proof Certificate: આવકના દાખલો કોઈપણ સરકારી કામકાજમાં જો તમારે પૈસાની જરૂર હોય તો એમાં આવકનો દાખલો અચુક માંગવામાં આવે છે. એટલું જ નહીં સરકારી નોકરીમાં ફોર્મ ભરતી વખતે અનામતનો લાભ લેવા માંગતા ઉમેદવારોએ પણ ક્રિમિલીયર સર્ટી અને જાતિનું પ્રમાણ રજૂ કરતી વખતે પણ આવકના દાખલાની જરૂર પડે છે. તો આવકનો દાખલો કેવી રીતે કઢાવશો તેમજ તેના માટે કયા કયા ડૉક્યુમેંટની જરુર પડશે તેના વીશે માહિતી મેળવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આવકનો દાખલો કઢાવવા માટેની સૌથી સરળ રીતે જાણો, કયા કયા પુરાવાની જરુર પડશે – Income Proof Certificate

તમે ભણતા હોવ ત્યારે તમારા પિતાના નામનો આવકનો દાખલો(Income Proof Certificate) કઢાવવો પડતો હોય છે. હોસ્પિટલનું કામ હોય કે, હાઉસીંગમાં મકાન લેવાનું નિયમાનુસાર આ દરેકમાં આવકના દાખલાની જરૂર પડે છે. ત્યારે અહીં જાણો વિગતવાર માહિતી કે, આખરી કોઈ માથાકૂટ કર્યા વિના, ખોટા રૂપિયા ખર્ચ્યા વિના કેવી રીતે આવકનો દાખલો કઢાવી શકાય.

આવકનો દાખલો કઢાવવા માટેની શું છે સંપૂર્ણ પ્રક્રિયા?

  • ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ ઓનલાઈન અપોઇનમેન્ટ લેવી. (જો આપના ઝોન કે જિલ્લા માં લાગુ પડે તો.) અપોઇનમેન્ટ ની રસીદ અને પુરવાઓ લઈ પોતાના વિસ્તારને લગતી મામલતદારની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલા માટેનું ફોર્મ (વિનામૂલ્યે) મેળવવું.
  • ફોર્મ ભર્યા બાદ 3 3. ની કોર્ટ ફી ટીકીટ ફોર્મ પર આગળના પાને ખાલી જગ્યા જોઈ લગાડવી. અને અન્ય બધા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ ફોર્મ સાથે પીન કરવી.
  • ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોતાના વિસ્તારને લગતી મામલતદારની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જઈ તમારા વિસ્તારના તલાટી કમ મંત્રી પાસે જઈ બધા ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવી, જવાબ આપવો અને સહી સિક્કા કરાવવા. (તલાટી ને જરૂર જણાઈ તો પંચનામું કરવા સાક્ષીઓને રૂબરૂ માં બોલાવી શકે)
  • તલાટીના સહી સિક્કા કરાવ્યા બાદ આવકના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જવું. આવકના દાખલા માટેના ફોટો પડાવવાના સ્થળે નજીવી ફી ચૂકવી ફોટો પડાવી રસીદ અચૂક મેળવવી.
  • રસીદમાં આવકના દાખલા મેળવવાની તારીખ જોઈ જે-તે તારીખે તમારો આવકનો દાખલો મેળવી લેવો.

આ પણ વાચો: શુ તમારી પાસે પણ * માર્કવાળી 500 રૂપિયાની નોટ છે? તો જાણો RBI એ શુ કહ્યું ?

આવકના દાખલા માટેનું ફોર્મઃ

ગુજરાત સરકારના ઠરાવ મુજબ આવકના દાખલાની સમય-મર્યાદા ૩ વર્ષ (નાણાકીય વર્ષ)ની કરવામાં આવી છે. આથી યોગ્ય રીતે સાચવી ને રાખવો. આવક ના દાખલાનું ફોર્મ ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંકનો ઉપયોગ કરી શકો છો.

  • આવકના દાખલા(Income Proof Certificate) માટેનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

આવકનો દાખલો કઢાવવા માટે જરુરી ડોક્યુમેન્ટ

  • અરજદારનો આધાર કાર્ડ
  • અરજદારનું રેશનકાર્ડ
  • અરજદારનું છેલ્લું લાઈટબીલ/વેરાબિલ (જો ભાડે થી રહેતા હોઈ તો ભાડાકરાર)
  • અરજદાર ના રહેણાંક ની આસપાસના 2 પુખ્ત પાડોશીના આધારકાર્ડ (પંચનામું કરવા)
  • ૩ ૩. ની કોર્ટ ફી ટીકીટ
  • ૫૦ ૩, નો સ્ટેમ્પ
  • મેયર/સાંસદ/ધારાસભ્ય (કોઈપણ એક) પાસેથી મળતો આવક નો દાખલો.