Ambalal Prediction: રાજયમા નવેમ્બર માસમા થયેલા કમોસમી વરસાદ થી ખેતીના પાકમા ઘણુ નુકશાન થવા પામ્યુ હતુ. એવામા રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદ માવઠુ થવાનું સંકટ ઉભું થયું છે. અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગ ની અસરના કારણે વાતાવરણ મા પલતો આવશે અને વિપરીત પરિસ્થિતી સર્જાઈ છે. આવી સ્થિતિમાં અરબી સમુદ્રની અંદર લો પ્રેશર એકટીવ થતા ચક્રવાત આવવાની પણ શક્યતા દેખાઇ રહી છે. કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે તેની વધુ અસર થવાની શક્યતા રહેલી છે. અરબ સાગરના ભેજના કારણે 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ માવઠુ થવાની આગાહિ કરવામા આવી છે. 7 જાન્યુઆરી થી રાજ્યના વાતાવરણમાં પલતો આવવાની શક્યતા છે.
Ambalal Prediction: અંબાલાલ પટેલે આપી વરસાદની આગાહી
હાલ ઉત્તર તરફના ફૂંકાતા તેજીલા અને બર્ફીલા પવનોને કારણે ગુજરાતીઓ ઠંડીમા ઠુઠવાઈ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે ટ્રફ રેખા ગુજરાત તરફ આગળ વધતા 7 જાન્યુઆરી બાદ કમોસમી વરસાદ માવઠુ થાય તેવી શકયતા છે. રાજ્ય પર સર્જાયેલી બે વરસાદી સિસ્ટમના કારણે 7 જાન્યુઆરીથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર ના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડે તેવી શકયતા છે. જો કો આ સમયમાં પણ લઘુત્તમ તાપમાન માં કોઈ ફેરફાર ન થવાના સંકેતો મળી રહ્યા છે. 8-9-10 જાન્યુઆરી મા કમ્સોઅમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જો કે 10 જાન્યુઆરી બાદ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શકયતા છે.
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ થવાનુ સંકટ ઘેરાતા ખેડૂતોને ઉભા શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ઘઉં, ચણા, જીરૂ, લસણ સહિતના પાકને નુકસાન થવાની શકયતા છે. નવા વર્ષની શરૂઆત થતા જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. ગુજરાત મા કડકડતી ઠંડી પડી રહી છે અને 10 શહેરોનું તાપમાન 15 ડિગ્રીથી પણ નીચે નોંધાયું હતુ. સૌથી ઓછુ તાપમાન કચ્છના નલિયામાં 8.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તો પોરબંદર, રાજકોટ, ગાંધીનગર અને ડીસામાં 11 થી 13 ડિગ્રી જેટલુ તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો: ધોરણ 10 અને 12 પાસ માટે રેલવેમાં નોકરી માટેની ઉત્તમ તક, રેલવેમાં 8350 જગ્યા માટે ભરતી વિશે વિગતે માહીતી
તારીખ 8 જાન્યુઆરી થી 10 જાન્યુઆરી સુધી જિલ્લાવાઇઝ નીચે મુજબ આગાહિ કરવામા આવી છે.
- 8 જાન્યુઆરીએ જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ દમણ , નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાઓ તથા દાદરનગર હવેલીમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામા આવી છે.
- હવામાન વિભાગે 9 જાન્યુઆરીએ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરે છે.
- હવામાન વિભાગના અનુમાન મુજબ 10 જાન્યુઆરીએ ઉતર ગુજરાત ના જિલ્લાઓ બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, હાલ અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણની વિપરીત પરિસ્થિતી સર્જાઈ છે. આવી સ્થિતિમાં અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સક્રિય થતા ચક્રવાત આવવાની પણ શક્યતા રહેલી છે. કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે તેની વધુ અસર થવાની શક્યતા છે. અરબ સાગરના ભેજના કારણે 7 જાન્યુઆરીમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.