Agriculture App: ખેડુતો માટે આવી જોરદાર એપ, માત્ર ફોટો પાડીને પાકમાં થતી વિવિધ બીમારીઓ વિશે જાણી શકાશે

Agriculture App: જો આજનો ખેડૂત આધુનિક અભિગમ સાથે નવી ટેક્નોલોજી અપનાવી ખેતી કરે, તો સમૃદ્ધિના શિખર સર કરી શકે છે. ત્યારે જી.એચ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજમાં પ્રોફેસર અને સીવીએમ યુનિવર્સિટીમાં PhD કરતા છાયાબેન ઝાલા દ્વારા એવી એપ્લિકેશન વિકસાવવામાં આવી રહી છે, જેની મદદથી ખેડૂતો પાકમાં થતી વિવિધ બીમારી અંગે ફક્ત ફોટો પાડીને જાણી શકશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ખેડુતો માટે આવી જોરદાર એપ – Agriculture App:

જી.એચ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજમાં પ્રોફેસર અને સીવીએમ યુનિવર્સિટીમાં PhD કરતા છાયાબેન ઝાલા દ્વારા એવી એપ્લિકેશન વિકસાવવામાં આવી રહી છે, જેની મદદથી ખેડૂતો પાકમાં થતી વિવિધ બીમારી અંગે ફક્ત ફોટો પાડીને જાણી શકશે. આ એપ્લિકેશન કોઈપણ એન્ડ્રોઇડ મોબાઈલ પર ચાલી શકશે. જેમાં ફક્ત પાકનો ફોટો પાડીને નાખવાથી બીમારી અને તેના માટેના પેસ્ટીસાઈડ અંગે માહિતી આપવામાં આવશે, જેથી કરીને વિવિધ બીમારીઓ થતા પાકને નુકસાનીથી રોકી શકાશે.

એપ્લિકેશન કેવી રીતે કાર્ય કરશે?

આ અંગે છાયાબેન ઝાલાએ જણાવ્યું હતું કે, Agriculture App ન્યુરલ નેટવર્ક પ્રમાણે કામ કરે છે. ન્યુરલ નેટવર્ક મનુષ્યના મગજ જેવું હોય છે, જેમાં વિચારવાની અને ડિસિઝન લેવાની શક્તિ હોય છે. આ નેટવર્ક અંતર્ગત મશીન લર્નિંગમાં ડેટાબેઝ સેટ કરવામાં આવશે. આ ડેટાબેઝના મદદથી પાકમાં થતી વિવિધ બીમારીઓ અંગે ફક્ત ફોટો પરથી જાણી શકાશે.

આ પણ વાચો: આધાર કાર્ડને લઈને મોટા સમાચાર, નોંધણીથી અપડેટ સુધીના નિયમો બદલાયા

ખેડૂતો એપ્લિકેશનને કેવી રીતે ઉપયોગમાં લઇ શકશે

પારંપરિક પદ્ધતિની ખેતીમાં ખેડૂતો પાકમાં જોઈને તેના પર થતી વિવિધ બીમારીઓ અંગે જાતે જાણકારી મેળવતા હોય છે. જોકે ઘણી વખત અમુક બીમારી અંગે ખેડૂતને જાણકારી હોતી નથી અને તે વિસ્તરી જતા પાકમાં નુકસાન થઈ શકે છે. આ એપ્લિકેશનમાં ખેડૂતોએ ફક્ત પાક પર થયેલ બીમારીનું ફોટો પાડીને નાખવાનો રહેશે.

આ ફોટાના મદદથી Agriculture App માં રહેલા ડેટાબેઝ ફીચર સિલેક્ટ કરીને તેની પર રહેલ બીમારીને લોકેટ કરશે અને ત્યારબાદ તેને ડિટેક્ટ કરીને તે અંગે માહિતી આપશે. રોગ ડિટેક્ટ કરી લીધા બાદ તેની ઉપર કયા પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરવો તે અંગેની માહિતી મોબાઇલમાં આવી જશે. આ એપ્લિકેશન થકી બીમારી કયા સ્ટેજમાં છે, તે પણ જાણી શકાય છે. જેથી કરીને વહેલામાં વહેલી તકે તેને દૂર કરીને પાકને થતી નુકસાની અટકાવી શકાય છે. આ એપ્લિકેશનમાં આણંદ અને તેની આજુબાજુના ગામના ડેટાબેઝ લેવામાં આવ્યા છે, જેથી આણંદના ખેડૂતો માટે આ વધુ ઉપયોગી રહેશે.