Adhaar Card Bank Link: જો તમારી પાસે એક કરતા વધુ બેંક ખાતા છે તો ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નિયમો અનુસાર તમે તમારા આધાર કાર્ડ સાથે માત્ર એક જ બેંક ખાતાને લિંક કરી શકશો. આવી પરિસ્થિતિમાં, તમે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) ના myAadhaar પોર્ટલ પર જઈને જાણી શકો છો કે તમારું કયું બેંક એકાઉન્ટ તમારા આધાર નંબર (Adhaar Card Bank Link) સાથે જોડાયેલ છે.
તમારા આધાર કાર્ડ સાથે કયું બેંક ખાતું છે લિંક અત્યારેજ જાણૉ
Adhaar Card Bank Link – Check Aadhaar Linking Status with Bank
- અત્યારે બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવું દરેક ખાતાધારક માટે ફરજિયાત થઈ ગયું છે. જો તમે બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક ના કરાવો તો તમે વિવિધ સરકારી યોજનાઓ અને શિષ્યવૃત્તિનો લાભ મેળવી શકશો નહિ. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિયમો મુજબ, જો તમારી પાસે એક કરતા વધારે બેંક ખાતા છે, તો તમે ફક્ત એક બેંક ખાતાને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરી શકશો. આવી પરીસ્થિતિમાં, તમે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) ના ‘myAadhaar’ પોર્ટલ પર જઈને ચેક કરી શકો છો કે તમારું કયું બેંક એકાઉન્ટ તમારા આધાર નંબર સાથે લિંક છે.
આ પણ જાણો: હવે આધાર કાર્ડમાં સુધારા-વધારા કરાવવા છે તો દૂર જવાની જરૂર નથી, જાણૉ કેમ
આધાર કાર્ડમાં બેંન્ક લિંંક છે કે કેમ કેવી રીતે કરશો ચેક ?
(How to Link Aadhaar with Bank Account Online & Offline )
- સૌ પ્રથમ તમે માય આધાર વેબસાઈટ પર જાઓ
- ત્યારપછી ‘લોગિન‘ બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારો આધાર નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ દાખલ કરો.
- હવે ‘સેન્ડ OTP’ પર ક્લિક કરો.
- OTP પ્રાપ્ત કર્યા બાદ OTP દાખલ કરી હવે, ‘લોગિન’ પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારી સ્ક્રીન પર એક નવું વેબપેજ ખુલશે હવે તેમા ‘Bank Seeding Status‘ નામના બટન પર ક્લિક કરો.
- તેના પર ક્લિક કરવાથી તમે જાણી શકશો કે તમારું કયું બેંક એકાઉન્ટ આધાર નંબર સાથે લિંક છે.
આ રીતે આધાર કાર્ડ સાથે લિંક કરવાની સ્થિતિ જોઇ શકાશે
- બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સ્થિતિ ‘સક્રિય’ અથવા ‘નિષ્ક્રિય’ તરીકે દેખાશે. વધુમાં, બેંક સીડીંગ પેજ પર કુલ ચાર વિગતો દર્શાવશે.
- તમારા આધાર કાર્ડના પ્રથમ અંકો દેખાશે અને આધાર કાર્ડના બાકીના અંકો છુપાયેલા હશે.
બીજી બેંકનું નામ
- ત્રીજી બેંક સીડીંગ સ્થિતિ (સક્રિય/નિષ્ક્રિય)
- ચોથું, તમે સીડિંગની સ્થિતિ વિશે જાણી શકશો કે છેલ્લે ક્યારે અપડેટ કરાઈ હતી.
આધાર કાર્ડ સાથે બેંન્ક લિંક છે કે નહી તે અંગે મહત્વપુર્ણ માહીતી આપતી લીંક લિંક્સ
આધાર કાર્ડ સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
આધાર કાર્ડ સબંધિત તમામ પ્રકારની અપડેટ્સ મેળવવા માટે | અહીં ક્લિક કરો |