Aadhaar Card Update: મિત્રો આધાર કાર્ડ એ આપણા માટે એક મહત્વનુ ડોક્યુમેન્ટ છે. આધાર કાર્ડને દર 10 વર્ષમાં અપડેટ કરવું જરૂરી છે. તેના માટે આધાર કાર્ડ ઈશ્યૂ કરનારી સરકારી એજન્સી UIDAIની તરફથી એક કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. હવે તમે 14 ડિસેમ્બર સુધી તમે તમારુ આધાર કાર્ડ હવે ઓનલાઈન (Aadhaar Card Update)અપડેટ કરી શકો છો. જો તમે આ તારીખ બાદ ઓનલાઈન આધારકાર્ડમા સુધારા વધારા કરાવો છો તો તે માટે તમારે ચાર્જ ચુકવવાનો રહેશે. ત્યાં જ ઓફલાઈન આધાર અપડેટ કરાવા માટે પણ તમારે ચાર્જ આપવાનો રહેશે.
- 14 ડિસેમ્બર સુધી નિશુલ્ક આધાર અપડેટ કરી શકશો
- 14 ડિસેમ્બર સુધી નહીં ચુકવવો પડે કોઈ પણ પ્રકારનો ચાર્જ
- જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
14 ડિસેમ્બર સુધી પૈસા વગર અપડેટ કરી શકો છો?
14 ડિસેમ્બર સુધી આધાર કાર્ડ ધારક કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પોતાનુ નામ, એડ્રેસ, જન્મતિથિ, લિંગ, ફોન નંબર અને ઈમેલ સહિત પોતાના ડેમોગ્રાફિક ડેટાને અપડેટ કરી શકો છો. જોકે તમારે તમારી પોતાની આઈરિસ, ફોટો કે અન્ય બાયોમેટ્રિક જાણકારી અપડેટ કરવાની જરૂર હોય તો તમારે આધાર રજીસ્ટ્રેશન સેન્ટર ખાતે જઈને તમારી જરુરી ડિટેલ્સ અપડેટ કરવાની રહેશે અને તેના માટે તમારે ચાર્જ ચુકવવો પડશે.
આ પણ વાંચો: હવે આધાર કાર્ડમાં સુધારા-વધારા કરાવવા છે તો દૂર જવાની જરૂર નથી, જાણૉ કેમ
Aadhaar Card Update: કઈ રીતે આધારકાર્ડમાં કોઈપણ ચાર્જ વગર અપડેટ કરશો?
- સૌથી પહેલા તમે આધારની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
- ત્યારબાદ મોબાઈલ ઓટીપીના માધ્યમથી લોગઈન કરો.
- હવે નામ/લિંગ/ જન્મતિથિ અને એડ્રેસ પર ક્લિક કરો.
- ત્યારબાદ અપડેટ આધાર ઓનલાઈન ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારપછી એડ્રેસનો વિકલ્પ પસંદ કરો.
- ત્યારપછી પ્રોસિડ ટૂ અપડેટ આધાર ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમારૂ એડ્રેસ અપડેટ કરવાનો જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ત્યારબાદ એસઆરએન જનરેટ થશે. તેની મદદથી તમે પોતાની એપ્લીકેશનને ટ્રેક કરી શકશો.
અગત્યની લિંક્સ
સત્તાવાર વેબસાઈટ | અહિ ક્લિક કરો |
વધારે માહિતી માટે | અહિ ક્લિક કરો |