Aadhaar Card History: તમારા આધારકાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ રહ્યો છે? ચેક કરો નહિતર તમે મોટી મુશ્કેલીમાં પડી શકો છો?

Aadhaar Card History: ઘણા કામોમાં આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે નવા સિમ કાર્ડ ખરીદવા હોય કે રાશન લેવું હોય આધારની જરૂર પડે છે. ઘણા લોકોને તો પોતે ખબર નથી હોતી કે તેમના આધારનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે. પરંતુ જે ટ્રિક અમે જણાવી રહ્યા છીએ તેનાથી બધા રેકોર્ડની જાણકારી મળી જશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તમારા આધારકાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ રહ્યો છે? – Aadhaar Card History

ભારતીય લોકો માટે આધાર કાર્ડ એક ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે. તેના દ્વારા ઘણા કામ સરળતાથી થઈ જાય છે. બેંકમાં એકાઉન્ટ ખોલાવવું હોય તે રાશન લેવું હોય આ કામ આધાર કાર્ડ વગર નથી થતું. ઘણી જગ્યા પર વેરિફિકેશન માટે પણ આધાર કાર્ડ આપવું પડે છે. કુલ મળીને ઘણા કામ એવા હોય છે જે આધાર કાર્ડ દ્વારા સરળતાથી થઈ શકે છે. પરંતુ તમને એ વાતની ખબર હોવી જોઈએ કે તમારા Aadhaar Card નો ઉપયોગ ક્યાં ક્યાં થઈ રહ્યો છે. તમને જરૂર ચેક કરી લેવું જોઈએ કે ચોરી છુપે કોઈએ તમારા આધારનો ખોટો ઉપયોગ તો નથી કર્યો?

Aadhaar Card માં નામ, એડ્રેસ સહિત બાયોમેટ્રિક ડિટે્લ્સ પણ હોય છે. તમારી પ્રાઈવસી માટે જરૂરી છે કે આ ડેટા ખોટા હાથમાં ન જતા રહે. માટે આધાર બનાવનાર સરકારી એજન્સી યુનીક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા તમને આધાર કાર્ડની હિસ્ટ્રી બતાવાની સુવિધા આપે છે. તેનાથી તમને ખબર પડી જશે કે તમારૂ આધાર કાર્ડ ક્યાં ક્યાં ઉપયોગમાં લેવામાં આવ્યું છે.

આધારકાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ રહ્યો છે? તે ચેક કરો

તમારા Aadhaar Cardનો છેલ્લા 6 મહિનામા કયા કયા ઉપયોગ થયો છે તે આધાર ની ઓફીસીયલ વેબસાઇટ પરથી સરળતાથી ચેક કરી શકાય છે. આ માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

  1. સૌ પ્રથમ આધાર માટેની ઓફીસીયલ વેબસાઇટ https://uidai.gov.in ઓપન કરો.
  2. ત્યારબાદ આ વેબસાઇટમા તમારી પસંદગીની ભાષા સીલેકટ કરો.
  3. ત્યારબાદ ઓપન થયેલ વેબસાઇટ મા My Aadhar સેકશન મા Aadhar Services મેનુ મા Aadhar Authentication History ઓપ્શન પર કલીક કરો.
  4. ત્યારબાદ તમારા આધાર નંબર થી લોગીન કરો
  5. ત્યારબાદ છેલ્લા 6 મહિનામા તમારા આધાર નો કઇ કઇ જગ્યાએ ઉપયોગ થયો છે તે દર્શાવશે.

આ પણ વાચો: પંજાબ નેશનલ બેંક 50 હજાર થી 10 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે, જાણો કેવી રીતે અરજી કરશો?

Aadhaar Card ની હિસ્ટ્રી

  • UIDAI પોતાની વેબસાઈટ પર આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી સર્વિસ આપે છે. અહીંથી તમને ખબર પડી જશે કે અત્યાર સુધી કઈ કઈ એજન્સીઓએ તમારા આધારનો ઉપયોગ કર્યો છે. એક વખતમાં તમે છેલ્લા 6 મહિના કે વધારેમાં વધારે 50 રેકોર્ડની લિસ્ટ આપી શકો છો.
  • ઓથેન્ટિકેશન હિસ્ટ્રી સર્વિસને આ વેબસાઈટ https://resident.uidai.gov.in/aadhaar-auth-historyથી ચેક કરી શકાય છે. તમે ઈચ્છો તો mAadhaar એપથી પણ આખો રેકોર્ડ ચેક કરી શકો છો.

આ ડિટેલ્સની જાણ થશે

  • તમે દરકે આધાર ઓથેન્ટિકેશનને ચેક કરી શકો છો અને આ ડિટેલ્સની જાણકારી મેળવી શકો છો.

ઓથેન્ટિકેશનની રીત

  • તમને ખબર પડી જશે કે આધારની ડિટેલ્સ બાયોમેટ્રિક, ડેમોગ્રાફિક કે OTPથી લેવામાં આવી છે.

ઓથેન્ટિકેશનની તારીખ અને સમય

  • તમને ખબર પડી જશે કે આધારનો ઉપયોગ કઈ તારીખ અને સમય પર થયો છો.

UIDAI રિસ્પોન્સ કોડ

  • જ્યારે પણ કોઈ કામ માટે આધારનો ઉપયોગ કરવામાં આવે છે તો UIDAI એક રિસ્પોન્સ કોડ જાહેર કરે છે.

AUAનું નામ

  • ઓથેન્ટિકેશન યુઝર એજન્સી એવી એજન્સી હોય છે જે તમારા આધારનો ઉપયોગ કરે છે. જેમકે ટેલીકોમ કંપની, બેંક, રાશન માટે ફૂડ ડિપાર્ટમેન્ટ વગેરે.

એયુએ ટ્રાન્ઝેક્શન આઈડી

  • હજુ પણ આધારનું ઓથેન્ટિકેશન થાય તો કોડની સાથે એક ટ્રાન્ઝેક્શન આઈડી જનરેટ થાય છે. AUA આ આઈડીને UIDAI સાથે શેર કરે છે.

ઓથેન્ટિકેશન રિસ્પોન્સ

  • આ જણાવે છે કે તમારૂ આધાર ઓથેન્ટિકેશન સફળ રહ્યું કે ફેલ

UIDAI એરર કોડ

જો ઓથેન્ટિકેશન ફેલ થયું હોય તો UIDAI એરર કોડ આપવામાં આવે છે. આ એરર કોડથી જાણકારી મળે છે કે ઓથેન્ટિકેશન કેવી રીતે ફેલ થયું છે

WhatsApp ગ્રૂપમાં જોડાવો!