Gujarat Vidyapith Recruitment 2024: ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ વિવિધ અધ્યાપન અને બિન-શૈક્ષણિક પોસ્ટ માટે 121 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવા ઉમેદવારો ગુજરાત વિદ્યાપીઠની ભરતી 2024 માટે ઓનલાઈન અરજી કરી શકે છે. ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીક, વય મર્યાદા સહિતની તમામ મહત્વપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
આસિસ્ટન્ટ પ્રોફેસરની આ જગ્યા માટે અરજી કરતા ઉમેદવાર ભારતની યુનિવર્સિટીમાંથી અથવા તેની સમકક્ષ એક્રિડેટેડ વિદેશી યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં 55% માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી (અથવા સમકક્ષ ગ્રેડ જ્યાં પણ ગ્રેડિંગ સિસ્ટમ અનુસરવામાં આવે છે) મેળવેલી હોવી જોઈએ.
આ ઉપરાંત પીએચ.ડીના સંબંધિત વિષયમાં ડિગ્રી અથવા NET/ સંબંધિત વિષયમાં SET કરેલ હોવા જોઈએ.
પગાર ધોરણ
જુદી જુદી પોસ્ટ માટે રૂ.12000થી લઈને રૂ.75000 પ્રતિ માસ સુધીના પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યા છે.