Gold Rate Today: બંપર તેજી બાદ હવે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ભારતીય બજારમાં સોનું આજે ફરી ગગડ્યું છે. વાયદા બજાર (MCX) પર સોનાના ભાવ આજે ઘટાડા સાથે ખુલ્યા. ચાંદી તેના કરતા પણ વધુ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી હતી
બંપર તેજી બાદ સોનાના ભાવમાં ઘટાડો – Gold Rate Today
Gold Rate Today: બંપર તેજી બાદ હવે સોનાના ભાવ ધડામ થયા છે. ભારતીય બજારમાં સોનું આજે ફરી ગગડ્યું છે. MCX પર સોનાના ભાવ આજે ઘટાડા સાથે ખુલ્યા. ચાંદી તેના કરતા પણ વધુ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી હતી. શરાફા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોના અને ચાંદીની ખરીદી કરવા ઈચ્છતા લોકો એકવાર લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરી લે.
MCX પર ભાવ
MCX પર આજે સવારે 10.15 વાગ્યાની આજુબાજુ સોનામાં 372 રૂપિયાનો (052 ટકા) ઘટાડો જોવા મળ્યો અને ભાવ 71230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી આ દરમિયાન 583 અંક સાથે 80,269 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 410 રૂપિયાનો ઘટાડા સાથે ખુલ્યું અને ભાવ 71963 રૂપિયા થયો. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 376 રૂપિયા ગગડીને 65918 રૂપિયાના સ્તરે પહોંચ્યું. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદીમાં 1081 રૂપિયા તૂટીને ભાવ પ્રતિ કિલો 80047 રૂપિયા જોવા મળ્યો. એસોસિએશન દ્વારા સવારે ઓપનિંગ અને સાંજે ક્લોઝિંગ એમ બે વખત ભાવ જાહેર કરવામાં આવે છે.
આ પણ વાચો: દરેક વ્યક્તિને મફતમાં રાશન મળશે, જાણો તમારું નામ રાશન કાર્ડમાં કેવી રીતે ઉમેરવું
ગ્લોબલ બજારોમાંથી કેવા છે સંકેત
Gold Rate Today: આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવ ઉછળ્યા છે. નબળા ડોલરના પગલે મેડલના ભાવને થોડો સપોર્ટ મળ્યો છે. આ સાથે જ ફેડરલ રિઝર્વ બેંકની પોલીસીની આગામી બેઠકને લઈને પણ ધ્યાન તે બાજુ છે. સ્પોટ ગોલ્ડમાં 0.2 ટકાની તેજી નોંધાઈ છે અને મેટલ 2342 ડોલર પ્રતિ ઔંસ પર છે. યુએસ ગોલ્ડ ફ્યૂચર 0.4 ટકા ચડીને 2357 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો હતો.