Garlic Price: લસણના ભાવ વિશે જો આપણે વાત કરીએ તો આ વર્ષે તેના ભાવમાં ઘણો વધારો થયો છે પરંતુ પહેલા પણ એક સમયે લસણનો ભાવ 500 રૂપિયાને આંબી ગયો હતો. ચાલો જાણીએ કે લસણને લઈને અત્યારે બજારોમાં શું સ્થિતિ છે અને ભવિષ્યમાં શું અપેક્ષા છે અને હાલમાં શું ભાવે વેચાઇ રહીં છે લસણ, શું કહે છે લસણના ભાવો (Garlic Price) ચાલો આ લેખ દ્વારા જાણીએ મિત્રો.
લસણના ભાવ વિશે જાણો હવે બજારોમાં તે કયા ભાવે વેચાઈ રહ્યું છે અને આગળ શું છે અપેક્ષા વધશે કે ઘટશે ?
લસણના ભાવઃ કોઈપણ વસ્તુના ભાવ વધે તો સામાન્ય માણસને હંમેશા મોંઘવારીનો માર સહન કરવો પડે છે. દરેક બાબતમાં મોંઘવારી દિવસેને દિવસે આસમાને પહોંચી રહી છે. આમ જો આપણે ખાણીપીણીની વસ્તુઓની વાત કરીએ તો રોજેરોજ કેટલીક વસ્તુઓના ભાવ વધે છે. છેલ્લા કેટલાક સમયથી શાકભાજીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જો આપણે લસણની વાત કરીએ તો તેના ભાવમાં ઘણો વધારો થયો છે. એક સમયે લસણનો ભાવ 500 રૂપિયાને આંબી ગયો હતો. ચાલો જાણીએ કે લસણને લઈને અત્યારે બજારોમાં શું સ્થિતિ છે અને ભવિષ્યમાં શું અપેક્ષા છે.
- લસણના ભાવ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા છે.
- આના કારણે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઘર પરિવારોમાં રસોડાનાં બજેટ પર અસર પડી રહી છે.
- અમદાવાદની બજારોમાં લસણના છૂટક ભાવ 400થી 450 રૂપિયા છે.
જૂન મહિનામાં અમદાવાદ હોલસેલ માર્કેટમાં લસણના ભાવ 40-120 રૂપિયા પ્રતિ કિલો હતા. આ ભાવ વધીને નવેમ્બરમાં 90-200 સુધી થયા, ડિસેમ્બરમાં 130-250 રૂપિયે પ્રતિ કિલો અને ફેબ્રુઆરીમાં 250 થી 350 પ્રતિ કિલોએ ચાલે છે. જોકે છૂટકમાં લસણનો ભાવ પ્રતિ કિલો 400 રૂપિયાને પાર પહોંચ્યો છે.
ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદ એપીએમસીમાં 20 કિલો લસણના ભાવ 5000 થી 35000 સુધી બોલાય છે.
અમદાવાદ એપીએમસીના સેક્રેટરી સંજય પટેલ કહે છે કે, “છેલ્લા 2 મહિનાથી લસણના ભાવ ધીમે ધીમે વધી જ રહ્યા છે.”
લસણના ભાવ આસમાને – લસણનો ભાવ ક્યારે ઘટશે?
લસણનો નવો સ્ટૉક જ્યાં સુધી બજારમાં નહીં આવે ત્યાં સુધી ભાવ ઘટશે નહીં.
આ વર્ષે વરસાદ મોડો શરૂ થયો હતો અને તેથી વાવણી પણ એક મહિનો મોડી શરૂ થઈ હતી, તેથી આ વર્ષે નવો પાક પણ બજારમાં આવતા હજી એક મહિનો લાગશે. તેથી હજી એક મહિના સુધી ભાવ ઉતારવાની સંભાવના ઓછી છે.”
લસણના ભાવમાં હાલમાં ઘટાડો થયો છે અને આ ભાવે બજારમાં વેચાઇ રહી છે
Garlic Price: જો ગત મહિનાની વાત કરીએ તો લસણના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ઓરિસ્સાના બજારમાં લસણના ભાવ 400 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. અનેક ખેડૂતોના લસણના પાકને નુકસાન થયું હતું. જેના કારણે લસણના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. પરંતુ હાલમાં સમાચાર એ છે કે લસણના ભાવ ઝડપથી નીચે આવ્યા છે. જ્યાં સામાન્ય ભાવ રૂ.300 પ્રતિ કિલો હતો. હવે તે 40-100 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. જેના કારણે ખેડૂતો થોડા નિરાશ થયા છે. જેથી સામાન્ય જનતાને તેનાથી રાહત મળી છે.
લસણના ભાવને લઇને આગળ શું થઈ શકે?
Garlic Price ને લઇને મિત્રો જો લસણના ભાવની વાત કરીએ તો તેમાં હજુ પણ વધુ ઘટાડો થઈ શકે છે અને નવા કન્સાઈનમેન્ટ આવ્યા બાદ બજારોમાં લસણના ભાવ ગગડી ગયા છે. તેથી હવે એવો અંદાજ છે કે જેમ વધુ નવા પાક બજારમાં આવશે તેમ લસણના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. માત્ર લસણ જ નહીં, બજારોમાં નવા પાકો આવ્યા બાદ સરસવ, મકાઈ, મેથી, દાળ અને સોયાબીનના ભાવમાં પણ ઘટાડો થયો છે.
ખેતીવાડી સામાચાર માટે અહીં ક્લિક કરો
વધુ લસણા ભાવો તથા ઘટાડા વધારા વિશેની માહીતી માટે અહીં ક્લિક કરો
આવનાર ખેતીવાડી સામાચાર સૌથી પહેલા મેળવવા માટે DIgital Gujarat Portal પરથી મેળવી શકો છો તથા ઉપર આપેલ વોટ્સેપ ગૃપમાં જોડાઇને દરોજ આવનાર તાજી અપડેટ્સ મેળવી શકો છો. આભાર..