RTE Gujarat Admission: RTE (Right to Education) હેઠળ શાળા પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર 2024-25 અંતર્ગત પ્રવેશ પ્રકિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી પહેલી જૂન 2024ના રોજ છ વર્ષ પુરા થયેલા હશે તેવા જ બાળકોને કે જે નબળા અને વંચિત જુથના બાળકોને વિનામુલ્યે ખાનગી શાળામાં ધોરણ-1 માં પ્રવેશ આપવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર શૈક્ષણિક વર્ષ 2023-24 માટે રાઈટ ટુ એજુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો ચાલો જાણીએ કે તેના માટે કોણ અરજી કરી શકે છે અને ફૉર્મ ભરવા માટે કેટલા ડોક્યુમેન્ટની જરૂર હોય, કોણ કરી શકશે અરેજી, વગેરે વિશે જાણો નીચેના લેખમાં છે.
RTE Admission Gujarat RTE એક્ટ હેઠળ ખાનગી શાળામાં મફત શિક્ષણ માટે ધોરણ-1 માં પ્રવેશ કાર્યક્રમ જાહેર, અરજી ફોર્મ, ડૉક્યુમેન્ટ, પ્રવેશ પ્રકિયા જાણો
જે વાલીઓ RTE અંતર્ગત પોતાના બાળકનું ખાનગી શાળામાં એડમીશન માટેની પ્રક્રિયા કરી રહ્યાં છે તેમના માટે આ માહિતી અતિ મહત્ત્વની છે. કારણ કે ફોર્મ ભરતા સમયે કરવામાં આવેલી નાનકડી ભૂલ પણ બાળકને પ્રવેશથી વંચિત રાખી શકે છે. માટે જે વાલીઓ ફોર્મ ભરી રહ્યાં છે તે વાલીઓ આ માહિતી ધ્યાનમાં રાખશે તો બાળકનો પ્રવેશ મેળવવામાં સરળતા રહેશે – RTE Admission Gujarat
RTE Admission Gujarat રાજ્યભરમાં હાલ અંદાજે 82 હજારથી વધુ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે જે બાળકોને પ્રવેશ આપવામાં અગ્રતાક્રમ આપવાનો થાય છે તેની અલગ અલગ 14 કેટેગરી નક્કી કરવામાં આવી છે.
RTE Admission Gujarat માટે કોણ અરજી કરી શકે છે ?
- બાળકોનો જન્મ 1 જૂન, 2018 થી 31 મે, 2019 ની વચ્ચે થયો હોવો જોઇએ.
- બાળકો ગુજરાતમાં રહેતા હોવો જોઇએ.
- બાળકોનું વાર્ષિક કૌટુંબિક આવક ₹1,00,000 થી ઓછી હોય.
RTE Admission Gujarat documents List:- RTE વિનામુલ્યે ખાનગી શાળામાં ધોરણ-1 માં પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો વિશે જાણો
બાળકના દસ્તાવેજો:
- બાળકનુંન જન્મ પ્રમાણપત્ર
- રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ)
- જાતિ અને આવકનો દાખલો (જો લાગુ હોય તો)
- બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
- અન્ય કોઈપણ જરૂરી દસ્તાવેજ જે શાળા દ્વારા માંગવામાં આવે
- વાલીના દસ્તાવેજો:
- આધાર કાર્ડ
- રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ)
- આવકનો દાખલો
- RTE 2024-25 માટે અરજી કેવી રીતે કરવી?
- વાલીઓએ RTE ગુજરાતના ઓનલાઈન પોર્ટલ (https://rte.orpgujarat.com/) પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- ફોર્મ ભરતી વખતે, વાલીઓએ જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની રહેશે.
- ફોર્મ ભર્યા પછી, વાલીઓએ તેનો પ્રિન્ટ આઉટ કાઢી રાખવાનો રહેશે.
શું છે RTE Admission Gujarat ?
- બાળકોને કે જે આર્થિક રીતે નબળા અને વંચિત જુથના બાળકોને વિનામુલ્યે ખાનગી શાળામાં ધોરણ-1 માં પ્રવેશ આપવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં શરૂ કરવામાં આવેલ છે.
- શિક્ષણનો અધિકાર કાયદો 2009-10 (RTE) દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે.
- આ અધિનિયમના આ અમલથી ભારત વિશ્વના 135 દેશોમાંનો એક એવો દેશ બન્યો કે જ્યાં શિક્ષણનો મૂળભૂત અધિકાર છે. જો કે આ પછી પણ આવી અનેક ખામીઓ અને પડકારો છે જેના કારણે દેશના હજારો બાળકો ફરજિયાત શિક્ષણથી વંચિત રહે છે.
શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 નો મુખ્ય ઉદ્દેશ ?
- RTE Admission Gujarat હેઠળ તો ચાલો આજે આપણે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 નું મહત્વ અને ઉદ્દેશ્ય શું છે તેના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ.
- 6 થી 14 વર્ષની વયના દરેક બાળકને મફત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું
- 6 થી 14 વર્ષની વય જૂથના દરેક બાળકની ફરજિયાત નોંધણી, હાજરી અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવું.
- કલમ 6 હેઠળ, બાળકોને પડોશની કોઈપણ શાળામાં પ્રવેશ લેવાનો અધિકાર છે.
- આ કાયદો નબળા વર્ગો અને વંચિત જૂથોના બાળકો સાથે ભેદભાવ ન થાય તે સુનિશ્ચિત કરે છે
- જો એવું બાળક હોય કે જે 6 વર્ષની ઉંમરે કોઈપણ શાળામાં એડમિશન ન લઈ શક્યું હોય તો તે તેની ઉંમર પ્રમાણે પછીથી ક્લાસમાં એડમિશન લઈ શકે છે.
- જો કોઈપણ શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવાની જોગવાઈ ન હોય તો, વિદ્યાર્થીને અન્ય કોઈપણ શાળામાં ટ્રાન્સફર કરવાનો અધિકાર આપવામાં આવશે.
- ખાનગી અને વિશેષ શ્રેણીની શાળાઓએ પણ આર્થિક રીતે નબળા સમુદાયના બાળકો માટે વર્ગ 1 માં 25% બેઠકો અનામત રાખવાની રહેશે.
- કોઈપણ બાળકને કોઈપણ વર્ગમાં પ્રવેશ લેતા અટકાવવામાં આવશે નહીં કે તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.
RTE હેઠળ એડમીશન મેળવવા માટે પ્રક્રિયા
- મિત્રો તમે સૌ પ્રથમ નિયત કરેલી તારીખો મા RTE માટેની ઓફીસીયલ વેબસાઇટ https://rte.orpgujarat.com પર ઓનલાઇન ફોર્મ ભરવાનુ હોય છે.
- આ ફોર્મ ઓનલાઇન ભરતી વખતે માંગવામા આવેલા તમામ ડોકયુમેન્ટ વ્યવસ્થિત સ્કેન કરીને અપલોડ કરો.
- આ ઉપરાંત ફોર્મ ભરતી વખતે જ શાળા પસંદગી ઓનલાઇન કરવાની હોય છે. શાળા પસંદ કરતી વખતે ખાસ કાળજી રાખો કારણ કે એક વખત કોઇ શાળામા એડમીશન ફાળવ્યા બાદ તેમા કોઇ ફેરફાર ને અવકાશ નથી.
- ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ આ ફોર્મ કયાય જમા કરાવવાનુ હોતુ નથી.
- જિલ્લાકક્ષાએ આ તમામ ઓનલાઇન ભરેલા ફોર્મ અને અપલોડ કરેલા ડોકયુમેન્ટ ની ચકાસણી કરવામા આવે છે.
- ત્યારબાદ મેરીટ આધારીત શાળા ફાળવણી કરી પ્રથમ રાઉન્ડ બહાર પાડવામા આવે છે.
RTE Admision હેઠળ કેટગરી કઈ છે જેનાથી બાળકનો પ્રવેશ અગ્રતાક્રમે થઈ શકે ?
RTE એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2023-24 માટે નબળા અને વંચિત જુથના બાળકોને વિનામુલ્યે ખાનગી શાળામાં ધોરણ 1માં પ્રવેશ આપવાની પ્રક્રિયા રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શરુ કરવામાં આવી છે. અને આ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા આગામી 22 એપ્રિલ સુધી ચાલવાની છે. ત્યારે વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરતા સમયે આ જાણકારી ખાસ ધ્યાન રાખે. જો આપ કોઈ સાયબર કાફેમાં કોઈની પાસે ફોર્મ ભરાવી રહ્યાં છો તો પણ કેટેગરી લખવામાં ગફલત ન થાય તે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
RTE Admision form 2024 Link ( RTE Admision માં ફોર્મ ભરવાની લિંક)
RTE Admision official website | click here |
ફોર્મ ભરવા જરૂરી ડોકયુમેંટ લીસ્ટ | Click here |
ફોર્મ મા અપલોડ કરવાના ડોકયુમેંટ લીસ્ટ | Click here |
RTE ઓનલાઇન અરજી તથા સંપુર્ણ પ્રક્રિયા જાણૉ વિડીયો માધ્યમથી | Click Here |
Digital Gujarat Home page | click here |
jon whatsapp Group | click here |
RTE Admision form ભરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
- https://rte.orpgujarat.com/
RTE Admision form ભરવાની તારીખ શું છે ?
- તા. ૧૪/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪.