Free Aadhaar Card: મફતમાં નવુ આધાર કાર્ડ મેળવો, એક પણ પૈસો લેવામાં આવશે નહીં, અહીથીં સંપુર્ણ પ્રોસેસ જાણો

Free Aadhaar Card: જો તમે હજુ સુધી આધાર કાર્ડ નથી બનાવ્યું તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે આધાર કાર્ડ ફ્રીમાં બનાવી શકાય છે. તમને જણાવી દઈએ કે, પ્રથમ વખત આધાર કાર્ડ માટે યુઆઈડીએઆઈ સેન્ટરમાં મફતમાં નોંધણી કરવામાં આવે છે. પરંતુ કાર્ડ પ્રિન્ટઆઉટ માટે 30 રૂપિયા ફી લેવામાં આવે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મફતમાં નવુ આધાર કાર્ડ મેળવો – Free Aadhaar Card

આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આજે આપણને લગભગ દરેક જગ્યાએ તેની જરૂર છે. જો તમે આધાર કાર્ડ બનાવવા માટે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જાઓ છો, તો તમારી પાસેથી તેના માટે નજીવી ફી લેવામાં આવી શકે છે. આજે અમે તમને જણાવીશું કે તમે ક્યાંથી અને કેવી રીતે મફતમાં આધાર કાર્ડ બનાવી શકો છો.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દેશભરમાં આધાર નંબર જારી કરે છે. જો તમે પહેલીવાર આધાર માટે નોંધણી કરાવી રહ્યા છો તો તે બિલકુલ ફ્રી છે. આ માટે તમારે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી. જોકે, કાર્ડ પ્રિન્ટઆઉટ માટે 30 રૂપિયાની ફી લેવામાં આવે છે.

આ રીતે મફતમાં આધાર કાર્ડ મેળવો

UIDAIએ દેશભરમાં તેના ઘણા કેન્દ્રો ખોલ્યા છે. જો તમે મફતમાં આધાર કાર્ડ બનાવવા માંગતા હોવ તો તમારે UIDAIના આધાર કેન્દ્ર પર જવું પડશે. આ સાથે, જો તમે UIDAI અધિકૃત બેંકો અને પોસ્ટ ઓફિસોમાં આધાર નોંધણી કરાવો છો, તો તે મફત છે.

આ પણ વાચો: RBIએ બેંક ખાતામાં મિનિમમ બેલેન્સને લઈને નવા નિયમો બનાવ્યા, નવા નિયમો 1 એપ્રિલથી લાગુ થશે.

આધાર કાર્ડ કેવી રીતે પ્રિન્ટ કરાવવું?

જો તમારું Aadhaar Card ખોવાઈ ગયું હોય અથવા અન્ય કોઈ કારણસર તમે આધાર કાર્ડ ફરીથી પ્રિન્ટ કરાવવા ઈચ્છો છો. આ માટે, તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરીને અથવા UIDAI વેબસાઇટ પરથી PVC કાર્ડ માટે અરજી કરી શકો છો. એકવાર અરજી કર્યા પછી, કાર્ડ 7 થી 15 દિવસમાં તમારા ઘરે પહોંચી જશે.

જો તમે ઇચ્છો તો, તમે કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને તેને નજીકની કોઈપણ દુકાનમાંથી પ્રિન્ટ કરાવી શકો છો. અહીં અમે તમને Aadhaar Card કેવી રીતે પ્રિન્ટ કરવું તેની માહિતી આપી રહ્યા છીએ.

  1. સૌ પ્રથમ તમારે UIDAI ની સત્તાવાર વેબસાઇટ ખોલવી પડશે અને આધાર કાર્ડ ડાઉનલોડ વિભાગ પર ક્લિક કરવું પડશે.
  2. અહીં તમારે આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે અને ‘ઓટીપી મોકલો’ બટન પર ક્લિક કરવું પડશે. (અહીં તમને આધાર કાર્ડ એનરોલમેન્ટ નંબરનો વિકલ્પ પણ મળશે.)
  3. રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP ભરો અને ડાઉનલોડ કાર્ડ પર ક્લિક કરો.

તમારું Aadhaar Card કોમ્પ્યુટરમાં સેવ થઈ ગયું છે. આ પાસવર્ડ સુરક્ષિત દસ્તાવેજ છે. તેનો પાસવર્ડ તમારા નામના પ્રથમ ચાર અક્ષરો અને તમારા જન્મના વર્ષનો છે. ઉદાહરણ: જો તમારું નામ યોગેશ છે અને જન્મ વર્ષ 1995 છે તો તમારો પાસવર્ડ YOGE1995 હશે. આ રીતે તમે સરળતાથી તમારા આધાર કાર્ડની પ્રિન્ટઆઉટ લઈ શકશો.