PM Kisan Samman Nidhi: જો તમે આ ભૂલ કરી હશે તો તમને નહીં મળે PM કિસાન યોજનાનો 16મો હપ્તો, તો હવે શું કરશો તો મળશે આ હપ્તો

PM Kisan Samman Nidhi: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15માં હપ્તાથી ઈ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું છે અને PM Kisan યોજનાનો 16મો હપ્તો સરકારે જાહેર કરી દીધો છે ત્યારે , 9 કરોડ ખેડૂતો માટે ખુશ ખબરી, રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઇ-કેવાયસી કરાવવાનું બાકી હોય, 15મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોએ 15મો અને આ 16મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી ફરજીયાત કરાવવાનું રહેશે તો જ તમને આ ૧૬ મો હપ્તો પણ મળશે માટે મિત્રો તેમ નીચે આપેલ લેખમાં સમજૂતી મેળવી લો અને હપ્તો મેળવવા અંગે કરો આ પ્રોસેસ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જો તમે આ ભૂલ કરી હશે તો તમને નહીં મળે PM કિસાન યોજનાનો 16મો હપ્તો, તો હવે શું કરશો તો મળશે આ હપ્તો ? – PM Kisan Samman Nidhi

ભારત સરકાર દ્વારા તા.12 ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફત 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી “eKYC” માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે.

  • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી ફરજીયાત
  • ખેડૂત લાભાર્થીઓ ઇ-કેવાયસી માટે ગુજરાતમાં 21 ફેબ્રુઆરી સુધી ચાલશે “eKYC” ઝુંબેશ
  • પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી ફરજીયાત રહેશે

કોમન સર્વિસ સેન્ટર ખાતે જઇને PM Kisan e-KYC કરાવી શકશો

ભારત સરકાર દ્વારા તા.12 ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફત 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી “eKYC” માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ઇ-કેવાયસી બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ આગામી તા. 21 ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે.

આ પણ વાંચો: પશુપાલકોને સરકાર આપી રહી છે લોન, લોન મેળવવા માટે અત્યારે જ અરજી કરો

PM Kisan e-KYC ઓનલાઈન કેવી રીતે કરશો?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો હવે ઘરે બેઠા પોતાના મોબાઈલ પર પણ ઈ કેવાયસી કરાવી શકશે. આ માટે ભારત સરકાર દ્વારા નવી લિંક જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન ઈ કેવાયસી કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ મુજબ છે.

  • સૌપ્રથમ પોતાના મોબાઈલ, લેપટોપ કે કોમ્યુટરમાં ગૂગલ ક્રોમમાં PM KISAN ટાઈપ કરો.
  • હાવે આમાં સર્ચ રિઝલ્ટમાં ઘણા બધા પરિણામો બતાવશે.
  • હવે PM KISAN PORTALની ઓફિશિયલ વેબસાઈટ ખુલશે.
  • હવે આ વેબસાઈટમાં FARMER CORNERમાં જઈને E-KYC મેનુ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ નવું પેજ ખુલશે, જેમાં OTP BASED EKYC કરી શકો છો.
  • જે ખેડૂતનું PM e-KYC કરવાનું હોય તેનો આધારકાર્ડ નંબર નાખીને Search બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ ખેડૂતને પોતાના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હોય તે નાખવાનો રહેશે.
  • જેમાં Aadhaar Registered Mobile નાખ્યા બાદ “Get Mobile OTP” પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ રજીસ્ટર થયેલા મોબાઈલ પર OTP આવશે જેને દાખલ કરવાનો રહેશે.
  • Aadhaar Registered Mobile નો OTP દાખલ કર્યા બાદ ફરીથી, જે મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક થયેલો હશે તેના પર OTP આવશે, જે દાખલ કરીને Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, EKYC is Sucessfully Submitted. એવો મેસેજ આવશે. જે સફળતાપૂર્વક ekyc થઈ ગયું છે, તે જણાવશે.

PM Kisan ની યાદીમાં તમારું નામ કેવીરીતે કરશો ચેક ?

  • PM Kisan ની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ – https://pmkisan.gov.in/.
  • પૃષ્ઠના જમણા ખૂણામાં ‘લાભાર્થી સૂચિ’ ટેબ પર ક્લિક કરો.
  • ડ્રોપ-ડાઉનમાંથી વિગતો પસંદ કરો જેમ કે રાજ્ય, જિલ્લો, પેટા-જિલ્લો, બ્લોક અને ગામ.
  • ‘Get Report’ ટેબ પર ક્લિક કરો.
  • આ પ્રક્રિયા પછી, લાભાર્થીઓની સૂચિ વિશેની માહિતી જાહેર કરવામાં આવશે.

ખેડૂતો માટે PM Kisan હેલ્પલાઈન નંબર

જો તમને PM Kisan યોજના સંબંધિત કોઈ સમસ્યાનો છે તો મિત્રો તમે ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર ખેડૂતનો સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત, તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર – 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર સંપર્ક કરી શકો છો અને તમારા હપ્તા વિશે પણ જાણકારી મેળવી શકો છો.