Agriculture News: કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગની બેઠક મળી હતી. જેમાં ટેકાના ભાવે ખરીદીના ભાવ નક્કી કરાયા અને ખરીફ પાકોના ભાવ અંગે કેન્દ્ર સરકારને ભલામણ કરવામા આવી. વધુમાં આ બેઠકમાં કિસાન સંઘના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તો મિત્રો જાણો ચણા, રાયડો અને તુવરેની ટેકાના ભાવે ખરીદી માટે 5 મી ફેબ્રુઆરીથી જ ઑનલાઈન નોંધણી શરૂ થઇ જશે અને 20 ફેબ્રુઆરી ૨૦૨૪ થી ટેકાના ભાવે સરકાર ખરીદી શરૂ કરશે.
ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર – Agriculture News
વર્ષ 2024-25 ખરીફ પાકોના ભાવો અંગે રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષના ભાવ કરતાં 10 ટકા ભાવ વધારાની ભલામણ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે કરશે. વિવિધ 10 જેટલા પાકોના ટેકાના ભાવો અંગે કેન્દ્ર સરકારને ભલામન કરવામાં આવશે. કૃષિ ભાવ પંચ કેન્દ્ર સરકારને ટેકાના ભાવ માટે દરખાસ્ત કરશે.
કેવું હશે ગુજરાત સરકારનું બજેટ? ઉદ્યોગકારોની સાથે સૌરાષ્ટ્રની શું છે આશા-અપેક્ષા
ટેકાના ભાવો અંગે કેન્દ્ર સરકારને કરાયેલ દરખાસ્ત વિશે જાણો
- નવા વર્ષ ૨૦૨૪-૨૫માં ટેકાના ભાવ નક્કી કરવા માટે ડાંગર- 2800 રૂપિયા પ્રતિ કવીંટલ,
- બાજરી- 3350 રૂપિયા પ્રતિ કવીંટલ,
- જુવાર – 5500 રૂપિયા પ્રતિ કવીંટલ,
- મકાઈ- 4500 રૂપિયા પ્રતિ કવીંટલ,
- તુવેર 9000 રૂપિયા પ્રતિ કવીંટલ,
- મગ 9500 રૂપિયા પ્રતિ કવીંટલ,
- અડદ 9250 રૂપિયા પ્રતિ કવીંટલ,
- મગફળી 8000 રૂપિયા પ્રતિ કવીંટલ,
- તલ 11500 રૂપિયા પ્રતિ કવીંટલ, ક
- પાસ 10000 રૂપિયા પ્રતિ કવીંટલ ભાવ નક્કી કરી સમયસર કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવશે.
આ શિયાળુ – રવી સિઝનમાં ચણા, રાયડો અને તુવેર પાકની વધુમાં વધુ ખરીદી કરવામાં આવશે. શિયાળુ એટલે કે રવી પાક માં તુવેર 1400, ચણા 1028, રાયડા 1120 પ્રતિ 20 કિલોના ભાવે ખરીદી કરશે સરકાર. હવે 5 ફેબ્રુઆરીથી ખેડૂતો ઈ સમૃદ્ધી વેબસાઈટ પર નોંધણી કરી શકાશે. 29 ફેબ્રુઆરી સુધી નોંધણી કરી શકાશે. 20 ફેબ્રુઆરીથી ખરીદી કરવામાં આવશે.
આવી અવાર નવાર આવનાર તમામ પ્રકારની નવી અપડેટ્સ માટે અમારી વેબસાઇટ Digital Gujarat Portal ની મુલાકાત લેતાં રહો. આભાર….