ભારતમાં આ એક લોકપ્રિય લોન્ગ ટર્મ સેવિંગ સ્કીમ છે. હાલમાં 1 જાન્યુઆરી 2024નાં આ ક્વાર્ટર માટે 7.1%નું વાર્ષિક વ્યાજ આપે છે.
PPF: થોડા વર્ષ બચત કરો અને કરોડપતિ બનવાનું સપનું થશે પૂર્ણ
પબ્લિક પ્રોવિડેંટ ફેંડ ભારતમાં એક લોકપ્રિય લોન્ગ ટર્મ સેવિંગ સ્કીમ છે. હાલમાં 1 જાન્યુઆરી 2024નાં આ ક્વાર્ટર માટે 7.1%નું વ્યાજદર આ સ્કીમ અંતર્ગત મળે છે. PPF નાના રોકાણકારો માટે અદભૂત બચત સ્કીમ છે કારણકે અહીં ઓછા પૈસાનું રોકાણ કરીને લોન્ગ ટર્મમાં સારું રિટર્ન મેળવી શકો છો. આ સ્કીમને મેચ્યોર થતાં 15 વર્ષનો સમય લાગે છે. તેનાથી મળનારો વ્યાજ અથવા તો રિટર્ન, ઈનકમ ટેક્સ અંતર્ગત કોઈ ટેક્સસ્લેબમાં સમાવિષ્ટ નથી થતો. જો તમે 12500 રૂપિયા દર મહિને જમા કરો છો તો તમે કરોડપતિ બની શકો છો. પણ એ પહેલાં યોજનામાં રોકાણ કરવા પહેલા કેટલીક અગત્યની બાબતો જાણવું જરૂરી છે:
ટેન્યોર
PPFનું ન્યૂનતમ ટેન્યોર/સમયગાળો 15 વર્ષનો છે. જેને તમે તમારી ઈચ્છા અનુસાર 5 વર્ષનાં બ્લોકમાં વધારી શકો છો.
રોકાણની રકમ
- PPF પ્રત્યેક વર્ષ માટે ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ રોકાણ એક સામટું અથવા તો 12 હપ્તામાં કરી શકાય છે.
ક્યાં અપ્લાય કરવું?
- રોકાણકાર બેંક કે નજીકનાં કોઈપણ પોસ્ટ ઓફીસમાં જઈને PPF ખાતું ખોલાવી શકે છે.
ઓપનિંગ બેલેન્સ
- આ ખાતું માત્ર 100 રૂપિયા પ્રતિ મહિનાની રકમથી ખોલી શકાય છે. 1.5 લાખથી વધારે વાર્ષિક રોકાણ પર વ્યાજ મળશે નહીં અને ટેક્સ સેવિંગ માટે પાત્રતા પણ મળશે નહીં.
આ પણ વાચો: પૈસાની અચાનક જરૂરિયાત પડી જાય ક્યાંથી મળે એમ ન હોય ત્યારે શું કરવું?, અહીથી મેળવો સંપુર્ણ માહિતી
રકમ જમા કરવાની રીત
- વર્ષમાં માત્ર એક જ વખત રોકાણકાર રકમ જમા કરી શકે છે. વારંવાર જમા નથી કરી શકાતું. PPF ખાતામાં રોકળ રકમ, ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ કે ઓનલાઈન ફંડ ટ્રાંસફરનાં માધ્યમથી રકમ જમા કરી શકાય છે.
કેવી રીતે બનશો કરોડપતિ?
PPF સ્કીમ અંતર્ગત જો તમે પ્રત્યેક મહિને 12500 રૂપિયા જમા કરો છો તો એક વર્ષમાં તમે 1.5 લાખ રૂપિયા જમા કરી શકશો. આ સ્કીમ 15 વર્ષમાં મેચ્યોર થાય છે તેથી તમારે તેને 5-5 વર્ષનાં બ્લોકમાં આ સ્કીમને વધારવું પડશે. આ રીતે વાર્ષિક 1.5 રૂપિયાનાં રોકાણને તમે 25 વર્ષ સુધી ચાલુ રાખી શકશો. આ રીતે 25 વર્ષોમાં તમે 3750000 રૂપિયાનું રોકાણ કરશો. વર્તમાન 7.1%નાં વ્યાજદર હિસાબે તમને 6558015 રૂપિયા મળશે. વ્યાજની રકમ મળાવીને 25 વર્ષ બાદ તમે PPFથી કુલ 1,03,08,015 રૂપિયાનાં માલિક બની શકશો.