હવે તમારું આધાર કાર્ડ ATM કાર્ડ જેવું દેખાશે, 50 રૂપિયામાં નવું Aadhaar Card બનાવવામાં આવશે. આધાર કાર્ડ હવે ATM કાર્ડની જેમ PVC કાર્ડ પર પ્રિન્ટ થશે. નવું કાર્ડ પહેલા કરતા વધારે અનુકૂળ હશે
હવે માત્ર 50 રુપિયામાં ATM જેવું Aadhaar Card બનાવો
Aadhaar Card આપણા દેશમાં એક મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. મોટાભાગે તેને ઓળખપત્ર તરીકે માગવામાં આવે છે. પહેલા તે એક કાગળનું કાર્ડ હતું પરંતુ હવે તમારું આધાર કાર્ડ બદલાઈ ગયું છે. UIDAIએ જાણકારી આપી છે કે, હવે આધાર કાર્ડને પોલિવિનાઈલ ક્લોરાઈડ કાર્ડ (PVC) પર રિપ્રિન્ટ કરાવવામાં આવી શકે છે. આ કાર્ડ તમારા ATM અથવા ડેબિટ કાર્ડની જેમ સરળતાથી તમારા વોલેટમાં આવી જશે. તે ઉપરાંત જલ્દી ખરાબ થઈ જવાની ચિંતા પણ નહીં રહે. UIDAIએ એક ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે.
50 રૂપિયા ફી આપવી પડશે
પોલિવિનાઈલ ક્લોરોઈડ કાર્ડ્સને PVC કાર્ડના નામથી ઓળખવામાં આવે છે. તે એક પ્રકારનું પ્લાસ્ટિક કાર્ડ છે, જેના પર Aadhaar Card ની માહિતી પ્રિન્ટ કરવામાં આવે છે. આ કાર્ડને બનાવવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે.
કેવી રીતે બનાવી શકાય છે PVC આધાર કાર્ડ?
- તેના માટે તમારે UIDAI ની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવી પડશે.
- આ વેબસાઈટ પર ‘My Aadhaar’ સેક્શનમાં જઈને ‘Order Aadhaar PVC Card’ પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારે તમારો આધારનો 12 ડિજિટનો નંબર અથવા 16 ડિજિટનું વર્ચ્યુઅલ ID અથવા 28 ડિજિટનો આધાર એનરોલમેન્ટ આઈડી (EID) દાખલ કરવો પડશે.
- ત્યાર બાદ તમારે સિક્યોરિટી કોડ અથવા કેપ્ચા ભરવો પડશે.
- OTP માટે Send OTP પર ક્લિક કરો.
- ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઈલ પર પ્રાપ્ત OTPને આપેલી ખાલી જગ્યામાં ભરો અને સબમિટ કરો.
- સબમિશન બાદ તમારા આધાર PVC કાર્ડનું એક પ્રીવ્યુ તમારી સામે હશે.
- ત્યારબાદ તમારે નીચે આપવામાં આવેલા પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને પેમેન્ટ પેજ પર મોકલવામાં આવશે. તમારે અહીં 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.
- પેમેન્ટ પૂર્ણ કર્યા પછી, તમારા આધાર PVC કાર્ડની ઓર્ડર પ્રોસેસ પૂરી થઈ જશે.
આ પણ વાચો: 1951 થી જુના 7/12 ની નકલ અને 8 અ ના ઉતારા ઓનલાઇન મેળવો, અહીંથી ઉતારા ડાઉનલોડ કરો
દેશમાં 125 કરોડ લોકોની પાસે આધાર
ડિસેમ્બર 2019માં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં રહેતા 125 કરોડ નાગરિકોના આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે. દેશમાં આધાર પ્રોજેક્ટને 2010માં લાગુ કરવામાં આવ્યો હતો.