Add name to ration card: નમસ્કાર મિત્રો દરેકના ઘરે રેશનકાર્ડ તો હોય છે અને આ રેશનકાર્ડ એ ઓળખ અને રહેઠાણનો પુરાવો છે તો મિત્રો રાશનકાર્ડ માન્ય ઓળખપત્ર અને રહેઠાણનું પ્રમાણપત્ર છે. તેનો ઉપયોગ બેંક ખાતું ખોલવા, પાસપોર્ટ માટે અરજી કરવા અને અન્ય સરકારી સેવાઓ મેળવવા માટે થઈ શકે છે તો મિત્રો તે અપડેટ હોવુ પણ જરૂરી છે તો ચાલો એમા આપણે હવે ઘરના સભ્યોયોના રેશનકાર્ડમાં નામ કેવી રીતે એડ કરવા, રેશનકાર્ડમાં નામ કેવી રીતે કમી કરવા કે રેશનકાર્ડ રદ કરવુ તો ચાલો એના વિશે જાણીએ સંપુર્ણ પ્રોસેસ.
Ration Card: હવે ઘરે બેઠા રેશન કાર્ડમાં પત્ની અને બાળકોના નામ એડ કરો
રેશનકાર્ડ દ્વારા સબસિડીવાળી પ્રોડક્ટોની ખરીદી: રાશન કાર્ડધારકોને ઘઉં, ચોખા, ખાંડ અને કેરોસીન જેવી સબસિડીવાળી ખાદ્ય ચીજોની ખરીદી પર ડિસ્કાઉન્ટ મળે છે. આનાથી ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારોને ભોજનની પહોંચ સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે.
નવું રેશન કાર્ડ મેળવવા – રાશન કાર્ડ માટે અરજી કરવા નીચેના દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર રહેશે :
- નોકરી કરતા હોય તો સંબંધિત સંસ્થાના પગારની વિગત સહિતનું પ્રમાણપત્ર.
- ઈન્કમટેક્ષ ભરતા હોય તો ઈન્કમટેક્ષ PAN નો પુરાવો.
- સેલ્સટેક્ષ ભરતા હોય તો સેલ્સટેક્ષનો નંબરનો પુરાવો.
- જમીન વિહોણા ખેત મજુર હોય તો તે અંગેના દાખલાની વિગત.
- રદ કરાવેલ રેશનકાર્ડ અથવા નામ કમી કર્યાના પ્રમાણપત્રો.
- રહેઠાણનો પુરાવો.
- ગેસ જોડાણ ધરાવતા હોય તો સંબધિત ગેસ એજન્સીની પહોચ.
- બહારના રાજ્યમાં અગાઉ રહેતા હોય તો જે તે રાજ્યમાં અગાઉ રહેવાસ કરેલ હોય તેની વિગત.
- અગાઉ કોઈ રેશન કાર્ડ ન હોય તો સોગંદનામું, નમુના ૮૨ મુજબનું.
જો તમારી પાસે રાશન કાર્ડ નથી, તો તમે તમારા રાજ્યના ખાદ્ય વિભાગની વેબસાઈટ પર જઈને અથવા નજીકના ખાદ્ય વિભાગની ઓફિસની મુલાકાત લઈને તેના માટે અરજી કરી શકો છો.
નવું રેશન કાર્ડ મેળવવા અરજી ફી કેટલી ભરવી ?
- ફી- બી.પી.એલ. – રુ. ૫/-, અત્યોદય – નિ:શુલ્ક, એ.પી.એલ ૧ – રુ. ૧૦/-, એ.પી.એલ. ૨ – રુ. ૨૦/-
નવુંં રેશન કાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરો
રેશનકાર્ડમાં તમારા બાળકનું નામ ઓનલાઇન કેવીરીતે ઉમેરવા જાણો ?
હવે Ration Card માં બાળકનું નામ ઉમેરવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે. આ સુવિધા ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, આસામ, માં ઉપલબ્ધ છે. મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને મણિપુર જેવા રાજ્યોમાં ઉપલબ્ધ છે.
ઓનલાઈન અરજી કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો
- તમારા રાજ્યના ખાદ્ય વિભાગની વેબસાઇટ પર જાવ.
- “Add member to ration card” અથવા “Add name to ration card” જેવી લિંક શોધો.
- લિંક પર ક્લિક કરો અને અરજી ફોર્મ ખોલો.
- ફોર્મમાં જરૂરી માહિતી ભરો, જેમ કે તમારું નામ, રાશન કાર્ડ નંબર, બાળકનું નામ, જન્મ તારીખ, રહેઠાણ અને આધાર કાર્ડ નંબર.
- તમારી અરજી સાથે જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો.
- અરજી સબમિટ કરો.
એપ્લિકેશન સબમિટ કર્યા પછી, તમને એક એપ્લિકેશન નંબર પ્રાપ્ત થશે. તમે તમારી Applicationનું સ્ટેટસ ચકાસવા માટે આ એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરી શકો છો.
એકવાર એપ્લિકેશનની ચકાસણી થઈ જાય, પછી બાળકનું નામ તમારા રાશન કાર્ડમાં ઉમેરવામાં આવશે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે 10-15 દિવસ લાગે છે.
કોણ આ રેશનકાર્ડ માટે અરજી કરી શેક છે ?
તો જાણી લો મિત્રો દરેક એ કે જે વ્યક્તિ ભારતનો નાગરિક છે તે રાશન કાર્ડ માટે ઓનલાઇન અરજી કરી શકે છે. જે મિત્ર 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના નામ માતા-પિતાના રાશન કાર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે 18 વર્ષથી ઉપરની વ્યક્તિ અલગથી રાશન કાર્ડ માટે અરજી કરી શકે છે.
નવુ રેશનકાર્ડ બનવવા માટે આ રીતે કરો ઓનલાઇન કરજી
હૅવે મિત્રો તમારે રાશન કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા તમારે રાજ્યની સત્તાવાર વેબસાઈટ પર જવાનું જઇ તમે ગુજરાતના રહેવાસી હોય તો તમે https://dcs-dof.gujarat.gov.in/ration-card.htm પર જઈને ફોર્મ ડાઉનલોડ કરી શકો છે. જો તમે ઉત્તર પ્રદેશના રહેવાસી છો તો તમે ttps://fcs.up.gov.in/FoodPortal.aspx ને એક્સેસ કરીને ફોર્મ ડાઉનલોડ કરી શકે છો. જ્યારે બિહારના રહેવાસી hindiyojana।in/apply-ration-card-bihar/ પર અને મહારાષ્ટ્રના રહેવાસી mahafood.gov.in પર ક્લિક કરીને આ રીતે અરજી કરી શકે છો. ત્યાર બાદ રેશનકાર્ડ Apply online for ration card વાળી લિંક પર ક્લિક કરો.
- રાશન કાર્ડ બનાવવા માટે આઈડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, હેલ્થ કાર્ડ, ડ્રાઇવિંગ લાઈસન્સ વગેરે ડોક્યુમેન્ટની જરૂરીયાત પડે છે જેનુંં લિસ્ટ ઉપર આપેલ છે.
- રાશન કાર્ડ માટે અરજી ફી 05 રૂપિયાથી લઈને 45 રૂપિયા સુધી છે. અરજી કર્યા બાદ ફી જમા કરો અને એપ્લીકેશન સબમિટ કરી દો.
- હવે નજીકના ફિલ્ડ ઓફિસર દ્વારા ફીલ્ડ વેરિફિકેશન થયા બાદ તમારી અરજી યોગ્ય જણાશે તો તમારું નવુ અપડેટેડ રાશન કાર્ડ બની જશે.
આ પણ વાંચો: હવે ઘરે બેઠા ઑનલાઇન બસ પાસ કઢાવો, આ નવી સુવિધા વિધાર્થીઓ માટે શરૂ કરાઇ
રાશન કાર્ડમાં બાળકનું નામ ઉમેરવા માટે જરૂરી દસ્તાવેજો:
- રાશન કાર્ડ
- બાળકનું જન્મ પ્રમાણપત્ર
- પરિવારના વડાનું આધાર કાર્ડ
બાળકનું નામ ઉમેરવા માટેની અરજી ફી કેટલી ?
રેશનકાર્ડમાં ઉપરોક્ત નામ ઉમેરવાની ઓનલાઈન સર્વિસ આપતા મોટાભાગના રાજ્યો આ બાળકનું નામ ઉમેરવા માટેની 50 રૂપિયા અરજી ફી લે છે. અત્રે નોંધવું અગત્યનું છે કે રાશનકાર્ડમાં બાળકનું નામ ઉમેરવા માટે બાળકની ઉંમર 18 વર્ષથી ઓછી હોવી જોઈએ. જો બાળકની ઉંમર 18 વર્ષથી વધુ હોય તો તેણે અલગ રાશન કાર્ડ માટે અરજી કરવી પડશે.
રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવા માટેના અરજી ફોર્મ મેળવો
ડાઉનલોડ કરો
નમૂના નં. -ર નવુ બારકોડેડ રેશન કાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્યે) | ડાઉનલોડ કરો |
નમૂનો નં.-૩ ચાલુ કૌટુંબિક બારકોડેડ રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટેનું અરજી ફોર્મ | ડાઉનલોડ કરો |
નમૂનો નં. ૪ ચાલુ કૌટુંબિક રેશન કાર્ડમાંથી નામ કમી કરવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્યે) | ડાઉનલોડ કરો |
નમૂના નં. – પ નવું બારકોડેડ રેશન કાર્ડ વિભાજનથી મેળવવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્યે) | ડાઉનલોડ કરો |
નમૂના નં. – ૬-અ બારકોડેડ રેશન કાર્ડમાં સુધારો કરાવવા બાબત (નામ અટકમાં સુધારો અને કલેરીકલ ભૂલ માટે | ડાઉનલોડ કરો |
નમૂના નં. – ૬-બ બારકોડેડ રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબત (અન્ય તાલુકા / જીલ્લામાં સ્થળાંતરના કિસ્સામાં) અરજી ફોર્મ (વિના મૂલ્યે) | ડાઉનલોડ કરો |
નમૂના નં. – ૭ પાલક / ગાર્ડીયનની નિમણૂંક માટેનું અરજી ફોર્મ | ડાઉનલોડ કરો |
નમૂના નં. – ૮ કૌટુંબિક રેશનકાર્ડ રદ કરાવવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્યે) (રાજ્ય બહાર સ્થળાંતરના કિસ્સામાં) | ડાઉનલોડ કરો |
નમૂના નં. – ૯ ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટેનું ફોર્મ (વિના મૂલ્યે) | ડાઉનલોડ કરો |
બાયોમેટ્રીક ફીંગરપ્રિન્ટમાં સુધારા/વધારા કરવા માટેનું અરજી ફોર્મ નં. ૧૦ બહાર પાડવા બાબત | ડાઉનલોડ કરો |