Google Earning Tips: Google ફક્ત એક સર્ચ એન્જિન જ નહીં ઘણુ પૉપુલર ટૂલ પણ છે. તમે ઘણી રીતે તેનો ઉપયોગ કરી શકો છો. આ રીતમા કમાણી કરવાનું પણ સામેલ છે. ગુગલની મદદથી કમાણી કરવાની ઘણી રીતો છે, માટે તમે પોતાની સ્કિલ્સ અને ટારગેટના આધાર પર સારી એવી કમાણી કરી શકો છો.
Google Earning Tips
અહીં અમે તમને પાંચ સૌથી સારી રીતો જેવી કે ગુગલ એડસેન્સ, પ્લેસ્ટોર, ક્લાઉડ પ્લેટફૉર્મ જેવી રીતો વિશે જણાવી શુ.
- ગુગલ એડસેન્સ
- પ્લેસ્ટોર
- ક્લાઉડ પ્લેટફૉર્મ
- ગુગલ એફિલિએટ માર્કેટિંગ
- ગુગલ સર્વે પ્રોગ્રામ
ગુગલ એડસેન્સ
- ગુગલ એડસેન્સ એક એડવરટાઈજિંગ પ્રોગ્રામ છે, જે તમને તમારી વેબસાઈટ કે બ્લૉગ પર એડ દેખાડવા માટે પેમેન્ટ કરતી હોય છે.
- જ્યારે કોઈ યુઝર તમારી એડ પર ક્લિક કરે છે કે તેને તે એડ દેખાય છે, તો તેના બદલામા તમને પૈસા મળે છે.
આ પણ વાંચો: શું તમે વારંવાર આવતા સ્પેમ કૉલથી કંટાળી ગયા છો ? તો આસાન ટ્રિક્સથી મેળવો છૂટકારો
Google Play Store
- Google Play Store એ એક ડિજિટલ સ્ટોર છે જ્યાં તમે એપ્સ, ગેમ, ફિલ્મો, મ્યુઝિક, અને બીજા ડિજિટલ કન્ટેન્ટ વેચીને રુપિયા કમાઈ (Google Earning Tips)શકો છો.
- જ્યારે કોઈ યુઝર તમારી પ્રોડક્ટ કે સર્વિસની ખરીરી કરે છે, તો તમને તેના બદલામા પૈસા મળે છે.
Google Affiliate Marketing
- ગુગલ એફિલિએટ એ એક માર્કેટિંગ પ્રોગ્રામ છે જે તમને બીજી કંપનીઓની કોઈપણ વસ્તુ કે સર્વિસને પ્રોત્સાહન આપવા માટે કંપની તમને પેમેન્ટ કરે છે.
- જો તમારી પાસે કોઈ કંપનીની પ્રોડક્ટ્સનો url છે, તો તમે તેને તમારી વેબસાઈટ કે સોશિયલ મીડિયા પર પ્રમોટ કરી શકો છો અને જ્યારે કોઈ તેને ખરીદે છે, તો તમને કંપની તમને કમિશન આપે છે.
Google Cloud Platform
- Google Cloud Platform એ એક ક્લાઉડ કોમ્પ્યુટિંગ સર્વિસ છે જે તમને તમારી વેબસાઈટ, એપ્સ અને બીજી એપ્લિકેશનને ચલાવવા માટે કોમ્પ્યુટિંગ, સ્ટોરેજ અને નેટવર્કિંગ માટેના સૉલ્યૂશન આપે છે.
- તમે Google Cloud Platformનો ઉપયોગ કરીને પોતાના કસ્ટમર્સ પાસેથી સર્વિસ ચાર્જ કે સબ્સક્રિપ્શન ફી લઈ શકો છો.
Google Surveys
- Google Surveys એક સર્વે પ્રોગ્રામ છે જે તમને તમારી પ્રોડક્ટ્સ કે સર્વિસ વિશે લોકો પાસેથી રિએક્શન લેવા માટે પેમેન્ટ કરે છે.
- જ્યારે તમે એક સર્વે પૂરો કરો છો, તો તમને તેના બદલામા પૈસા મળે છે.
કમાણી માટે કામ આવશે આ ટિપ્સ
જો તમે ગુગલની મદદથી કમાણી (Google Earning Tips)કરવા માંગો છો, તો તમારે નીચેની બાબતોનુ ખાસ ધ્યાન રાખવું પડશે.
- તમારો ટારગેટ ફિક્સ કરોઃ સૌ પ્રથમ તમારે એ નક્કી કરવું પડશે કે તમે ગુગલનો ઉપયોગ કરીને શું મેળવવા માંગો છો. શું તમે પૈસા કમાવા માંગો છો કે પછી તમારા બિઝનેસને પ્રોત્સાહન આપવા માંગો છો.
- તમારી ખાસિયત જાણોઃ તમારા ટારગેટને નક્કી કર્યા બાદ, તમે તમારી ખુબીને તપાસો. જેમ કે તમે કયા કામમા માહિર છો? તમારી પાસે શું સ્કિલ અને જાણકારી છે?
- એક પ્લાન બનાવોઃ જ્યારે તમે તમારી સ્પેશિયાલિટી શોધી લો છો, તો હવે તમારે એક પ્લાન બનાવવાની જરુર પડશે કે તમે ગુગલનો ઉપયોગ કરીને તમારા ટારગેટને પુરો કેવી રીતે કરશો?
- સખત મહેનત કરોઃ ગુગલની મદદથી કમાણી કરવા માટે, તમારે સખત મહેનતની જરુર પડશે. તમારે તમારા ટારગેટ પર સતત ફૉકસ કરવું પડશે અને તેના પર સતત કામ કરવું પડશે. ધ્યાન આપો કે આ તમામ રીતોમાં સફળતા મેળવા માટે તમારે પ્રયાસ કરવો પડશે. તેમાં સફલ થવા માટે સમય અને મહેનત લાગે છે.